Home /News /lifestyle /

આ સંકેતો પરથી જાણો કે રિલેશનશીપ કેટલી ચાલશે, સમયસર જાળવી લેજો સંબંધ

આ સંકેતો પરથી જાણો કે રિલેશનશીપ કેટલી ચાલશે, સમયસર જાળવી લેજો સંબંધ

પ્રતિકાત્મક તસવીર

Relationship facts: તમે તમારા સૌથી મનપસંદ વ્યક્તિને તમારાથી દૂર કરી બેસો છો. તમે આવા પરિવર્તનોને જાણીને સમયસર તમારા સંબંધને તૂટતો બચાવી શકો છો.

સંબંધોની ઇમારત વિશ્વાસના પાયા પર ટકેલી હોય છે, પછી તે સંબંધ પતિ-પત્નીનો હોય, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો (Girlfriend Boyfriend) હોય કે પછી કોઇ પણ નજીકના વ્યક્તિ સાથેનો હોય. એક વખત વિશ્વાસ તૂટ્યા પછી સંબંધમાં (relations) આવલી કડવાહટ દૂર કરવામાં ઘણો સમય લાગી જાય છે. જે તમારા સંબંધને વધુ જટિલ પણ બનાવી શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે સંબંધ આવી રહેલા નાના પરિવર્તનોને અવગણીને એક મોટી મુશ્કેલી આમંત્રિત કરી દઇએ છીએ. પરીણામ સ્વરૂપે તમે તમારા સૌથી મનપસંદ વ્યક્તિને તમારાથી દૂર કરી બેસો છો. તમે આવા પરિવર્તનોને જાણીને સમયસર તમારા સંબંધને તૂટતો બચાવી શકો છો. જો તમે સ્થિતિને સમજવા માંગો છો અમે તમને અમુક સંકેતો જણાવવા જઇ રહ્યા છીએ. જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તમારા સંબંધમાં કંઇક ઠીક ચાલી રહ્યું નથી.

દરેક વાત પર ઝગડાઓ થવા

દરેક સંબંધમાં ઝગડાઓ થતા હોય અને રિસાવા-મનાવવાનો સિલસિલો ચાલતો રહે છે. તેનાથી તમારું બોન્ડિંગ વધુ મજબૂત બને છે. પરંતુ જો કોઇ પણ વાત પર તમારા પાર્ટનર સાથે તમારી સહમતિ બનતી નથી અને બંને જ્યારે પણ વાત કરો કોઇને કોઇ મુદ્દે લડાઇ શરૂ થઇ જાય છે તો તે યોગ્ય નથી. તમારે આ અંગે સાવચેત રહેવું જોઇએ. ઇગો અથવા અભિમાનને એકબાજુ મૂકીને થોડા સમય માટે શાંત રહો. તમારા પાર્ટનરનું મૂડ સારુ થઇ જાય ત્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે તમે તેને શું કહેવા અને સમજાવવા માંગો છો. કારણ કે વાતચીતથી દરેક સમસ્યાનો ઉકલે શક્ય બને છે.

કોમ્યૂનિકેશ ગેપ આવવો

જો તમારા પાર્ટનર સાથે કોમ્યુનિકેશન ગેપ આવી રહ્યો છે એટલે કે તમે તેની સાથે વાતચીત કરી શકતા નથી કે એકબીજાને વાતચીત કરવા સમય આપી શકતા નથી, તો આ એક સ્પષ્ટ સંકેત છે કે તમારી વચ્ચે પ્રેમ ઘટી રહ્યો છે. આવા સંબંધ બગડી પણ શકે છે. તેથી તમારા પાર્ટનર સાથે વધુને વધુ વાતચીત કરો અને તેના માટે સમય જરૂર કાઢો.

પાર્ટનરથી ઇરિટેશન થવી

એક સમય એવો હોય છે જ્યારે તમને તમારા પાર્ટનરની કંપની સૌથી સારી લાગતી હોય છે. તેની દરેક નાની-મોટી વાત તમને ગમતી હોય છે. પરંતુ હવે તમને તેની દરેક વાતથી ઇરિટેશન થવા લાગે છે, તો તે તમારા સંબંધ માટે સારું સિગ્નલ નથી. તેનો સીધો અર્થ છે કે તમારો સંબંધ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં તમારે સજાગ રહીને સ્થિતિ મેનેજ કરવાની જરૂર છે.

ભરોસો ઓછો થવો

જેમ તમને અગાઉ કહ્યું તેમ દરેક સંબંધની ઇમારત ભરોસા પર જ ટકેલી હોય છે. જરા પર વિશ્વાસ ડગમગ્યો કે તમારો સંબંધ તૂટ્યો. જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ નથી કરી શકતા અથવા વિશ્વાસ નથી મેળવી રહ્યા અથવા તો તમારા કોઇ કામ કે પૈસા અંગે તમને વિશ્વાસ નથી તો આ સંકેત છે કે તમારો સંબંધ ડગમગી રહ્યો છે.

સંબંધમાં કંટાળો આવવો

ઘણા લોકો પોતાના પાર્ટનર સાથે રહીને કંટાળો અનુભવે છે. સંબંધમાં કંટાળો આવવો તે પણ યોગ્ય સંકેત નથી. તેનાથી તમને સંબંધ બોઝ લાગશે, અને આવો સંબંધ ક્યારેય ખુશી આપી શકતો નથી. જો તમારા સંબંધમાં પણ આવું કંઇ તમને લાગી રહ્યું હોય તો તેમાં ફરી નવો રોમાંચ લાવવાનો પ્રયાસ કરો. પાર્ટનર સાથે સમય વિતાવો, ફરવા જાઓ, સવારે વોકિંગ પર જાઓ અથવા તો સરપ્રાઇઝ પ્લાન કરો. આવી વસ્તુઓ સંબંધમાં નવી તાજગી ભરી દેશે.

કોલ-મેસેજના જવાબ ન આપવા

જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે દિવસભર વાતો અને મેસેજ કરવા સમય ઓછો લાગે છે. એકબીજા મળે ત્યારે તો વાત કરે છે પરંતુ કોલ-મેસેજ પણ સતત ચાલું જ રહે છે. પરંતુ જો સમય જતા આ વાતચીત ઓછી થઇ રહી હોય તો સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે તે પણ સંબંધ માટે લાલ બત્તી સમાન સિગ્નલ છે.

 આ પણ વાંચો લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.:

આવી નાની પરંતુ મહત્વની વાતોનું પણ જો ધ્યાન રાખવામાં આવે તો તમે તમારો સૌથી કિંમતી સંબંધ અને વ્યક્તિ બંનેને દૂર થતા બચાવી શકો છો. વિશ્વાસ, સમય આપવો અને વાતચીત કરવી કોઇ પણ સંબંધ રૂપી વૃક્ષના મૂળને મજબૂત બનાવવા માટે ખાતર અને પાણી જેવું કામ કરે છે.
First published:

Tags: Couple, Lifestyle, Relationship, આરોગ્ય

આગામી સમાચાર