Home /News /lifestyle /

Heart disease: 40થી 55 વર્ષના લોકોમાં હ્રદય રોગ પાછળ આટલી વસ્તુ છે જવાબદાર, જાણો અભ્યાસમાં શું આવ્યું સામે?

Heart disease: 40થી 55 વર્ષના લોકોમાં હ્રદય રોગ પાછળ આટલી વસ્તુ છે જવાબદાર, જાણો અભ્યાસમાં શું આવ્યું સામે?

40થી 55 વર્ષના લોકોમાં હ્રદય રોગ પાછળ શું છે જવાબદાર? જાણો અહી

Heart disease: રોજબરોજની કેટલીક આદતોને કારણે હ્રદય રોગના જોખમમાં વધારો થાય છે. દરેક વ્યક્તિમાં ઉંમર અનુસાર હ્રદય રોગના જોખમમાં ફેરફાર થાય છે. ધ લેંસેટ રીજનલ હેલ્થ વેસ્ટર્ન પેસિફિકે કરેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઉંમર અનુસાર હ્રદય રોગના જોખમમાં વધારો થાય છે. આ સ્ટડી 2,00,000 ચાઈનીઝ લોકો પર કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    આજની જીવનશૈલી તણાવપૂર્ણ હોવાના કારણે હ્રદય રોગ (cardiovascular diseases, CVD) થવાનો ભય રહે છે. હ્રદય રોગના કારણે ગંભીર પરિસ્થિતિનું સર્જન થાય છે. સમગ્ર વિશ્વમાં હ્રદય રોગને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે.

    રોજબરોજની કેટલીક આદતોને કારણે હ્રદય રોગના જોખમમાં વધારો થાય છે. દરેક વ્યક્તિમાં ઉંમર અનુસાર હ્રદય રોગના જોખમમાં ફેરફાર થાય છે. ધ લેંસેટ રીજનલ હેલ્થ વેસ્ટર્ન પેસિફિકે કરેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઉંમર અનુસાર હ્રદય રોગના જોખમમાં વધારો થાય છે. આ સ્ટડી 2,00,000 ચાઈનીઝ લોકો પર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: Dark Underarms: પરસેવાના કારણે અંડરઆર્મ્સ થાય છે કાળા? અપનાવો આ ટિપ્સ, જરૂરથી થશે ફાયદા

    સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં હ્રદય રોગનું વધુ જોખમ રહે છે. સ્થાનિક દવાખાના અને જીવનશૈલી વિશેના ક્વેશ્ચનેરની મદદથી વર્ષ 2011થી વર્ષ 2016 સુધીના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. સંશોધનકર્તાઓએ આ સ્ટડી માટે તમામ લોકોને અલગ અલગ વય જૂથમાં વિભાજિત કર્યા હતા. જેમાં 40 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 4 વયજૂથ બનાવવામાં આવ્યા હતા.

    આ સ્ટડીમાં જોખમના પરિબળો તરીકે 12 પરિબળો સામે આવ્યા હતા. જેમાં અપર્યાપ્ત શિક્ષા અને તણાવ જેવા સામાજિક અને આર્થિક પરિબળો શામેલ હતા. ઉપરાંત મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિસ્લિપિડેમિયા અને ક્રોનિક કિડની રોગ જેવા પરિબળો શામેલ હતા. જો જીવનશૈલીના પરિબળોની વાત કરવામાં આવે તો તેમાં ધૂમ્રપાન, દારૂનું વધુ માત્રામાં સેવન, શારીરિક ગતિવિધિઓનો અભાવ, અયોગ્ય આહાર અને અપૂરતી ઊંઘના પરિબળ શામેલ છે.

    તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટડીમાં મુખ્ય ત્રણ જોખમીય પરિબળો સામે આવ્યા છે.

    • 40 થી 55 વર્ષના વયજૂથના લોકોમાં હાઈ બ્લડપ્રેશર, અયોગ્ય આહાર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોને કારણે હ્રદય રોગ થવાનું જોખમ રહે છે.

    • 55 થી 65 વર્ષના વયજૂથના લોકોમાં હાઈપરટેન્શન, અયોગ્ય આહાર અને અપર્યાપ્ત શિક્ષા જેવા જોખમી પરિબળોને કારણે હ્રદય રોગ થવાનું જોખમ રહે છે.

    • 65 થી 75 વર્ષના વયજૂથના લોકોમાં હાઈપરટેન્શન, અયોગ્ય આહાર અને અપર્યાપ્ત શિક્ષા જેવા જોખમી પરિબળોને કારણે હ્રદય રોગ થવાનું જોખમ રહે છે.

    • સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અપર્યાપ્ત ઊંઘ, અપર્યાપ્ત શિક્ષા, હાઈપરટેન્શન જેવા જોખમી પરિબળોને કારણે હ્રદય રોગ થવાનું જોખમ રહે છે.


    જે વ્યક્તિઓમાં આ પરિબળો અથવા લક્ષણો જોવા મળે છે, તે લોકો આ સ્ટડી પરથી હ્રદય રોગના જોખમને ઓળખી શકશે.

    આ પણ વાંચો: Wax or Shave : અણગમતા વાળ દૂર કરવા માટે વેક્સિંગ કે શેવિંગ? એક્સપર્ટ પાસેથી જાણો તેના ફાયદા-ગેરફાયદા
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन