આપણા દેશમાં મોટાભાગના લોકો વંદાને મારવા માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં મુશ્કેલી એ વાતની હોય છે કે, સરળતાથી વંદા મરતા નથી. પણ વિચારો કોઈ ગેજેટ્સ દ્વારા સરળતાથી વંદાને મારી શકાય તો. જીહાં, અમે તમને જણાવીશું એક એવા ગેજેટ્સ વિશે, જે તમારા કિચન, બાથરૂમમાં છુપાયેલા વંદાને મારી નાખશે.
આ ગેજેટ્સનું નામ છે RBTZ ટ્રેપ મશીન, જેની કિંમત રૂ. 500 છે. આને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. આને બનાવનાર કંપનીનો દાવો છે કે, આનાથી માત્ર વંદા જ નહીં પરંતુ નાના-મોટા બીજી પણ કીડા મારી શકાય છે. આ એક રીતનું ટ્રેપ મશીન છે, જેમાં વંદા આવીને ફસાઈ જાય છે અને પછી બહાર નથી નીકળી શકતા.
કેવું છે આ મશીન
આ મશીનના ઉપર કવર ટ્રાન્સપરંટ છે. આ મશીનમાં બે અલગ-અલગ બોક્સ છે. જેમાં નીચે અને ઉપરની બાજુ ખાવાની ચીજ વસ્તુ રાખવાની જગ્યા આપવામાં આવી છે.
બંને બોક્સમાં ચાર-ચાર કાંટા વાળી બ્લેડ છે. આ બ્લેડને બોક્સમાં એવી રીતે ફીટ કરવામાં આવી છે કે, વંદો સરળતાથી બોક્સની અંદર આવી શકે અને બહાર જતા સમયે વંદાની બોડી સાથે ટકરાયા કરે, જેથી વંદો બહાર નથી નીકળી શકતો. અને બોક્સ ટ્રાંસપરેંટ થવાના કારણે, જ્યારે વંદો તેમાં ફસાઈ જાય ત્યારે બહારથી જ જોઈ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર