ફરાળમાં પણ ખવાય તેવા કાચા કેળાંના ખાટ્ટા-મીઠાં પૌંઆ

News18 Gujarati
Updated: September 7, 2019, 3:30 PM IST
ફરાળમાં પણ ખવાય તેવા કાચા કેળાંના ખાટ્ટા-મીઠાં પૌંઆ
News18 Gujarati
Updated: September 7, 2019, 3:30 PM IST
ચાલો આજે આપને શીખવીએ એક એવી વાનગી જેને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને જૈન લોકો પણ ખાઈ શકો છો. તો ચાલો શીખી લો ફરાળમાં પણ ખવાય તેવા કાચા કેળાંના ખાટ્ટા-મીઠાં પૌંઆ બનાવવાની રીત:

કાચા કેળાંના ખાટ્ટા-મીઠાં પૌંઆ બનાવવા માટેની સામગ્રી :
3 નંગ કાચા કેળાં

3 ચમચી લીલું નારિયેળ
2 ચમચી શીંગદાણા
3 ચમચી તેલ
Loading...

2 લીલા મરચું
સિંધવ મીઠું
1 ચમચી ખાંડ
1 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી જીરૂ
1/4 ચમચી લીલી હળદર
મીઠાં લીમડા પાન
દાડમ
કોથમીર

કાચા કેળાંના ખાટ્ટા-મીઠાં પૌંઆ બનાવવાની રીત: કાચા કેળાં વચ્ચેથી કાપી બે ભાગ કરી અને પાણીમાં 5-6 મિનિટ બાફી લો. પછી તેને ચારણીમાં કાઢી પાણી કાઢી નિતારી ઠંડા કરી લો. પછ તેની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ એક પેનમાં તેલ લઈ તેમાં ગરમ થાય એટલે તેમાં જીરૂ અને લીમડાનો વઘાર કરવો. પછી તેમાં શીંગદાણાનો અધકચરો ભૂકો, મરચાં, આદું, લીલી હળદરની છીણ ઉમેરી હલાવી લો. પછી તેમાં કેળાંની છીણ ઉમેરી સાતળી લો. તેમાં સિંધવ મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરી હલાવી લો. તો તૈયાર છે ગરમા ગરમ કાચા કેળાંના પૌંઆ. આ પૌંઆને લીલા કોપરાની છીણ દાડમ ના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...