ભારતભરમાં બંગાળી મીઠાઇઓની મહત્વ જ કંઇક ખાસ છે. રસગુલ્લા, રસમલાઇ...આ કેટલાક તેવા બંગાળી મીઠાઇઓના નામ છે જેને વાંચીને જ મોંઢામાં પાણી આવી જાય. પણ કોરોના કાળમાં આવી મીઠાઇ માટે બજાર જવાના બદલે તમે ઘરે જ આ રસભરેલી મીઠાઇ બનાવી શકો છો. વળી હાલ દિવાળીની સમય પણ આવે ત્યારે ઘરે જ ટ્રાય કરો રસભરેલી રસમલાઇ. અને રેસીપી નોંધી લો અમારી પાસેથી.
રસમલાઈ ભારતની ટોપ ફેવરેટ મીઠાઈઓમાંથી એક માનવામાં આવે છે. પોચી, રસભરેલી અને ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ આ રસમલાઇ. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક પ્રકારના તહેવાર અને ખુશીના અવસરે તેને બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને.
સામગ્રી-
7 કપ દૂધ
4 કપ ખાંડ
3 કપ પાણી
કેસર, પિસ્તા બદામ
લીંબુનો રસ
રીત- સૌથી પહેલા રસમલાઇનો રસ બનાવવા માટે ૩ કપ દૂધ ઉકળવા માટે રાખી દો. પછી બાકીના છેનો બનાવવા માટે અલગથી દૂધને ઉકાળીને રાખો અને તેમાં લીંબુ નીચોવી લો. સારી રીતે મેળવીને તેને મલમલના કપડામાં ગાળી લો. હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે જે છેનો કે પનીર જેવું તૈયાર થયું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાંખીને એક સીટી વગાડો.
વધુ વાંચો :
ટ્રેન ચાલતી જોઇ મહિલા દોડી અને થયો તેવો અકસ્માત કે રેલ મંત્રીએ Video શેર કર્યો
બીજી તરફ તે વાત ચકાસી લો કે રસ તૈયાર થયો છે કે નહી. આ ઘટ્ટ રસમાં ખાંડ, ઈલાયચી, પિસ્તા, બદામ અને કેસર નાંખો અને ઠંડુ થવા મૂકી દો. હવે આ તૈયાર પનીર ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળો અને હળવેથી પ્રેસ કરો, જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ અને છેનાના ગુલ્લા ઠંડા પડતા સાથે મિક્સ કરીને ફ્રીજમાં રાખી દો.
અને જ્યારે તે ઠંડા થઇ જાય ત્યારે તેને પીરસો. અને કાજૂ અને બદામ તથા કેસરથી તેનું ડેકોરેશન કરો. અને બસ તમારી રસ ભરેલી રસમસાઇ તૈયાર.
Published by:Chaitali Shukla
First published:October 30, 2020, 17:13 pm