તહેવારોમાં ઓછા ખર્ચે મહેમાનો માટે ઝટપટ બનાવી લો આ 'સ્વાદિષ્ટ રસગુલ્લા'

News18 Gujarati
Updated: March 15, 2019, 7:29 PM IST
તહેવારોમાં ઓછા ખર્ચે મહેમાનો માટે ઝટપટ બનાવી લો આ 'સ્વાદિષ્ટ રસગુલ્લા'
News18 Gujarati
Updated: March 15, 2019, 7:29 PM IST
રસગુલ્લા બનાવતી વખતે જો તમે આ સરલ સ્ટેપ્સ ફોલો કરશો તો પરફેક્ટ વાનગી બનશે.

સામગ્રી

2 કપ ગાયનું દૂધ (ઓછા ફેટનું દૂધ)

1 ચમચો લીંબુનો રસ
2 1/2 કપ પાણી
3/4 કપ ખાંડરીત :- દૂધને 5-7 મિનિટ સુધી ઉકળી હલાવતા રહો. પછી તેમાં 1 ચમચો લીંબુનો રસ ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જઈ દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને 2 મિનિટ પછી પાતળા કપડામાં નીતારી તેની ઉપર ઠંડુ પાણી નાખો જેથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નિચોવી નાખો.

ત્યાર બાદ પનીરને એકદમ લીસુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળી લો. તેમાં કણીઓ ન રહેવી જોઈએ. હવે તેમાંથી તેના નાના નાના ગોળા બનાવી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)

હવે ગેસ પર એક કૂકરમાં પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી એક એક કરીને બધા ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. પછી કૂકરનું ઢાંકણું ખોલીને ચાસણીમાં ગુલાબજળ ઉમેરી પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ફ્રીઝમાં ઠંડા કરી પીરસો.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर