Ramdan speical recipe: આ રમઝાનમાં ઘરે જ બનાવો ટેસ્ટી ‘મહોબ્બત કા શરબત’, ફટાફટ નોંધીલો રીત

Ramdan speical recipe: આ રમઝાનમાં ઘરે જ બનાવો ટેસ્ટી ‘મહોબ્બત કા શરબત’, ફટાફટ નોંધીલો રીત
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઘરે જ આ શરબત બનાવી તમે પણ આ મહોબ્બ્તના શરબતનો સ્વાદ માણી શકો તેના માટે અમે લઈને આવ્યા છીએ તમારા માટે મહોબ્બતના શરબતની રેસીપી.

  • Share this:
Recipe: દેશમાં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. અને ઉત્તરોત્તર કોવિડ કેસની (corona case) સંખ્યા વધી રહી છે. પરંતુ લોકોનું સામાન્ય જીવન ગમે તેટલું ખોરવાઈ કે આર્થિક સ્થિતિ બગડે છતાંય માનવી ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહે છે. આખરે ઈશ્વર યાદ આવે છે અને તેને સાથે લઈને, એમાં શ્રદ્ધા મુકીને ચાલીએ છીએ. હાલમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન (Ramdan) માસ ચાલી રહ્યો છે.

મુસ્લિમ સમુદાયના લોકો આ માસમાં પુણ્યના કાર્યો કરે છે અને એમાંય ગરીબોને જીવન જરૂરી ચીજો સાથે એક ખાસ શરબતનું દાન કરતા હોય છે. પરંતુ દેશની આ કપરી સ્થિતિમાં આમ કરવું શક્ય રહ્યું નથી. તેથી હવે ઘરે જ આ શરબત બનાવી તમે પણ આ મહોબ્બ્તના શરબત (Mohabbat Ka Sahrbat)નો સ્વાદ માણી શકો તેના માટે અમે લઈને આવ્યા છીએ તમારા માટે મહોબ્બતના શરબતની રેસીપી.



ઉનાળાની ગરમીમાં ચા-કોફીની જગ્યા લેતુ આ ઠંડુ પીણું સૌ કોઈને ભાવતું હોય છે. આમાં તમારે પૂર્વ તૈયારી રૂપે માત્ર તરબુચની જરૂર પડે છે. ઉનાળામાં તરબૂચ શરીરને તાજગી અને ઠંડક આપતું ફળ છે. આમેય દેશમાં તાપમાનનો પારો 48 ડીગ્રીથી ઉપર જઈ રહ્યો છે, ત્યારે લોકડાઉન અને કર્ફ્યુને કારણે જો તમે પણ રમજાનના પવિત્ર માસનું આ શરબત યાદ કરતા હોય તો આજે જ આ રેસિપી નોંધી લો.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

જરૂરી ચીજો
-આ શરબત બનાવવા માટે તમારે જોઈશે
એક વાટકી - તરબૂચના નાના ટુકડા
ખાંડનો પાવડર
ઠંડુ દૂધ
રૂફ હફઝા અથવા રોઝ સીરપ
બરફના ટુકડા
એલચી પાવડર
ગાર્નિશીંગ માટે ગુલાબની સુકી પાંદડીઓ

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

શરબત બનાવવાની રીત
-સૌ પ્રથમ એક મોટા કટોરામાં બે કપ ઠંડુ દૂધ લઈ લો.
- દૂધમાં બે ચમચી ખાંડનો પાવડર તથા રૂહ હફઝા અથવા રોઝ સીરપ ઉમેરો.
- આ સાથે જ તેમાં પા ચમચી એલચી પાવડર ઉમેરો.
- હવે આ તમામ ચીજોને દૂધમાં હલાવીને બરાબર ભેળવી લો.
- તરબૂચના નાની સાઈઝના ટુકડા કરી તેમાંથી બીજ કાઢી, આ ટુકડાઓને શરબતમાં ઉમેરો.
- હવે તમારૂ શરબત તૈયાર છે. તેમાં બરફના ટુકડા નાખી તેને ગ્લાસમાં ભરી સર્વ કરવા રેડી કરો. ગાર્નિશીંગ માટે શરબતથી ભરેલા ગ્લાસ પર ગુલાબની સુકી પાંદડીઓ ઉમેરો. તમારૂ શરબત તૈયાર છે.
Published by:News18 Gujarati
First published:May 06, 2021, 23:48 pm

ટૉપ ન્યૂઝ