રમઝાનમાં રોઝા રાખીને પણ કરી શકો છો કસરત, કયા સમયે કસરત કરવી યોગ્ય છે?

રમઝાનમાં રોઝા રાખીને પણ કરી શકો છો કસરત, કયા સમયે કસરત કરવી યોગ્ય છે?
Image/Shutterstock

રમઝાનમાં કસરત કરવા અંગે ઘણા લોકોના મનમાં અનેક સવાલ હોય છે કે, રોઝા દરમિયાન કસરત કરવી જોઈએ કે નહીં

  • Share this:
હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છો. ઘણા લોકો નિયમિત કસરત કરવા માટે ટેવાયેલા હોય છે. રમઝાનમાં કસરત કરવા અંગે ઘણા લોકોના મનમાં અનેક સવાલ હોય છે કે, રોઝા દરમિયાન કસરત કરવી જોઈએ કે નહીં. ઘણા લોકોને એ મૂંઝવણ હોય છે કે રમઝાનમાં કયા સમયે કસરત કરવી જોઈએ? આ અંગે વીઓએનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોઝા દરમ્યાન કસરત કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો તમે આળસુ બની શકો છો. રમઝાનમાં કસરત કરવી એકદમ સુરક્ષિત છે. રોઝામાં પણ કસરત કરવાથી શરીર ફિટ અને મજબૂત રહે છે.

રમઝાનમાં કસરત કરવાનો યોગ્ય સમય



· ડૉ.હસનૈન રિઝવી જણાવે છે કે, રમઝાનમાં તમે કયા સમયે કસરત કરો છો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના મત અનુસાર જો તમે રોઝામાં રોજ સવારે કસરત કરો છો તો, તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સવારે કસરત કરવાથી આખો દિવસ વિતાવવા માટે પર્યાપ્ત ઊર્જા રહેતી નથી.

· રમઝાનમાં કસરત કરવાનો યોગ્ય સમય ઈફ્તારથી 20થી 30 મિનિટ પહેલા કસરત કરવી યોગ્ય સમય છે. કસરત પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં રોઝા કરવાનો સમય થઈ જાય છે. જો તમે રોઝામાં કસરત કરવા ઈચ્છો છો તો તમારે ઈફ્તાર સમયે ખૂબ જ હલ્કુ ભોજન કરવું જોઈએ અને ઈફ્તારના થોડા સમય બાદ કસરત કરી શકાય છે.

આ પણ વાંચો - Corona Vaccination: 1 મેથી થશે 18 વર્ષથી વધુની વયના લોકોનું વેક્સિનેશન, અહીં જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

· રોઝામાં ઉચ્ચ તીવ્રતાવાળા એટલે કે ઈંટેનસિટી ઈંટ્રોલ ટ્રેનિંગ અથવા વર્ક આઉટ કરવું જોઈએ. ઓછામાં ઓછી 20 મિનિટ કસરત કરવી જોઈએ અને દર બે થી ત્રણ દિવસે કસરતનો સમય વધારવો જોઈએ.

· રોજ માત્ર એક જ કસરત કરવાથી શરીર પર તેની ઓછી અસર જોવા મળે છે. જો તમે ટ્રેડમિલના માધ્યમથી નિયમિત કસરત કરો છો તો પણ તમારે દર બે થી ત્રણ દિવસે ટ્રેડમિલની ગતિ વધારવી જોઈએ.

· રમઝાનમાં રોઝા રાખવાથી અને કસરત કરવાથી અધિક ઊર્જા વપરાય છે, તેથી પૌષ્ટિક આહારનું સેવન કરવું જરૂરી છે. નિયમિત આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરવું અને વધુ માત્રામાં પાણી પીવું.
Published by:News18 Gujarati
First published:April 22, 2021, 22:14 pm

ટૉપ ન્યૂઝ