Raksha Bandhan: મોઢું મીઠુ કરાવવા મીઠાઈના સ્થાને ટ્રાય કરો આ વસ્તુઓ

તસવીર- shutterstock

Raksha Bandhan 2021: કોઈપણ તહેવાર (Festival) મિઠાઈ (Sweet) વગર અધૂરો લાગે છે. તહેવારોમાં મિઠાઈની જરૂરિયાત રહેવાથી નફાખોરોએ તેને કમાણીનું સાધન બનાવી લીધું છે. આ કારણોસર તહેવાર આવતા જ દૂધ અને માવા જેવી વસ્તુઓમાં ભેળસેળના કિસ્સા સામે આવે છે.

  • Share this:
Raksha Bandhan 2021: કોઈપણ તહેવાર (Festival) મિઠાઈ (Sweet) વગર અધૂરો લાગે છે. તહેવારોમાં મિઠાઈની જરૂરિયાત રહેવાથી નફાખોરોએ તેને કમાણીનું સાધન બનાવી લીધું છે. આ કારણોસર તહેવાર આવતા જ દૂધ અને માવા જેવી વસ્તુઓમાં ભેળસેળના કિસ્સા સામે આવે છે. લોકો બહારની મિઠાઈ ખાવા ન ઈચ્છતા હોવા છતાં, તેઓ મિઠાઈ ખાય છે. રક્ષાબંધન પર ભાઈનું મોઢુ મીઠુ કરાવવાની સાથે અન્ય સભ્યોનું પણ મોઢું મીઠુ કરાવવું જરૂરી છે. તહેવાર પર મોઢું મીઠુ કરવાની પરંપરાને નિભાવવા માટે તમે મિઠાઈની જગ્યાએ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. રક્ષાબંધનના દિવસે કઈ મિઠાઈથી મોઢું મીઠુ કરાવી શકાય તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ફ્રૂટ ક્રીમ

રક્ષાબંધન પર તમે તમારા ભાઈ અને પરિવારના સભ્યોનું મોઢું મીઠુ કરાવવા માટે તમે ફ્રૂટ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. તે માટે બજારમાંથી ક્રીમ લાવીને તેમાં તમે તમારા ભાઈની પસંદગીના ફ્રુટ્સ સમારીને મિક્ષ કરી દો. આ મિઠાઈ દેખાવે તથા સ્વાદમાં ખૂબ જ અલગ હોય છે અને સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.

હલવો

તહેવાર પર મોઢું મીઠુ કરાવવા માટે તમે તમારા ભાઈની પસંદગીનો હલવો બનાવી શકો છો. આ માટે તમારી પાસે અનેક વેરાયટી હશે. તમે બેસન, દૂધી, ચણા, મગની દાળ, સોજી કે લોટમાં કોઈપણ વસ્તુનો હલવો બનાવી શકો છો. હલવો બનાવ્યા બાદ ડ્રાય ફ્રુટ્સથી હલવો ગાર્નિશ કરો.

આ પણ વાંચો: Raksha Bandhan 2021: રક્ષાબંધનમાં ભાઇ માટે 15 મિનિટમાં જ બનાવો કાજુ કતરી, જાણી લો રીત

ખીર અને સેવ

તમે રક્ષાબંધન પર મિઠાઈ તરીકે ડ્રાય ફ્રુટ્સ, ખીર, દૂધી અથવા સેવ બનાવી શકો છો. ઈલાયચી અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરવાથી ખીર સ્વાદિષ્ટ બને છે. તમે હંગ કર્ડમાં મેવો, કેસર અને ઈલાયચી નાખીને તમે શ્રીખંડ બનાવી શકો છો. આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોવાથી, લોકો આ ટેસ્ટને હંમેશા યાદ રાખશે.

ચોકલેટ ડોનટ્સ

આજના સમયમાં યુવાઓને ચોકલેટ અને ડોનટ્સ ખૂબ જ પસંદ હોય છે. જો તમારા ભાઈને આ વસ્તુઓ પસંદ છે, તો તમે રક્ષાબંધન પર મોઢું મીઠુ કરાવવા માટે આ તમામ વાનગીઓનો ઉપયોગ કરી શકો છો.
Published by:kuldipsinh barot
First published: