Raksha Bandhan 2021: આ રક્ષાબંધન પર તમારી બહેનને આપો આ સુંદર ગિફ્ટ્સ
Raksha Bandhan 2021: આ રક્ષાબંધન પર તમારી બહેનને આપો આ સુંદર ગિફ્ટ્સ
Image/shutterstock
તમે હજુ સુધી તમારી બહેન માટે રક્ષાબંધનની ગિફ્ટ નથી લીધી અને વિચારી રહ્યા છો કે શું લેવું? બહેન માટે શું ગિફ્ટ લેવી તે માટે અહીં કેટલાક ઓપ્શન આપવામાં આવ્યા છે. તમે તમારી બહેનને આ ગિફ્ટ આપી શકો છો.
Raksha Bandhan 2021: રક્ષાબંધન (Raksha Bandhan) એ ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક છે. આ વર્ષે 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. રક્ષાબંધન રવિવારના રોજ હોવાના કારણે મોટાભાગના લોકોને ઓફિસ જવાનું ટેન્શન નહીં રહે. અનેક લોકોએ રક્ષાબંધનનો પ્લાન બનાવી લીધો હશે. રક્ષાબંધન પર બહેનને શું ભેટ (Gifts) આપવી? તમે હજુ સુધી તમારી બહેન માટે રક્ષાબંધનની ગિફ્ટ નથી લીધી અને વિચારી રહ્યા છો કે શું લેવું? બહેન માટે શું ગિફ્ટ લેવી તે માટે અહીં કેટલાક ઓપ્શન આપવામાં આવ્યા છે. તમે તમારી બહેનને આ ગિફ્ટ આપી શકો છો.
હેન્ડ બેગ ક્લચ- તમે તમારી બહેનને રક્ષાબંધન પર ગિફ્ટ તરીકે હેન્ડ બેગ અને ક્લચ આપી શકો છો. મહિલાઓ અને યુવતીઓને હેન્ડ બેગ અને ક્લચ કેરી કરવાનો શોખ હોય છે. હેન્ડ બેગ ક્લચ લો રેન્જ અને હાઈ રેન્જમાં અનેક વેરાયટીઓમાં ઉપલબ્ધ હોય છે. તમારી બહેનને જે પ્રકારની હેન્ડ બેગ ક્લચ પસંદ હોય, તે પસંદગી અનુસાર તમે હેન્ડ બેગ ક્લચની પસંદગી કરી શકો છે. તમે ઓનલાઈન હેન્ડ બેગ ક્લચ ખરીદી કરી શકો છો. હાલમાં ફેશનેબલ પર્સનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે તમારી બહેન માટે ફેશનેબલ પર્સ ખરીદી શકો છો.
આ પણ વાંચો-
ઘડિયાળ- અત્યારે મોટા ડાયલવાળી ઘડિયાળનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે તમારી બહેનને આ રક્ષાબંધન પર ગિફ્ટ તરીકે મોટા ડાયલવાળી ઘડિયાળ આપી શકો છો. આજકાલ મોટી મોટી બ્રાન્ડની ઘડિયાળ રિઝનેબલ પ્રાઈસ પર ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. જો તમારી બહેનને ઘડિયાળ પહેરવી પસંદ નથી, તો તમે ફિટનેસ વોચ ખરીદી શકો છો. આજકાલ અનેક લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થયા છે. ફિટનેસ વોચ હાર્ટ બિટ, કેલરી, કાર્ડિયો સ્ટેપ્સ જેવી અને હેલ્થ સંબંધિત જાણકારી આપે છે.
જ્વેલરી- જ્વેલરીની ફેશન ક્યારેય જૂની થતી નથી. પછી ભલે તે જ્વેલરી ગોલ્ડ હોય કે આર્ટીફિશિયલ. તમે તમારી બહેનને ગિફ્ટ તરીકે જ્વેલરી આપી શકો છો. જો તમારી બહેન શાળાએ જાય છે અથવા કોલેજમાં અભ્યાસ કરે છે અને તેને ભારે જ્વેલરી પહેરવી પસંદ નથી તો તમે તમારી બહેનને રિંગ અથવા બુટ્ટી પણ ગિફ્ટ તરીકે આપી શકો છો. રિંગ અને બુટ્ટી દરેક ઉંમરની યુવતીઓને પસંદ હોય છે. ઓનલાઈન સ્ટોર પર અનેક પ્રકારની કસ્ટમાઈઝ જ્વેલરી ઉપલબ્ધ છે. તમે તમારી પસંદ અનુસાર જ્વેલરી બનાવી શકો છો. બ્રેસલેટ્સ, રિંગ્સ અને પેન્ડન્ટ જેવી વસ્તુઓ પર ભાઈ બહેનના સંબંધ પર આધારિત મેસેજ પણ લખાવી શકો છો.
કોસ્મેટીક્સ- કોઈપણ ઉંમરની યુવતી ક્યારેક ને ક્યારેક તો કોસ્મેટીક્સનો ઉપયોગ કરે છે. તમે તમારી બહેન માટે ગિફ્ટ તરીકે કોસ્મેટીક્સની ખરીદી કરી શકો છો. જો તમારી બહેનને હેવી મેકઅપ કરવો પસંદ નથી તો, તમે તમારી બહેન માટે ન્યૂડ કલરના મેકઅપની ખરીદી કરી શકો છો. આ રક્ષાબંધન પર તમારી બહેન માટે કાજલ, લિપસ્ટીક, ફાઉન્ડેશન, મસ્કરા, આઈશેડો. કંસીલર, પ્રાઈમર જેવા કોસ્મેટીક્સ આઈટમ્સની ખરીદી કરી શકો છો.
ડ્રેસીસ- દરેક મહિલાને ડ્રેસીસ પસંદ આવે છે. મહિલાના વોર્ડરોબમાં જૂની ડિઝાઈન અને નવી ડિઝાઈનના અનેક ડ્રેસ હોય છે, તેમ છતાં તેમને હંમેશા તેમને ડ્રેસ ઓછા જ લાગે છે. આ એક એવી ગિફ્ટ છે, કે જે તમારા બજેટ અનુસાર કોઈપણ ઉંમરની બહેન માટે ખરીદી શકાય છે. તહેવારના કારણે ઓનલાઈન કપડાના અનેક સેલ ચાલી રહ્યા છે. તમે તમારી બહેનની પસંદગી અનુસાર ડ્રેસની પસંદગી કરી શકો છો.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર