આ રાજગરાના લાડુ, તલ-શિંગની ચીકી કરતાં પણ સ્વાદિષ્ટ લાગે છે

News18 Gujarati
Updated: January 12, 2019, 8:18 PM IST
આ રાજગરાના લાડુ, તલ-શિંગની ચીકી કરતાં પણ સ્વાદિષ્ટ લાગે છે
રાજગરામાં આયર્ન અને ફાઈબર રહેલું હોવાથી તે પાચનશક્તિ પણ વધારે છે. તો બનાવો આજે રાજગરાના લાડુ.

રાજગરામાં આયર્ન અને ફાઈબર રહેલું હોવાથી તે પાચનશક્તિ પણ વધારે છે. તો બનાવો આજે રાજગરાના લાડુ.

  • Share this:
રાજગરો આમ તો ફરાળમાં ખવાતું હોય છે. પરંતુ રાજગરામાં આયર્ન અને ફાઈબર રહેલું હોવાથી તે પાચનશક્તિ પણ વધારે છે. તો બનાવો આજે રાજગરાના લાડુ.

સામગ્રી

1 વાટકી રાજગરો

1 વાટકી ગોળ
2 ચમચી ઘી

રીતસૌ પ્રથમ એક જાડી કઢાઈ લો ને તેને ગેસ પર ગરમ મૂકો.
તેમાં એક મૂઠી રાજગરો નાખી કપડાથી હળવા હાથે દબાવો.
રાજગરાની ધાણી ફૂટી જશે,
પછી એ ધાણીને એક બીજા વાસણમાં કાઢી, આમ બધા જ રાજગરાની ધાણી ફોડો.
હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ઓગાળો.
ગોળ ઓગળે પછી 1 મિનિટ જ હલાવવું અને રાજગરાની ધાણી નાખી હલાવવું.
બધુ મિક્સ કરી એક થાળીમાં કાઢી, હથેળીમાં થોડૂંક પાણી લગાવીને મિશ્રણમાંથી લાડુ બનાવી લો.
તો તૈયાર છે રાજગરાના લાડું.
First published: January 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading