Home /News /lifestyle /

આ રીતે બનાવો ચટ્ટાકેદાર તીખ્ખી 'રાજસ્થાની લસણની ચટણી'

આ રીતે બનાવો ચટ્ટાકેદાર તીખ્ખી 'રાજસ્થાની લસણની ચટણી'

    રાજસ્થાની લસણની ચટણી

    લસણની ચટણી એ એક એવી ચટણી છે, જે દરેકને પસંગ હોય છે. થેપલા હો ,હાંડવો હોય, કે પછી હોય ઢોકળા.. ઢોંસા સાથે પણ ઘણી વખત લસણની ચટણી સર્વ કરો તો સ્વાદમાં પણ વધારો થઈ જતો હોય છે. તેમજ તમને જ્યારે શાક ખાવાની ઈચ્છા ન થતી હોય, ત્યારે આ ચટણી સાથે જ ભાખરી, પરોઠા કે રોટલી ખાશો તો પણ જમાવાની મજા પડી જશે. આ ચટણી બાજરીના રોટલા, ભાખરી, પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે.

    સામગ્રી :

    1 વાટકી લસણની કળી
    1/2 વાટકી દહીં
    5 સૂકા લાલ મરચાં
    3 ચમચી લાલ મરચું પાવડર
    1/2 વાટકી પાણી
    મીઠું સ્વાદ અનુસાર
    1/2 વાટકી તેલ



    બનાવવાની રીત: સૌ પ્રથમ એક મિક્ષર લઈ તેમાં લસણ, સૂકા લાલ મરચા લાલ મરચું પાવડર, દહીં, 4 મોટી ચમચી પાણી અને મીઠું મિક્સ કરી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક પેનમાં તેલ લઈ ગરમ કરવા મૂકો. સહેજ તેલ ગરમ થાય એટલે તેમાં બનાલેવી પેસ્ટ અને 2-3 ચમચી પાણી ઉમેરી મધ્યમ આંચ પર 5 મિનિટ સુધી ચડવા દો. સહેજ તેલ છૂટ્ટું પડતું દેખાય એટલે ગૅસ બંધ કરી સહેજ રૂમ ટેમ્પ્રેચર પર ઠંડી કરો. તો તૈયાર છે ચટ્ટાકેદાર અને સ્વાદિષ્ટ રાજસ્થાની લસણની ચટણી. જો તમને કોથમીરનો સ્વાદ ભાવતો હોય તો ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો. આ ચટણી બાજરીના રોટલા, ભાખરી, પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. તમને જ્યારે શાક ખાવાની ઈચ્છા ન થતી હોય, ત્યારે આ ચટણી સાથે જ ભાખરી, પરોઠા કે રોટલી ખાશો તો પણ જમાવાની મજા પડી જશે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર