Home /News /lifestyle /મૂળા ખાવાના શોખીન લોકો માટે કામની વાત: જાણો સ્ટોર કરવાની આ રીત, 3 મહિના સુધી ફ્રેશ રહેશે
મૂળા ખાવાના શોખીન લોકો માટે કામની વાત: જાણો સ્ટોર કરવાની આ રીત, 3 મહિના સુધી ફ્રેશ રહેશે
મૂળા સ્ટોર કરવાની રીત
Storing hacks of radish in winter: ઠંડીમાં એકદમ ફ્રેશ મૂળા આવે છે. આ મૂળા જોતાની સાથે જ આપણને લેવાની ઇચ્છા થઇ જાય છે. મૂળા અનેક ગુણોથી ભરપૂર હોય છે. મૂળા ખાવાની મજા દરેક લોકોને આવતી હોય છે. આમ, જો તમે આ રીતે મૂળા સ્ટોર કરશો તો ત્રણ મહિના સુધી ફ્રેશ રહેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં મૂળા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. મૂળા હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. મૂળામાં રહેલા તત્વો શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. મૂળામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવી શકો છો. મૂળાના પરાઠા, શાક લોકોને ખૂબ પસંદ પડે છે. પરંતુ મૂળાને લઇને અનેક લોકોની ફરિયાદ રહેતી હોય છે કે મૂળા બે થી ત્રણ દિવસ કરતા વઘારે સમય રહે તો ખાવાની મજા આવતી નથી. જો કે આ વાત સાચી છે. આમ, તમે હવે આ રીતથી મૂળાને સ્ટોર કરશો તો જરા પણ ટેસ્ટ બદલાશે નહીં અને ખાવાની મજા આવશે. તો જાણી લો મૂળાને લાંબો સમય સુધી કેવી રીતે ફ્રેશ રાખશો.
મૂળાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરવા ઇચ્છો છો તો પેપર ટોવેલમાં રાખો. પેપર ટોવેલથી મૂળા ફ્રેશ રહે છે. આ માટે તમે પેપર ટોવેલમાં મૂળાને લપેટીને કોઇ પણ ફૂડ સ્ટોરેજ બેગમાં મુકી દો. પછી આ બેગને ફ્રિજના ક્રિસ્પરમાં મુકી દો. આમ કરવાથી મૂળા 6 થી 8 દિવસ સુધી ખરાબ નહીં થાય.
માટીમાં સ્ટોર કરો
મૂળા તમે માટીમાં સ્ટોર કરો છો તો એ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. મૂળાને તમે રેત તેમજ માટીમાં ઢાંકીને મુકી દો. આમ કરવાથી મૂળા 3 મહિના સુધી એકદમ ફ્રેશ રહેશે. આમ, જ્યારે પણ તમે આ મૂળા ખાવાના ઉપયોગમાં લો ત્યારે એને બરાબર ધોઇને લેવા જેથી કરીને માટી આવે નહીં.
મૂળાને તમે કટ કરીને પણ સ્ટોર કરી શકો છો. આ માટે તમે મૂળાને ભાજી અને ઉપરના ટોચેથી કટ કરી લો. પછી એર ટાઇટ ડબ્બામાં પાણી ભરો અને મૂળાને રાખો. આમ કરવાથી મૂળા બે અઠવાડિયા સુધી એકદમ ફ્રેશ રહેશે અને ખાવાની મજા આવશે.
મૂળા પાણીમાં સ્ટોર કરો
મૂળા સ્ટોર કરવા માટે તમે મૂળાને છોલી લો. પછી આમાં ½ કપ ખાંડ, ½ કપ સફેદ સરકો, ¼ કપ પાણી અને એક ચમચી મીઠું મિક્સ કરી દો. આ રીતે તમે મૂળાને 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર