Home /News /lifestyle /

અમે બે મિત્રો પરિણીત છીએ, અમો ચાર લોકોની પાર્ટનર ચેઈન્જની તૈયારી છે, શું સાવધાની રાખવી જોઈએ?

અમે બે મિત્રો પરિણીત છીએ, અમો ચાર લોકોની પાર્ટનર ચેઈન્જની તૈયારી છે, શું સાવધાની રાખવી જોઈએ?

કામની વાત

વિર્ય સ્ત્રાવ થવાનો અહેસાસ થાય છે પરંતું વિર્ય બહાર દેખાતું નથી. એચ.આઇ.વી. ના વાયરસ માત્ર બાહ્ય સપાટી એ સ્પર્શ થવાથી ફેલાતા નથી

  ડાયાબિટિસના દર્દીઓને નપુંસકતા વહેલી મોડી આવતી જ હોય છે

  સમસ્યા. મારી ઉંમર એકતાલીસ વર્ષની છે. મને છેલ્લા એકાદ વર્ષથી ડાયાબિટિસ નિદાન થયેલ છે અને તેના માટે હું નિયમિત દવા લઉ છું. પરંતુ ઘણીવાર તેના લેવલમાં વધઘટ થાય છે. મારા પિતાજીને પણ ડાયાબિટિસ હતો. છ મહિના પહેલા બાસઠ વર્ષની ઉંમરે તેમને હાર્ટએટેક આવેલ અને ગુજરી ગયેલા. મારા ફેમિલી ડોક્ટરના કહેવા મુજબ હાર્ટએટેક ડાયાબિટિસના દર્દીઓમાં વધારે થવાની શક્યતા રહેલી છે. વળી મે સાંભળેલ છે કે ડાયાબિટિસના દર્દીઓને નપુંસકતા વહેલી મોડી આવતી જ હોય છે. આટલું ઉંડાણમાં કહેવા નું કારણ એ જ કે મને કોઇ એવી દવા બતાવો કે જેનાથી મારો ડાયબિટિસ કાબુમાં રહે, હાર્ટની તકલીફ ના થાય અને જાતીય જીવન સારી રીતે માણી શકું અત્યારે મને સેક્સમાં કોઇ જ તકલીફ નથી. પરંતું ચેતતો નર સદા સુખી એટલે કોઇ આડઅસર વગરની દવા બતાવવાવિનંતી અને તે અમદાવાદમાં ક્યા મલી શકે તે પણ જણાવજો.

  જવાબ. આપને બે-ત્રણ વાત કહેવા માગીશ. સૌ પ્રથમ તો ડાયાબિટિસને કાબુમાં રાખવો ખુબ જરૂરી છે. નહિતર તે શરીરના તમામ અવયવો ઉપર આડઅસર કરી શકે છે. કાબુમાં રાખવા માત્ર નિયમિત દવા લેવાથી ચાલશે નહી. તે માટે નિયમિત દવા ઉપરાંત દરરોજ અડધોથી પોણો કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે. સાથે ખાવામાં પણ ડોક્ટરની સલાહ મુજબ ચરી પાળવી પડે. અને નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહેવું જોઇએ. જો આમ કરશો તો ડાયાબિટિસ મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ જ નુકશાન નહી કરે. ડાયાબિટિસના દરેક વ્યક્તિને જાતીય જીવનમાં તકલીફ આવતી નથી. પરંતુ જે વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, ઉપરની એક પણ વસ્તુ તરફ બેકાળજી રાખે તેને સો ટકા આજે નહીં તો કાલે જાતીય જીવનમાં તકલીફ આવી શકે છે. હાર્ટએટેક સામાન્ય રીતે હૃદયની લોહીની નળીમાં બ્લોકેજ થવાથી આવતો હોય છે. તે ના થાય તે માટે નિયમિત કસરત, વજનમાં કંટ્રોલ, કોલેસ્ટોરલનું લેવલ નિયત રાખવું જરૂરી છે. આ બધું રોકવા માટે બજારમાં એક નવી દવા આવેલ છે. જેનું નામ PDE-5 છે. આ પાવડરનું પેકેટ સવારે ભુખ્યા પેટે અડધા ગ્લાસ પાણીમાં દરરોજ લેવાનું હોય છે. આ પેકેટ થોડું મોંઘુ આવે છે પરંતુ તેના લીધે ઇન્ટ્રિયમાં લોહીની નળીમાં બ્લોકેજ થતું નથી. જેથી નપુંસકતા આવવાની શક્યતામાં ઘણો ઘટાડો થાય છે. આ ઉંપરાત આ PDE-S પાવડરથી હૃદય અને મગજમાં પણ લોહીની નળી બ્લોક થવાની શક્યતા ઓછી થાય છે. જેથી હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોક થવાની શક્યતા ઘટે છે. આ પાવડર ઓછામાં ઓછો એક વર્ષ સુધી નિયમિત લેવો જોઇએ આની કોઇ જ આડઅસર નથી. આ PDE-5 સેચેટ તમને અમદાવાદની વી.એસ. હોસ્પિટલની સામે આવેલ દવાઓની દુકાનમાંથી મળી શકે છે. તેમજ બીજી મોટી હોસ્પિટલની આસપાસ પણ ઉપલ્બ્ધ હોય છે. સારા તંદુરસ્ત જીવન માટે તમાંકુ, સિગારેટ,બીડી, દારુ, ઇંડા અને માસાહારથી દુર રહેવું જોઇએ.

  એચ.આઇ.વી. ના વાયરસ માત્ર બાહ્ય સપાટી એ સ્પર્શ થવાથી ફેલાતા નથી.

  સમસ્યા. હું અને મારો મિત્ર બંને સાથે હસ્તમૈથુન કરી રહ્યા હતા. મારા મિત્રનું વિર્યસ્ખલન થઇ ગયું અને વીર્ય મારી આંગળી પર આવ્યું. પછી તે વિર્ય મારા શિશ્ન પર ગયું. અત્યારે તે વાતને બે મહિના થઇ ગયા છે. શું તે વીર્યથી એચ.આઇ.વી. થઇ શકે ખરો?

  જવાબ. વિર્યની અંદર એચ.આઇ.વી. ના વાયરસ ચોક્કસ હોય છે. પરંતુ તે માત્ર બાહ્ય સપાટી એ સ્પર્શ થવાથી ફેલાતા નથી. એચ.આઇ.વી. વાયરસ શરીરમાં રહેલ કોઇપણ પ્રવાહીની એકબીજાના શરીરમાં આપલે થવાથી ફેલાય છે. આ સાથે વાયરસ લોડ પણ અગત્યનો ભાગ ભજવે છે. માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે 100% સેફ છો.

  શુક્રપિંડ પુરુષતત્વનો હોર્મોન્સ ટેસ્ટોસ્ટિટોન બનાવે છે

  સમસ્યા. મારી ઉંમર ઓગણીસ વર્ષની છે. મારી તકલીક વિચિત્ર છે. મારે માત્ર એક જ શુક્રપિંડ છે અને બીજુ શુક્રપિંડ ડોક્ટરના કહેવા પ્રમાણે ઉપર પેઢુના ભાગમાં છે. તો શું આવું શક્ય છે? ડોક્ટરની સલાહ ઓપરેશન દ્વારા શુક્રપિંડને નીચે લાવવાની છે. મારે શું કરવું? માગદર્શન આપશો આભાર.

  જવાબ. આપની તકલીફો ડોક્ટરી ભાષામાં ‘અનડિસેન્ડેડ ટેસ્ટિસ’ કહેવાય છે. સામાન્ય રીતે જન્મ સમયે અંડકોષ યાને શુક્રપિંડ પેટની અંદર કિડનીની નજીક હોય છે. ત્યાર બાદ થોડાક સમયમાં તે વૃક્ષણમાં આવી જતા હોય છે. તમારા કિસ્સામાં માત્ર એક જ અંડકોષ વૃક્ષણમાં આવેલ છે. આ ઓપરેશન દ્વારા નીચે લાવવા પડે. પરંતુ તમારી ઉંમર જોતા મોટે ભાગે આ વૃક્ષણ નકામુ થઇ ગયેલ હશે. આ ઓપરેશન જેટલી નાની ઉંમરે કરાવાય તેટલું સારુ શક્ય હોય તેવા કિસ્સામાં આઠ વર્ષ બાદ રાહ ના જોવી જોઇએ. કારણ કે જો શુક્રપિંડ જો લાંબો સમય વૃક્ષણની બહાર રહે તો ગરમીને કારણે તે બરાબર કામ નથી કરતા. આ શુક્રપિંડ પુરુષતત્વનો હોર્મોન્સ ટેસ્ટોસ્ટિટોન બનાવે છે. અને પિતા બનવાના શુક્રાણુ પણ. પરંતુ આપને એક શુક્રપિંડ યોગ્ય જગ્યાએ જ છે. માટે લાંબી ચિંતા કરવા જેવી નથી. પરંતુ ઓપરેશન કરાવવું જરૂરી છે. ઓપરેશન વખતે જો ડોક્ટરને યોગ્ય લાગશે તો આ પેટમાં રહેલા શુક્રપિંડને કદાચ હંમેશા માટે દુર પણ કરી શકે છે. આમ કરવાથી તમારા જાતીય જીવન કે પિતા બનવામાં કોઇ જ તકલીફ નહીં થાય. (હા, પણ તમારુ બીજુ શુક્રાપિંડ બરાબર હોવું જરૂરી છે.)

  વિર્ય સ્ત્રાવ થવાનો અહેસાસ થાય છે પરંતું વિર્ય બહાર દેખાતું નથી

  સમસ્યા. મારી ઉંમર 73 વર્ષની છે. મને બે-ત્રણ માસથી વિર્ય નિકળતું નથી. શિશ્નમાં ઉત્થાન થાય છે. હાઇ બ્લડપ્રેશરની ગોળીઓ ઘણા સમયથી લઉ છું. બે વર્ષ પહેલા માનસિક બિમારી હતી. તેની દવા ત્રણ વર્ષ સુધી લીધી હતી. તો આના માટે યોગ્ય દવા બતાવશો.

  જવાબ. જો સંભોગ વખતે પુરતુ ઉત્થાન આવતું હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તો સ્ખલન બહાર ના થતું હોય તે ઝાઝી ચિંતાનો વિષય નથી. કારણ કે વિર્યનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. અને હું માનું છું કે આપની ઉંમરે હવે આપને વધારે બાળકોની ઇચ્છા નહીં જ હોય. ઘણીવાર અમુક બ્લડપ્રેશરની દવાઓ, માનસિક રોગની દવાઓ તેમજ પ્રોસ્ટેટના ઓપરેશન બાદ ચરમ સીમાનો અનુભવ થાય, વિર્ય સ્ત્રાવ થવાનો અહેસાસ થાય પરંતું વિર્ય બહાર દેખાતું નથી હોતું. આને મેડિકલ ભાષામાં રિટ્રોગ્રેડ ઇજેક્યુલેશન કહેવામાં આવે છે. જેમા સ્ખલન બહાર થવાને બદલે મુત્રાશયમાં જાય છે. અને સંભોગ અથવા હસ્તમૈથુન બાદના પ્રથમ પેશાબમાં વિર્ય પેશાબની સાથે બહાર આવે છે. આમાં કોઇ ચિંતા કરવા જેવું નથી કારણ કે બાળક થતા પછી સેક્સ માત્ર આનંદ માટે કરવામાં આવે છે. અને જો પુરતો આનંદ, ચરમસીમા નો અનુભવ થો હોય તો બીજી વાત ગૌણ છે. આમ પણ ઉંમર વધતા વિર્યનો જથ્થો ઓછો થવા લાગે છે અને આ તકલીફ આપને છેલ્લા બે-ત્રણ મહિનાથી જ છે. માટે આપ સારવારની ઉતાવળ ના કરશો. થોડાક દિવસ રાહ જોવો.

  પાર્ટનરની અદલા-બદલી કરનારાઓને ‘સ્વિંગર્સ’ કે ‘સ્વોપર્સ’ કહેવામાં આવે છે

  સમસ્યા. આપની કોલમ સેક્સ એજયુકેશન અંગેની સારી એવી માહિતી આપે છે. માટે આપને એક પ્રશ્ન પુછવો છે. અમે બે મિત્રો વ્યસસ્થિત ઘરના પરણિત છીએ. દસ-બાર વર્ષના લગ્નજીવન બાદ અમારા બે યુગલ વચ્ચે પાર્ટનર ચેઇન્જની (ક્યારેક) ચાર પાત્ર વચ્ચેની માનસિક તૈયારી છે. ચેઇન્જનો આનંદ લેવા ઉત્સુક છીએ. એઇડ્સ જેવા રોગની ગંભીરતા જાણીએ છીએ. પણ અમે સિક્યોર હોઇ આ અંગે ઇચ્છુક છીએ તો આપની દૃષ્ટિએ આ યોગ્ય છે કે કેમ?

  જવાબ. આપણા સમાજમાં એક મહત્વની જાતીય સમસ્યા લગ્નજીવનમાં લાંબા ગાળે પ્રવર્તતી નીરસતા છે. લગ્નના થોડાક સમયમાં જ એકબીજાથી જાતીય રીતે કંટાળી ગયેલ અનેક યુગલો મેં નિહાળેલા છે. પરિણામે ઘણીવાર કે લગ્નેતર સંબંધો ને જન્મ આપનાર કારણ બને છે. ઘણીવાર આના લીધે પાર્ટનર ચેઇન્જ વગેરે બદીઓ વધતી જાય છે. આ રીતે પાર્ટનરની અદલા-બદલી કરનારાઓને ‘સ્વિંગર્સ’ કે ‘સ્વોપર્સ’ કહેવામાં આવે છે. જે આગળ જતા દામ્પત્યકલહ કુટુંબ-કંકાસ, છૂટાછેડા, માનસિક બિમારી, સમાજમાં બદનામી, જાતિયરોગો, એઇડ્સ વગેરેમાં પલટાઇ શકે છે. એકબીજાની નજરોમાં માન ગુમાવી શકો છો. લોકો જેમ એકના એક સ્વાદથી, કે જીવનના એકના ક નિત્યક્રમથી કંટાળી જાય છે, તે જ રીતે તેમને લાગે છે કે તેઓ એકના એક જાતીય પાર્ટનરથી કંટાળી ગયા છે. લગ્નની શરૂઆતમાં માત્ર સાથીના આંગળી ર્સ્પશથી અનુભવાની ઉતેજના થોડાક વર્ષબાદ સંભોગમાં પણ રોંમાચ નથી લાવતી આ યુગલો જાતીય નિરસતા અનુભવે છે. પરંતુ આમાં થવામાં એક જ સાથી જવાબદાર નથી. વૈવિધ્યતાનો અભાવ જવાબદાર હોય છે. ચોક્કસ બટાકાની સુકી ભાજી સતત સાત દિવસ થાળીમાં પિરસવામાં આવે તો ગમે તેટલી ટેસ્ટી હોવા છતાં તેમા ટેસ્ટ ઓછો થઇ જતો હોય છે. પરંતુ જો આ જ બટાકાને કોઇ દિવસ સુકીભાજી, કોઇ વખત રસાવાળુ કે દમ આલુ બનાવીને પિરસવામાં આવે તો ખાવામાં અને સ્વાદ બન્નેમાં રસ જળવાઇ રહે છે. તે જ રીતે જાતીય જીવનમાં પણ એકની એક રીતે, એકની એક જગ્યાએ, એકના એક સમયે જાતીય જીવન માણવામાં આવે તો થોડાક સમય પછી તેમા નિરસતા આવી જતી હોય છે. અહીંયા જરૂર છે કે જાતીય જીવનમાં જો જગ્યા, આસન, સમયમાં બદલાવ લાવવામાં આવે, એકબીજાની પસંદ-નાપસંદ જાણી તેનો શક્ય હોય તેટલો અમલ કરવામાં આવે તો મઘુરજની ની રાત. જેવો જ આનંદ વર્ષો પછી પણ જળવાઇ રહેતો હોય છે. પાર્ટનર બદલવાની વાત એ આગ સાથે ખેલવા બરાબર છે. ભલેને તમને લાગતું હોય કે તે વ્યક્તિ તંદુરસ્ત છે, મુક્ત છે. પણ કોઇ વ્યક્તિના મોં ઉપરથી ખબર પજતી નથી કે આ વ્યક્તિને એચ.આઇ.વી. કે એઇડ્સની બિમારી છે. વળી આ બિમારી શરીઆતમાં ત્રણ મહિના સુધી વિન્ડો પિરિયડમાં હોય થે તેથી લેબોરેટરી ટેસ્ટિગમાં પણ આ બિમારી વિષે જાણકારી મલતી નથી. માટે જો આપ દામ્પ્તય જીવનમાં આવેલ નિરસતા માટે સાથી બદલવાનો ઉપાય વિચારતા હોવ તો તે યોગ્ય નથી. આ સમસ્યાનો આમ કરવાથી કાયમી ઉકેલ નથી આવતો. આપની દામ્પ્તયશય્યા પર વ્યાપેલી ખામોશી તો એમ જ રડી જાય છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Kam ni vaat, KAM NI VAT, Sexologist, Sexologist in ahmedabad, Sexologist paras shah, Sexologist. કામની વાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन