Home /News /lifestyle /ડોક્ટરે કહ્યું ચમત્કાર: બાળકીનું વજન દૂધીની થેલી કરતા પણ ઓછુ! પ્રેગનન્સીના છઠ્ઠા મહિને થઇ ડિલિવરી, વાંચો કિસ્સો
ડોક્ટરે કહ્યું ચમત્કાર: બાળકીનું વજન દૂધીની થેલી કરતા પણ ઓછુ! પ્રેગનન્સીના છઠ્ઠા મહિને થઇ ડિલિવરી, વાંચો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર.
Premature delivery: પૂણેની એક ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં 24 અઠવાડિયામાં જ એટલે કે છઠ્ઠા મહિને જ એક બાળકીનો જન્મ થયો હતો જેનું વજન 400 ગ્રામ હતુ. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ બાળકી દૂધની થેલી કરતા પણ વજનમાં હલ્કી હતી. આ બાળકીનો જન્મ ગયા વર્ષે 21મેના રોજ થયો હતો.
મુંબઇ: પૂણેમાં એક ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં એક એવી બાળકીનો જન્મ થયો જેનું વજન માત્ર 400 ગ્રામ હતુ, આ બાળકીનું નામ શિવન્યા છે. શિવન્યાનો જન્મ માત્ર 24 અઠવાડિયા એટલે કે 6 મહીનામાં જ થઇ ગયો હતો. જન્મ સમયે શિવન્યાનું વજન દૂધની અડધો લીટર થેલી બરાબર હતુ. આટલા ઓછા વજનને કારણે શિવન્યાને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યુ છે. ડોક્ટર્સે આ વિશે જણાવ્યુ કે શિવન્યાનો જન્મ સમય પહેલા થયો, આમ આને સરળ ભાષામાં કહીએ તો પ્રિમેચ્યોર ડિલિવરી કહેવામાં આવે છે. aajtak અનુસાર આ પ્રીમેચ્યોર ડિલિવરીને કારણે શિવન્યા ભારતમાં જન્મ લેનારી સૌથી નાની બાળકી છે.
આ વિશે ડોક્ટર્સ જણાવે છે કે શિવ્યાને હોસ્પિટલમાંથી રજા મળી ચુકી છે. શિવન્યા એના માતા-પિતાની સાથે વાકડમાં રહે છે અને હવે એ સ્વસ્થ છે. આ સાથે જ ધીરે-ધીરે એનું વજન પણ વધી રહ્યું છે. જો કે આ એક કુદરતનો ચમત્કાર જ કહી શકાય.
શિવન્યાનો જન્મ 21 મે 2022નાં રોજ થયો હતો. પ્રીમેચ્યોર ડિલિવરી કારણે શિવન્યાને 94 દિવસ માટે ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. ત્યારબાદ 23 ઓગસ્ટ 2022નાં રોજ આ બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે શિવન્યાને જ્યારે હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે એનું વજન 2,130 ગ્રામ એટલે કે 2 કિલો 13 ગ્રામ હતુ. ડોક્ટર્સે આ વિશે વધુમાં જણાવ્યુ હતુ કે આ રીતના બાળકોની જીવવાની સંભાવના 0.5 ટકાથી પણ ઓછી હોય છે. જે બાળકોનો જન્મ પ્રેગનન્સીના 37 થી 40 અઠવાડિય પછી થાય છે એમનું વજન ઓછામાં ઓછુ 2,500 ગ્રામ એટલે કે 2.5 કિલો સુધી હોય છે.
આ વિશે શિવન્યાના પિતાએ જણાવ્યુ હતુ કે, હવે એ બીજા બાળકોની જેમ હેલ્ધી છે અને એનું વજન 4.5 કિલો થઇ ગયુ છે. આ સાથે જ એ ખાવાનું પણ સારુ ખાય છે.
પૂણે સ્થિત સૂર્યા મઘર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલના ચીફ નોનટોલોજિસ્ટ ડોક્ટર સચિન શાહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ હતુ કે, પ્રેગનન્સી પિરીયડ્સ અને જન્મના સમયને જોડઇ છીએ તો શિવન્યા ઘણી નાની છે. ડોક્ટરે વધુમાં એ પણ જણાવ્યુ કે, જે રીતે શિવન્યાની પ્રીમેચ્યોર ડિલિવરી થઇ ગઇ છે અને એ એકદમ સ્વસ્થ છે. આ ભારતનો પહેલો કેસ ચે. સામાન્ય રીતે સમય કરતા વહેલાં જન્મેલા બાળકોના જીવવાના ચાન્સિસ બહુ ઓછા હોય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર