આ શાકાહરી ફૂડમાં મળે છે નોનવેજ કરતા પણ વધુ પ્રોટીન, તમારા ડાયટમાં કરો સામેલ
આ શાકાહરી ફૂડમાં મળે છે નોનવેજ કરતા પણ વધુ પ્રોટીન, તમારા ડાયટમાં કરો સામેલ
પ્રતીકાત્મક તસવીર
Protein rich foods: દરેક પ્રકારની દાળમાં હાઈ પ્રોટીન રહેલું છે. દાળનું નિયમિત સેવન કરવાથી પ્રોટીન મેળવી શકાય છે. FDA અનુસાર 100 ગ્રામ પકવેલ દાળમાં 9.02 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે.
નવી દિલ્હી: નોન વેજિટેરિયન લોકોને પ્રોટીન (Protein) યુક્ત ભોજનનો વિકલ્પ સરળતાથી મળી રહે છે. શાકાહારી (Vegetarian) લોકો પાસે પ્રોટીન (Protein)ની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા વિકલ્પ નથી. નિષ્ણાતો અનુસાર દરેક વ્યક્તિને શરીરના વજન અનુસાર પ્રતિ પાઉન્ડ 0.5 ગ્રામ પ્રોટીનની આવશ્યકતા રહે છે. વ્યક્તિએ એક દિવસમાં 50 થી 60 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ. પનીર, દહીં અને દૂધને શાકાહારી (Vegetarian) લોકો માટે પ્રોટીનનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એવી શાકાહારી વાનગીઓ છે કે શરીરમાં પ્રોટીન પૂરું પાડે કરે છે. અહીંયા પ્રોટીનયુક્ત શાકાહારી ભોજનની જાણકારી આપવામાં આવી છે.
દાળનું સેવન
દરેક પ્રકારની દાળમાં હાઈ પ્રોટીન રહેલું છે. દાળનું નિયમિત સેવન કરવાથી પ્રોટીન મેળવી શકાય છે. FDA અનુસાર 100 ગ્રામ પકવેલ દાળમાં 9.02 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. આ કારણોસર શાકાહારી (Vegetarian) લોકોએ તેમની આહારપ્રણાલી (Diet)માં દાળને જરૂરથી સામેલ કરવી જોઈએ.
કાબૂલી ચણા હાઈ પ્રોટીનનો સોર્સ છે. ભારતમાં અનેક પ્રકારે કાબૂલી ચણાની વાનગી છોલે બનાવવામાં આવે છે. કાબૂલી ચણામાં પ્રોટીનની સાથે કૉપ્લૈક્સ કાર્બ્સ, ફાઈબર, આયર્ન, ફોલેટ, પોટેશિયમ જેવા પોષકતત્વ રહેલા છે. કાબૂલી ચણામાં 8.86 ગ્રામ પ્રોટીન રહેલું છે.
લીલા વટાણા હાઈ પ્રોટીન ફૂડ શરીરમાં તમામ પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરે છે. લીલા વટાણામાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, થાયમિન, ફોલેટ જેવા પોષકતત્વ રહેલા છે. 100 ગ્રામ લીલા વટાણામાં 4.71 ગ્રામ પ્રોટીન રહેલું છે.
ટોફૂ એક વેજિટેરિયન પ્રોટીનયુક્ત ફૂડ છે. આ પનીર જેવું જ દેખાય છે અને કોઈપણ પ્રકારનો ફ્લેવર શોષી શકે છે. તેમાં પ્રોટીનની સાથે સાથે કૈલ્શિયમ અને આયર્ન રહેલા છે. 100 ગ્રામ ટોફૂમાં 9.41 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આ બાબતની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા નિષ્ણાતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર