Home /News /lifestyle /ગરમીમાં સ્કિનને પરસેવો અને તડકાથી બચાવો: આ રીતે ચણાના લોટમાંથી ફેસ પેક બનાવો અને લગાવો
ગરમીમાં સ્કિનને પરસેવો અને તડકાથી બચાવો: આ રીતે ચણાના લોટમાંથી ફેસ પેક બનાવો અને લગાવો
પરસેવાથી સ્કિન ખરાબ થાય છે.
Summer skin care: ગરમીમાં સ્કિનના પ્રોબ્લેમ્સ વધારે થાય છે. આ સિઝનમાં ખાસ કરીને પરસેવો વઘારે થાય છે જેના કારણે સ્કિન ડેમેજ થાય છે અને સાથે કાળી પડે છે. આમ, તમે આ ઘરેલું પેક લગાવો છો તો સ્કિન જરા પણ કાળી પડશે નહીં.
Summer skin care tips: ગરમીમાં સ્કિનને પરસેવાથી બચાવવી ખૂબ જરૂરી છે. ગરમીમાં પરસેવાને કારણે સ્કિન ડેમેજ જલદી થઇ જાય છે. આ માટે કેટલાક ઘરેલું ઉપાયો એવા હોય છે જેની મદદથી તમે સ્કિનને ડેમેજ થતી બચાવી શકો છો. આમ વાત કરવામાં આવે તો ગરમીમાં પરસેવો વઘારે થાય છે જેના કારણે સ્કિનને ખરાબ અસર થાય છે. આ પરસેવાથી તમે સ્કિનને બચાવતા નથી તો ખંજવાળ જેવી અનેક સમસ્યાઓ વઘારે રહે છે. આમ, તમે પરસેવાથી સ્કિનને સારી રાખવા માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટથી સ્કિનને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી.
ચણાનો લોટ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે બે ચમચી ચણાનો લોટ, એક ચમચી મલાઇ, અડધી ચમચી હળદર, એક ચમચી મુલતાની માટી લો. આ બધી જ વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરી દો. તમે પેક વઘારે ડ્રાય લાગે તો તમે થોડુ ગુલાબ જળ એડ કરી શકો છો.
આ પેકના ફાયદા
આ પેક લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી સ્કિનને અંદરથી ક્લિન કરે છે અને સાથે-સાથે પરસેવાથી ખરાબ થતી બચાવે છે. આ પેક તમે રેગ્યુલર ગરમીમાં લગાવો છો તો સ્કિન ઓઇલ ફ્રી રહે છે. ચણાના લોટમાં અનેક ગુણો હોય છે જે તમારી સ્કિનને ડેમેજ થતી બચાવે છે. આ સાથે જ હળદર તમારી સ્કિનને પૂરતું પોષણ આપે છે.
આ પેકમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ થાય છે એ સ્કિન માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે. આ પેક ગરમીમાં દરેક લોકોએ અઠવાડિયામાં બે વાર લગાવવો જોઇએ. આ પેક લગાવવાથી સ્કિન મસ્ત થાય છે અને સાથે પરસેવાની ખરાબ અસર સ્કિન પર થતી નથી.
દરેક સ્કિન ટોનના લોકો લગાવી શકે
આ પેક દરેક સ્કિન ટોનના લોકો લગાવી શકે છે. આમ, તમારી સ્કિન ઓઇલી વધારે રહે છે તો તમે મલાઇની જગ્યાએ ગુલાબ જળનો ઉપયોગ વધારે કરો. આ તમારા માટે બેસ્ટ રહેશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આઘારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર