Home /News /lifestyle /Propose Day: ગુજરાતની આ રોમેન્ટિક જગ્યાઓ પર પાર્ટનરને કરો પ્રપોઝ, દિવસ બની જશે યાદગાર
Propose Day: ગુજરાતની આ રોમેન્ટિક જગ્યાઓ પર પાર્ટનરને કરો પ્રપોઝ, દિવસ બની જશે યાદગાર
ડેકોરેશન પણ કરાવી શકો છો.
propose day 2023: કાલે પ્રપોઝ ડે..આ દિવસે તમે પણ કોઇ મસ્ત જગ્યા પર પ્રપોઝ કરવા ઇચ્છો છો તો ગુજરાતની આ રોમેન્ટિક જગ્યાઓ બેસ્ટ છે. ગુજરાતની આ જગ્યાઓ તમારા દિવસને યાદગાર બનાવશે અને સાથે તમને સ્પેશયલ ફિલ પણ કરાવશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે 8 ફેબ્રુઆરી. આ દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. આમ, તમને કોઇ વ્યક્તિ બહુ ગમે છે તો તમે આ દિવસે એને પ્રપોઝ કરીને યાદગાર બનાવી શકો છો. પ્રપોઝ કરવાની પણ અલગ-અલગ રીત હોય છે. આજકાલ લોકો અનેક પ્રકારના આઇડિયાથી સામેની વ્યક્તિ પ્રપોઝ કરીને ફિદા કરતા હોય છે. લવ બર્ડ્સ માટે આ દિવસ ખાસ છે. આમ, જો તમે પણ કંઇક સ્પેશયલ અંદાજમાં રોમેન્ટિક જગ્યા પર પ્રપોઝ કરવા ઇચ્છો તો આ પ્લેસ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો નજર કરી લો ગુજરાતની આ જગ્યાઓ પર..
તમે કોઇ વ્યક્તિને સ્પેશયલ અંદાજમાં પ્રપોઝ કરવા ઇચ્છો છો તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ છે. અમદાવાદમાં આવેલા કોઇ સારા ગાર્ડનમાં તેમજ કેફેમાં તમે પ્રપોઝ કરી શકો છો. આ માટે તમે તમારા આઇડિયાથી ડેકોરેટ પણ કરાવી શકો છો.
દીવ
દીવ પણ પ્રપોઝ કરવા માટેની એક બેસ્ટ જગ્યા છે. તમે ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો દીવ બેસ્ટ ઓપ્શન છે. અહીંયા મસ્ત દરિયો જે તમને કંઇક અલગ જ ફિલ કરાવે છે. તમે અહીંયા અનેક રાઇડ્સનો આનંદ લઇને પણ આ દિવસને યાદગાર બનાવી શકો છો. આ એક એવી જગ્યા છે જ્યાં તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે. અહીંની ફોટોગ્રાફી તમારી જીવનની મસ્ત ક્ષણો કેપ્ચર કરીને મેમોરેબલ બનાવી દે છે.
શિવરાજપુર બીચ પણ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તમે ક્યાંક દૂર જવા ઇચ્છો છો તો આ મસ્ત જગ્યા છે. અહીંયા જવા માટે તમને દ્રારકાથી અનેક પ્રકારના ઓપ્શન મળે છે. શિવરાજપુર બીચમાં તમે પાણીમાં મસ્તી-મસ્તી કરતા પ્રપોઝ કરો છો તો તમારી પર સામેની વ્યક્તિ ફિદા થઇ જાય છે.
ગુજરાતના સારા રિસોર્ટ
ગુજરાતમાં અનેક પ્રકારના મસ્ત રિસોર્ટ આવેલા છે. આ રિસોર્ટમાં તમે સવારથી લઇને રાત સુધીનું કોઇ સારું પેકેજ પણ લઇ શકો છો. આ રિસોર્ટમાં તમે અલગ-અલગ ટાઇપનું એરેજમેન્ટ પણ કરી શકો છો. આ સાથે જ તમે સ્વિમિંગ પુલમાં પણ મજા માણી શકો છો. તમે ડાન્સ પાર્ટી પણ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર