Home /News /lifestyle /

Propose Day: તમારા પાર્ટનર સામે પ્રેમનો એકરાર કરવા માટે અજમાવો આ ટીપ્સ

Propose Day: તમારા પાર્ટનર સામે પ્રેમનો એકરાર કરવા માટે અજમાવો આ ટીપ્સ

હેપી પ્રપોઝ ડે

Happy Propose Day 2022: જો તમે પણ કોઇને તમારું દિલ આપી બેઠા છો અને તમારા પ્રેમનો એકરાર કરવા ખાસ આઇડિયા વિશે વિચારી રહ્યા છો તો તમે અહીં આપેલી અમુક ટીપ્સ (Proposal Tips) અજમાવી શકો છો અને તમારા ક્રશને પ્રપોઝ કરી તેનું દિલ જીતી શકો છો.

વધુ જુઓ ...
    પ્રેમના તહેવાર એટલે કે વેલેન્ટાઇન વીક (Valentine Week) ની શરૂઆત થઇ ચૂકી છે. ગઇ કાલે રોઝ ડે (Rose Day) બાદ આજે બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે (Propose Day) છે. આ દિવસે છોકરો કે છોકરી પોતાના પાર્ટનર સામે તેના દિલની વાત કહે છે. આ જ દિવસે સંબંધનું ભવિષ્ય નક્કી થાય છે. જો પ્રપોઝલ એક્સેપ્ટ થાય છે તો વાત આગળ વધે છે નહીં તો ખતમ. જો તમે પણ કોઇને તમારું દિલ આપી બેઠા છો અને તમારા પ્રેમનો એકરાર કરવા ખાસ આઇડિયા વિશે વિચારી રહ્યા છો તો તમે અહીં આપેલી અમુક ટીપ્સ (Proposal Tips) અજમાવી શકો છો અને તમારા ક્રશને પ્રપોઝ કરી તેનું દિલ જીતી શકો છો.

    કેન્ડલ લાઇટ ડીનર

    કેન્ડલ લાઇટ ડીનરનો કોન્સેપ્ટ રોમાન્સ માટે ખૂબ પ્રચલિત છે. તેથી તમે પણ તમારા ક્રશને પ્રપોઝ કરવા માટે આ ક્લાસિક અને પરફેક્ટ આઇડિયા અજમાવી રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડીનર પર લઇ જઇ શકો છો. રેસ્ટોરન્ટમાં ટેબલ બૂક કરી સ્ટાફને કહીને તમે કેન્ડલની સજાવટ કરાવી શકો છો.

    આ પણ વાંચો-Viral: પ્રિયજનો મૃત્યુ પામે તો સ્ત્રીઓ કાપી નાખે છે પોતાની આંગળીઓ! અનોખી જનજાતિની ખૂબ વિચિત્ર માન્યતા

    દિવસભર રહો સાથે

    કોઇ પણ સંબંધમાં એકબીજાને સમય આપવો સૌથી વધુ જરૂરી છે. તેથી તમારા પ્રેમનો એકરાર કરવા માટે પાર્ટનર સાથે વધુમાં વધુ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો. તમે સાથે કસરત કરી શકો છો કે સ્વીમિંગ ક્લબ જઇ શકો છો. આ દરમિયાન સ્પેશલ મૂમેન્ટ વચ્ચે તમે તેને પ્રપોઝ કરી શકો છો.

    કપલ રિંગ સાથે પ્રપોઝલ

    જો તમે તમારા પ્રેમની કમિટમેન્ટ માટે કપલ રિંગ ખરીદો છો, તો તે તમારા પ્રપોઝલને વધુ ખાસ બનાવી શકે છે. તમારા પાર્ટનરને લાંબી વોક પર લઈ જાઓ અને અચાનક સામે રિંગ મૂકી અને તમારી લાગણીઓ વ્યક્ત કરી પ્રપોઝ કરી શકો છો.

    સનસેટ સાથે કરો પ્રપોઝ

    કહેવાય છે કે સનસેટનો સમય સૌથી રોમેન્ટિક હોય છે. એવામાં જો તમે કોઇ પહાડ, બીચ કે ખાસ સનસેટ પોઇન્ટ પર તમારા ક્રશને પ્રપોઝ કરો છો, તો તે તમારી આ ખાસ ક્ષણને વધુ રોમેન્ટિક બનાવી દેશે.

    આ પણ વાંચો-Weight loss: આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

    શો ઓફ ન કરશો

    ધ્યાન રાખો કે પ્રેમમાં શો ઓફ કે અહંકારને કોઈ સ્થાન નથી હોતું. જેટલી નમ્રતાથી તમે તમારા ક્રશને પ્રપોઝ કરો છો અને તેને સ્પેશ્યલ ફીલ કરાવો છો, તેની પાસે ના કહેવાનું કોઈ કારણ નહીં રહે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Propose day 2022, Valentine day 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन