સાથીને સ્પેસ આપવાથી વધે છે પ્રેમ, જાણો પ્રાઈવસીનું મહત્વ
સાથીને સ્પેસ આપવાથી વધે છે પ્રેમ, જાણો પ્રાઈવસીનું મહત્વ
બ્રિટેનના પોર્ટસમાઉથ યુનિવર્સિટીમાં થયેલા એક સર્વે મુજબ જુઠું બોલવાના મામલે મહિલા કરતા પુરુષો વધુ સારા હોય છે. તેમની પાસે જુઠું બોલવાની મહારત હોય છે. અને તે બીજા કોઇની આગળ જુઠું બોલવાના બદલે પરિવાર, મિત્રો, પાર્ટનર અને સહયોગીઓથી વધુ જુઠું બોલે છે.
જો તમારો સાથી તમને કંઈપણ કહેવા નથી માંગતો, તો તમારે આ વર્તણૂક સ્વીકારવાની અને સમજવી પડશે.
પ્રેમાળ સંબંધમાં વાતચીતની એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેટલું વધારે તમે તમારા વિચારો સાથી સાથે શેર કરો છો, તેટલું વધુ તમે તેને સમજી શકશો અને તમારા સંબંધમાં નજીક આવશો. પરંતુ સંબંધોમાં થોડું અંતર અને પ્રાઈવસી પણ જરૂરી હોય છે. દરેક સંબંધ અનુસાર પ્રાઈવસીનો અર્થ અલગ અલગ હોય છે. ક્યારેક લોકો પ્રેમમાં હોય છે, તો કેટલીક વાર એવી કેટલીક બાબતો સાથી સાથે શેયર કરવામાં અસહજતા અનુભવાય છે. સાથીની આ વર્તણૂકને લઈને ઘણાં લોકોના મનમાં આ વાત બેસી જાય છે કે સાથી તેમની પર વિશ્વાસ નથી કરતા અથવા તેમની વચ્ચેનો પ્રેમ નથી રહ્યો. જો તમારો સાથી તમને કંઈ પણ કહેવા નથી માંગતા, તો તમારે આ વર્તણૂક ને સ્વીકારવાની અને સમજવાની જરૂર છે.
જો તમે ઈચ્છો છો કે તમારા સંબંધમાં ક્યારેય કોઈ તકલીફ ન આવે, તો પહેલેથી જ આ મુદ્દે તમારા સાથી સાથે વાતચીત કરી લો અને તેમને સારી રીતે જણાવી દો કે તમારા માટે પર્સનલ સ્પેસ અને પ્રાઈવસીનું શું મહત્વ છે. વિશ્વાસ કોઈ પણ સંબંધનો પાયો હોય છે. તમારો સાથી સંબંધને લઈને કમિટેડ છે અને તમે તેમની પર વિશ્વાસ કરી શકતા હોવ તો આ બાબત સંબંધમાં સ્થિરતા અને મજબૂતી લઈને આવશે અને તમારા જીવનસાથીની પ્રાઈવસી સાથે કોઇ સમસ્યા નહીં આવે.
જ્યારે લોકો તેમના સાથીની પસંદગી કરે છે તો પોતાની લાઈફનો લાંબા સમય ગાળવાનો નિર્ણય કરે છે. પરંતુ આ માટે, તે જરૂરી નથી કે દિવસભરમાં જે કંઈ પણ થાય તે સાથી સામે જઈને બોલવા લાગે.
જો કોઈ ખાસ વિષય પર ચર્ચામાં તમારો સાથી અસહજ થઈ જાય તો કારણ વગર તે મુદ્દાને ન ઉખાડશો. આમ કરવાથી તમારી પરસ્પર સમજ વધશે અને એકબીજા પ્રત્યે સન્માન પણ વધુ જળવાશે.
સંબાંધોમાં સાથીને સ્પેસ આપવાથી પ્રેમ વધે છે, પ્રાઈવસીનું મહત્વ જાણવું ખૂબ જ જરૂરી છે. તેથી જો તમારો સાથી તમને કંઈપણ કહેવા નથી માંગતો, તો તમારે આ વર્તણૂક સ્વીકારવાની અને સમજવી પડશે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર