Home /News /lifestyle /બાળકોને પેટમાં કૃમિ થયા છે? તો આ ઘરેલું ઉપાયોથી છૂટકારો મેળવો, જોઇ લો VIDEO

બાળકોને પેટમાં કૃમિ થયા છે? તો આ ઘરેલું ઉપાયોથી છૂટકારો મેળવો, જોઇ લો VIDEO

તુલસી પેટમાં કૃમિ દૂર કરે છે

Child health care tips: બાળકોનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. ખાસ કરીને બાળકને સૌથી મોટી તકલીફ પેટમાં કૃમિ પડવાની થતી હોય છે. બાળકોને પેટમાં કૃમિ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ કૃમિને તમે આ ઘરેલું ઉપાયોથી સરળતાથી દૂર કરી શકો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોની આદતોથી લઇને હેલ્થ પર પેરેન્ટ્સે અનેક બાબતોનું ધ્યાન આપવું જોઇએ. નાની-નાની તકલીફો બાળકોને અને પેરેન્ટ્સને અનેક રીતે હેરાન કરી શકે છે. ખાસ કરીને બાળકોના હેલ્થને લઇને એક સમસ્યા એ છે કે પેટમાં કૃમિ થવા. પેટમાં કૃમિ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વાર નબળી ઇમ્યુનિટી સિસ્ટ પણ એક કારણ હોઇ શકે છે. આ કૃમિ બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પાડી શકે છે. આ માટે જ્યારે બાળકોને કૃમિ થાય ત્યારે આ બાબત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

    આ પણ વાંચો: કાબુલી ચણા ખાવાથી હેલ્થને થાય છે આ ફાયદાઓ

    આ નુસ્ખાઓની જાણકારી ડો. દિક્ષા ભાવસારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શેર કરી છે. સામાન્ય રીતે આ ડોક્ટર એમના ફેન્સ માટે હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓને શેર કરતા રહે છે. તો જાણો તમે પણ આ નુસ્ખાઓ વિશે.

    આ છે લક્ષણો



    • સ્વભાવ ચીડિયો થવો

    • પેટમાં દુખાવો થાય

    • ખંજવાળ આવવી

    • તાવ આવવો

    • સુકી ખાંસી આવવી

    • થાક લાગવો

    • એનિમિયા

    • વજન ઘટવું


    જાણો ઉપાયો વિશે


    બાળકોના શરીરમાંથી કૃમિને બહાર કાઢવા માટે કિચનમાં રહેલા મસાલા સૌથી બેસ્ટ છે. આ મસાલામાં કાળા મરી, હિંગ, તુલસી, આદુ અને હળદરનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો:શિયાળામાં મહિલાઓ આ વસ્તુઓ ખાવાનું ટાળો

    કાળા મરી


    કાળા મરી પેટના કૃમિને બહાર નિકાળે છે અને સાથે ડાઇજેસ્ટિવ સિસ્ટમને સારું કરવાનું કામ કરે છે. આ માટે રાત્રે સુતા પહેલા એક ચપટી કાળા મરી પાવડરમાં અડધી ચમચી મધ નાંખીને મિક્સ કરીને બાળકને ચટાડી દો.

    હિંગ


    હિંગ ગેસ, સોજો, આંતરડામાં કૃમિ અને પેટ ફૂલવા સહિત પેટની સમસ્યાઓ માટે એક જૂની દવા છે. આમાં રહેલું એન્ટી સ્પસ્મોડિક અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. આ માટે તમે શાક અને દાળમાં અડધી ચમચી હિંગ નાંખીને બાળકને ખવડાવો. આ સાથે જ તમે નાભિમાં પણ હિંગ લગાવી શકો છો.



    તુલસી


    તુલસીમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ આંતરડાના કૃમિમાંથી છૂટકારો અપાવે છે. તુલસીમાં વિટામીન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન હોય છે જે બાળકોની હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તુલસીના રસ મિક્સરમાં કાઢી લો અને એમાં અડઘી ચમચી મધ અને એક ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરીને સવારના સમયમાં આપો. આમ કરવાથી કૃમિ નિકળી જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Children, Health care, Life style

    विज्ञापन
    विज्ञापन