Home /News /lifestyle /

Pregnancy planning: મહિલો થઈ જાય સતર્ક, વર્ષના આ 3 મહિનામાં પ્રેગનેન્ટ થવું સૌથી વધુ ખતરનાક

Pregnancy planning: મહિલો થઈ જાય સતર્ક, વર્ષના આ 3 મહિનામાં પ્રેગનેન્ટ થવું સૌથી વધુ ખતરનાક

પ્રતિકાત્મક તસવીર

pregnancy tips: અમેરિકન સંશોધકોની એક ટીમે આઠ વર્ષ લાંબા અભ્યાસ દરમિયાન 6000 મહિલાઓની ગર્ભાવસ્થા પર રિસર્ચ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.

  આપણે માનીએ છીએ કે પ્રેગનેન્સી (Pregnancy) એક સામાન્ય પ્રક્રિયા છે અને તેને સમય-સંજોગ-ઋતુ સાથે કોઈ સબંધ નથી પરંતુ, તાજેતરના એક અભ્યાસમાં (study) એ વાત સામે આવી છે કે ઉનાળામાં ગર્ભવતી મહિલાઓમાં પ્રેગનેન્સીનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકન સંશોધકોની એક ટીમે આઠ વર્ષ લાંબા અભ્યાસ દરમિયાન 6000 મહિલાઓની ગર્ભાવસ્થા પર રિસર્ચ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.

  અભ્યાસમાં શું આવ્યું સામે?
  અભ્યાસ દરમિયાન જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પ્રેગનેન્સીમાં મિસકેરેજનો દર સૌથી વધુ જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનામાં મિસકેરેજનો દર ફેબ્રુઆરીની સરખામણીમાં 44 ટકા વધુ જોવા મળ્યો હતો. સગર્ભા સ્ત્રીઓમાં મિસકેરેજના મોટાભાગના કેસો ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા પૂરા થયા પહેલા જ જોવા મળ્યા હતા. આ દરમિયાન ગર્ભનું કદ રાસબરી જેવું જ હોય છે.

  શું કહે છે સંશોધકો
  નિષ્ણાતો માને છે કે, મિસકેરેજનું મુખ્ય કારણ ગરમ હવામાન અને લાઈફસ્ટાઈલ એટલે કે તમારી જીવનશૈલી હોઈ શકે છે. પરંતુ તેના અંગે ઉંડું રિસર્ચ જરૂરી છે.

  બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર ડૉ. એમેલિયા વેસેલિંકે જણાવ્યું હતું કે "અભ્યાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે ઉનાળાની ઋતુમાં વહેલા મિસકેરેજનું જોખમ સૌથી વધુ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરમીને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સમય પહેલા બાળકનો જન્મ, બાળકનું ઓછું વજન અને ખાસ કરીને ગર્ભમાં બાળકનું મૃત્યુ જેવી અન્ય સમસ્યા પણ સર્જાય છે.

  સંશોધકોએ મિસકેરેજ અંગેની માહિતી આપનાર મહિલાઓના સર્વેક્ષણના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં મહિલાઓએ તેમને ક્યારે મિસકેરેજ થયું હતુ અને તેમની ડિલિવરી માટે કેટલો સમય બાકી હતો તે સહિતની જાણકારી આપી હતી. સંશોધકોએ સંશોધનમાં પ્રેગ્નન્સી પ્લાન કરનાર મહિલાઓને પણ સામેલ કરી હતી. આ સગર્ભા મહિલાઓની ડિલિવરી સુધી દેખરેખ રાખવામાં આવી હતી.

  આ સંશોધનના પરિણામો જર્નલ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થાના કોઈપણ સપ્તાહ દરમિયાન મિસકેરેજનું જોખમ ફેબ્રુઆરીના અંતની સરખામણીએ ઓગસ્ટના અંતમાં 31 ટકા વધારે હતું.

  નિષ્ણાતે જણાવ્યું હતું કે, ખૂબ જ ગરમીવાળા સ્થળોએ રહેતી મહિલાઓમાં મિસકેરેજનું જોખમ ઘણું વધારે જોવા મળ્યું હતું. જોકે નિષ્ણાતો હજુ સુધી ખાતરી નથી કે ગરમી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે કે નહિ? પરંતુ તેમનું માનવું છે કે ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓમાં પાણીની અછતને કારણે પસેસેન્ટાના વિકાસ પર ખરાબ અસર પડે છે. ઉપરાંત ગર્ભાશયમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે અન્ય ઋતુઓની તુલનામાં ઉનાળામાં ગર્ભપાતનું જોખમ ઘણું વધારે હોય છે.

  આ પણ વાંચોઃ-શું ડાયાબિટીસના દર્દી જિમમાં એક્સરસાઇઝ કરી શકે? ડોક્ટરની સલાહ

  કેમ અને ક્યારે થાય છે મિસકેરેજ?
  ગર્ભાવસ્થાના પ્રથમ 23 અઠવાડિયા દરમિયાન મિસકેરેજ થાય છે. મિસકેરેજના સામાન્ય લક્ષણોમાં યોનિમાંથી રક્તસ્રાવ, પેટના નીચેના ભાગમાં ખેંચાણ અથવા દુ:ખાવાનો સમાવેશ થાય છે. ઘણા કિસ્સાઓમાં સ્ત્રીઓને ખબર પણ હોતી નથી કે તેઓ ગર્ભવતી છે અને તેમને મિસકેરેજ થઈ ગયું છે.

  આ પણ વાંચોઃ-કોરોનાની મગજ પર ગંભીર અસર થાય છે? શું કહે છે ડોક્ટર્સ

  સતત ત્રણ કરતાં વધુ કસુવાવડ એટલેકે મિસકેરેજને અસામાન્ય ગણવામાં આવે છે અને લગભગ 1% સ્ત્રીઓને આ તકલીફ હોય છે. ડોક્ટરોનું માનવું છે કે, મોટાભાગે મિસકેરેજ બાળકમાં અસામાન્ય રંગસૂત્રો (Crosmons)ને કારણે થાય છે.

  અહી ઉલ્લેખનિય છે કે, મિસકેરેજ અટકાવી શકાતું નથી પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગનો ઉપયોગ ટાળવાથી જોખમ ઘટાડી શકાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Health Tips, Lifestyle tips, Pregnancy, Pregnant woman

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन