Home /News /lifestyle /Skin During Pregnancy: પ્રેગનન્સીમાં આ 4 રીતે સ્કિનમાં થાય છે મોટા ફેરફારો, 90 ટકા સ્ત્રીઓ જાણતી નથી
Skin During Pregnancy: પ્રેગનન્સીમાં આ 4 રીતે સ્કિનમાં થાય છે મોટા ફેરફારો, 90 ટકા સ્ત્રીઓ જાણતી નથી
પ્રેગનન્સીમાં સ્કિનમાં આ ફેરફાર થાય છે
Skin during pregnancy: કોઇ પણ સ્ત્રી જ્યારે પ્રેગનન્ટ થાય ત્યારે ખાસ કરીને એનો ચહેરો આખો જ ખુશીથી બદલાઇ જાય છે. આ સમયમાં સ્ત્રીઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. આ સમય ગાળામાં હેલ્થ તેમજ સ્કિનમાં પણ અનેક ફેરફાર આવતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગર્ભાવસ્થામાં દરેક સ્ત્રી માટે એક ખાસ પિરીયડ બની રહે છે. પ્રેગનન્સીમાં માતાએ ગર્ભમાં રહેલા બાળકનું અને સાથે પોતાનું ધ્યાન અનેક રીતે રાખવાનું હોય છે. પ્રેગનન્સીના સમયમાં મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થતા હોય છે. આ સફર મહિલાઓ માટે નવ મહિનાની હોય છે. આમ, કેટલાક બદલાવો પ્રસવ પછી પૂરા થઇ જાય છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે પ્રેગનન્સીના સમયમાં મહિલાઓની સ્કિનમાં પણ ફેરફાર આવે છે. આ સ્કિન ફેરફારમાં મહિલાઓને ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. તો જાણો કયા ફેરફાર થાય છે..
ઘણી ગર્ભવતી મહિલાઓને પેટ પર એક લાંબી ભૂરા રંગની લાઇન બની જાય છે જેને લિનિયા નાઇગ્રાના રૂપમાં જાણવામાં આવે છે. આ બ્લેક રેખા હોર્મોનલ પરિવર્તનને કારણે બને છે. આ રીતની રેખા જાંઘ પર જોવા મળી શકે છે. આ ગર્ભાવસ્થાનો એક સ્વાભાવિક હિસ્સો છે જેમાં ચિંતા કરવા જેવું કંઇ છે. ડિલિવરી પછી આ લાઇન આછી થવા લાગે છે.
સ્કિન ટેગ્સ
ગર્ભાવસ્થા દરમિયાન નાના, ઢીલા અને હાનિરહિત ત્વચા ટેગનો વિકાસ થવો એ પણ સામાન્ય બાબત છે. આ ટેગ ખાસ કરીને મહિલાઓને ડાબી બાજુ અને સ્તનની નીચે જોવા મળે છે. જો કે તમે આને રોકી શકતા નથી. એસ્ટ્રોજન અને પ્રોઝેસ્ટેરોનના સ્તરમાં વૃદ્ધિ થવાને કારણે આ વધારે બીજા અને ત્રીજા મહિના દરમિયાન દેખાય છે. આ પરિસ્થિતિમાં તમે ગર્ભાવસ્થા પછી ડોક્ટરની સલાહ લઇને આ સરળતાથી દૂર કરી શકો છો.
સ્ટ્રેચ માર્ક્સ અથવા ડિસ્ટેન્સ એક સામાન્ય પરિવર્તન છે જે ગર્ભાવસ્થા દરમિયાન થાય છે. બાળક ગર્ભમાં મોટુ થાય એ માટે ગર્ભાશયનો વિસ્તાર હોય છે અને આની સાથે જ પેટની માંસપેશિઓમાં ખેંચાણ આવે છે. સ્તન, નિતંબ જેવા ક્ષેત્રોમાં આ વધારે થાય છે. પ્રસવ પછી આ સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. તમે આ નિશાનને લઇને ચિંતામાં છો તો તમે સ્કિનના ડોક્ટરની સલાહ લઇ શકો છો.
ખીલ થવા
બ્લેકહેડ્સથી લઇને વ્હાઇટહેડ્સ સુધી, ગર્ભાવસ્થામાં હોર્મોનલ બદલાવને કારણે ખીલ થઇ શકે છે. આ એક્ને સામાન્ય લોકો કરતા અલગ હોય છે જે ટીનએજ દરમિયાન થાય છે. ઘણાં લોકોને આ સમય ગાળા દરમિયાન બહુ મોટા અને પરુવાળા ખીલ પણ થતા હોય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર