Home /News /lifestyle /ગર્ભમાં બાળક પહેલી વાર આ અઠવાડિયામાં મારે છે પેટમાં કિક, બીજી આ મુમેન્ટ્સ માતા માટે હોય છે ખાસ

ગર્ભમાં બાળક પહેલી વાર આ અઠવાડિયામાં મારે છે પેટમાં કિક, બીજી આ મુમેન્ટ્સ માતા માટે હોય છે ખાસ

આ સમયે બાળક પેટમાં મારે છે કિક

First Baby Kick In Pregnancy: દરેક સ્ત્રી માટે પ્રેગનન્સી કન્સિવ થવી એ આનંદદાયક વાત છે. આ પળ દરેક સ્ત્રી માટે ખાસ બની રહે છે. જ્યારે માતા પ્રેગનન્ટ થાય ત્યારે ગર્ભમાં રહેલા બાળકનો અનેક રીતે ખ્યાલ રાખતી હોય છે. ગર્ભમાં રહેલું બાળક મુમેન્ટ કરે ત્યારની ફિલિંગ કંઇક અલગ જ હોય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માતા બનવું એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. આ સુખદ અવરસની રાહ દરેક સ્ત્રીને હોય છે. આમ, જો વાત કરીએ તો અનેક સ્ત્રીઓને પ્રેગનન્સી કન્સિવ થવામાં બહુ વાર લાગે છે. પ્રેગનન્સી કન્સિવ ના થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજની આ બદલાતી લાઇફ સ્ટાઇલ પણ પ્રેગનન્સી કન્સિવ ના પાછળ જવાબદાર હોય છે. આમ, જ્યારે કોઇ સ્ત્રી પ્રેગનન્ટ થાય ત્યારે આ સમય સ્ત્રી માટે બહુ નાજુક હોય છે. આ સમય એવો છે જેમાં સ્ત્રીએ પોતાની કેર અને ગર્ભમાં રહેલા બાળકની કેર કરવી ખૂબ જરૂરી છે. ગર્ભમાં રહેલું બાળક અનેક રીતે સુરક્ષિત હોય છે.

    આ પણ વાંચો: આ ટિપ્સથી 50 ટકા જેટલું લાઇટ બીલ ઓછુ થઇ જશે

    આ સાથે જ ગર્ભમાં રહેલું બાળક કિક પણ મારતું હોય છે. બાળક જ્યારે ગર્ભમાં કિક મારે ત્યારની ફિલિંગ કંઇક અલગ જ હોય છે. પરંતુ શું તમે જાણો છો આખરે પ્રેગનન્સીમાં કયા મહિનામાં બાળક કિક મારવાનું શરૂ કરે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ...

    જાણો શું હોય છે ક્વિકનિંગ


    ક્વિકનિંગ એક એવો શબ્દ છે જેને દરેક લોકો જાણતા હોય છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો બાળક જ્યારે પેટમાં લાત મારે એને કિક કહેવામાં આવે છે. પ્રેગનન્ટ મહિલાને સૌથી પહેલા આ અનુભવ 20 થી 22 અઠવાડિયામાં થાય છે. આમ, જ્યારે મહિલા બીજી વાર પ્રેગનન્ટ થાય છે ત્યારે ક્વિકનિંગનો અનુભવ 16 થી 18 મહિનામાં થવા લાગે છે. પ્રેગનન્સીના સાતમાં અને આઠમાં મહિનામાં થવા લાગે છે. આમ, પ્રેગનન્સીના 36-37 મહિનામાં બાળકનું વજન, ગર્ભાશયની અંદર ઓછી જગ્યા થવાને કારણે હલનચલન ઓછી થઇ જાય છે.

    આ પણ વાંચો: આ વસ્તુઓ રાત્રે ખાવાથી વધી જાય છે યુરિક એસિડ

    આ સાથે જ પ્રેગનન્સીમાં બાળકોની મુમેન્ટનું કારણ અલગ-અલગ હોઇ શકે છે. કહેવાય છે કે ગર્ભમાં બાળકોને સાંધા સ્ટ્રેચ થવા, હેડકી આવવી, આંખોની પાંપણ હલવી, કિક મારવી જેવી અનેક મુવમેન્ટ કરે છે.



    આ સાથે જ પ્રેગનન્ટ મહિલાઓનું કહેવું છે કે, ગર્ભમાં રાત્રીના સમયે બાળકની મુમેન્ટ વઘારે થાય છે. જો કે આ વાત ચિંતાનો વિષય છે. આ સાથે જ કેટલાક બાળકો રાત્રીના સમયે વધારે કિક મારે છે તો કેટલાક બાળકો દિવસે વધારે કિકિંગ કરતા હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन