Home /News /lifestyle /Health Special: ગર્ભાવસ્થા દરમ્યાન થતી બહુ મોટી સમસ્યાનું નિરાકરણ, ઘરે બેઠા કરી શકો છો ઈલાજ, કોઈ ખર્ચ નથી

Health Special: ગર્ભાવસ્થા દરમ્યાન થતી બહુ મોટી સમસ્યાનું નિરાકરણ, ઘરે બેઠા કરી શકો છો ઈલાજ, કોઈ ખર્ચ નથી

આ સમયે પોતાની કેર કરવી ખૂબ જરૂરી છે.

PREGNANCY TIPS: ગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી અને બાળકને જન્મ આપ્યા બાદ પણ નાની મોટી સમસ્યાઓ આવવી સામાન્ય બાબત છે. આ તમામ સમસ્યાઓમાં સર્વસામાન્ય સમસ્યા છે એસિડીટી અથવા એસિડ રિફ્લક્સ.

Dr. Anu Joseph
Senior consultant
OBG and Fetal medicine
MaaKauvery, A Unit of Kauvery hospital
Electronic City, Bengaluru

ગર્ભાવસ્થા કોઈપણ સ્ત્રીના જીવનનો ખૂબ ખાસ સમય હોય છે. આ દરમ્યાન શરીરમાં ઘણાબધા ફેરફારો આવતા હોય છે. આ સાથે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો સ્ત્રીઓએ કરવો પડતો હોય છે. આજે કદાચ કોઈ મહિલા એમ કહે કે તેને ગર્ભાવસ્થાના 9 મહિના દરમ્યાન ઉબકો, ઉલટી, હાથ પગમાં સોજા, એસિડીટી, દુખાવા અને અનિદ્રા જેવી કોઈ સમસ્યા નથી થઈ, તો કદાચ માનવામાં જ ન આવે. પણ જો ખરેખર આવું હોત તો કદાચ સ્ક્રીઓના જીંદગી ખૂબ સરળ થઈ જતી.

ગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી અને બાળકને જન્મ આપ્યા બાદ પણ નાની મોટી સમસ્યાઓ આવવી સામાન્ય બાબત છે. આ તમામ સમસ્યાઓમાં સર્વસામાન્ય સમસ્યા છે એસિડીટી અથવા એસિડ રિફ્લક્સ. ગર્ભાવસ્થા દરમ્યાન પેટના એસિડના વધુ ઉત્પાદનને કારણે અથવા વધતા બાળકના વજનને કારણે પીઠના દબાણમાં વધારો થવાને કારણે આનો અનુભવ થાય છે. એસિડ સિફ્લક્સમાં સૌથી સામાન્ય ફરિયાદોમાં પેટ ભરેલું લાગવું, છાતીમાં બળતરા થવા, ઓડકાર આવવા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સમસ્યાઓ કંઈક ખાવાના તરત બાદ જોવા મળે છે. કેટલીક વાર ખાલી પેટ હોવા છતાં પણ આ સમસ્યાઓ જોવા મળે છે.

તમે લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા ફેરફારો કરી એસિડ રિફ્લક્સની તીવ્રતા અને ગંભીરતાને ઘટાડવા માટે પ્રયત્ન કરી શકો છો.

ખાવાની ટેવમાં કરો સુધારો:

- સૌથી સામાન્ય સલાહ એ છે કે આવા સમયે મસાલેદાર અને વધારે પડતા તેલયુક્ત ખોરાક ઓછો ખાવો.
- વારંવાર અને થોડા પ્રમાણમાં ખાવાથી આ સમસ્યામાં રાહત મળે છે. તે માત્ર કહેવત છે કે, તમે ગર્ભવતી છો તો તમારે વધારે ખાવાની જરૂર છે. તમારે માત્ર તમારી દૈનિક જરૂરિયાતને આધારે ભોજન કરવું જોઈએ.
- કેફીનયુક્ત પીણાંનો વપરાશ ઓછો કરો.
- રાત્રે ભોજન અને ઊંઘ વચ્ચે 1-3 કલાકનો ગેપ રાખો.

આ પણ વાંચો: ગામડાના ખેડૂતનો ખર્ચો ઘટાડી દે એવો જાદુ! જમીનમાં કેળાં સાથે ઈંડા દાટીને કર્યો ચમત્કાર

તમારા પોશ્ચરમાં સુધારો કરો

- જમની વખતે ટટ્ટાર બેસો
- સૂતી વખતે તમારું માથું સહેજ ઉંચુ રાખો.



આ ટેવ પાડો

- દિવસે ઓછામાં ઓછું 3 લીટર અથવા તેનાથી વધુ પાણી પીવો
- ભોજન બાદ ઓછામાં ઓછા 15 મિનિટ વોક કરો
- ધુમ્રપાન ન કરો
- દારૂનું સેવન ન કરો
- જાતે કોઈપણ દવા લેશો નહીં

જો આ ઘરેલુ ઉપાયો નિયમિત રીતે કરવા છતાં તમને કોઈ રાહત નથી થતી અને તમે વધુ તીવ્ર લક્ષણો જેવા કે ઉલટી, પેટમાં દુખાવો અને વજન ઘટવા જેવી સમસ્યાઓ અનુભવો છો, તો તમારે તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટરની સલાહ પ્રમાણે તમે દવા લઈ શકો છો.
First published:

Tags: Health Tips, Pregnancy, Pregnant woman