Home /News /lifestyle /આ 5 સંકેતો તમને આપે છે પ્રિ-ડાયાબિટીકના સંકેતો, જલદી કરો આ કામ, નહીં તો..
આ 5 સંકેતો તમને આપે છે પ્રિ-ડાયાબિટીકના સંકેતો, જલદી કરો આ કામ, નહીં તો..
તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
Prediabetes symptoms: આજનાં આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ તમારા બોડીમાં અનેક અંગોને ડેમેજ કરી શકે છે. આમ, પ્રિ-ડાયાબેટીકના લક્ષણોને તમે ભૂલથી પણ ઇગ્નોર કરશો નહીં. જાણો આ વિશે વધુમાં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક ખતરનાક બીમારી બનતી રહે છે. દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. ડાયાબિટીસને કારણે કિડની, લિવર, હાર્ટ તેમજ આંખોને લગતી તકલીફો થવાનું જોખમ વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર 42.2 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. આમાં લગભગ 15 લાખ લોકોના મોત દર વર્ષે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ કારણે થાય છે. જો કે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ભારતમાં સૌથી વધારે લગભગ 8 કરડોથી પણ વઘારે લોકો ડાયાબિટીસથી પીડિત છે અને વર્ષ 2045 સુધી ભારતમાં 13.5 કરોડ લોકોને ડાયાબિટીસનો ખતરો છે.
ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાન-પાનને કારણે ડાયાબિટીસની ઝપેટમાં જલદી આવો છો. એવા ઘણાં બધા કારણો છે જે તમને ડાયાબિટીસ હોવાના સંકેત આપે છે. તો આ રીતે જાણો પ્રિ-ડાયાબેટિક સ્ટેજ અને આદતો વિશે જે તમને ઝડપથી ડાયાબિટીસનો શિકાર બનાવે છે.
માયો ક્લિનિક અનુસાર જ્યારે કોઇ વ્યક્તિને વધારે પાણીની તરસ લાગે છે તો એનો મતલબ છે કે લોહીમાં સુગરની માત્રા થોડી વધી ગઇ છે. એટલે કે પ્રી ડાયાબિટીસનો સંકેત હોઇ શકે છે. આ સ્થિતિમાં તપાસ કરાવો કે વઘારે તરસ કેમ લાગે છે.
વારંવાર પેશાબ જવું
પ્રી-ડાયાબેટીક સ્ટેજમાં વારંવાર પેશાબ જવું પડે છે. લોહીમાં સુગરની માત્રા વઘારે હોવાથી કિડનીનું ફંક્શન ધીમુ પડી જાય છે અને વારંવાર પેશાબ કરવા માટે જવું પડે છે.
ભૂખ વધારે લાગવી
પ્રી-ડાયાબેટિક સ્ટેજમાં વ્યક્તિને ભૂખ વધારે લાગે છે. જો કે આ પાછળ બીજા અનેક કારણો પણ હોઇ શકે છે. આ માટે બ્લડ સુગર ટેસ્ટ કરાવો. ખાલી પેટે બ્લડ સુગર 100થી વધારે છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
કામ કર્યા પછી થાક લાગવો એ સ્વભાવિક વાત છે. પરંતુ સામાન્ય કરતા વધારે થાક લાગવો એ પ્રી-ડાયાબિટીસના લક્ષણો હોઇ શકે છે. આ માટે ડોક્ટર પાસેથી એ જાણો કરો કે ક્યાંક તમને ડાયાબિટીસ તો નથી ને..
ધુંધળુ દેખાવવુ
ડાયાબિટીસની અસર આંખો પર પણ પડે છે. તમને થોડુ પણ ધૂંઘળુ દેખાવા લાગે છે તો તરત જ તપાસ કરાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર