Home /News /lifestyle /

Holi 2022: હોળી પર અસ્થમાના દર્દીઓ આટલું ધ્યાન રાખે, આ તૈયારી દ્વારા મળી શકે છે રાહત

Holi 2022: હોળી પર અસ્થમાના દર્દીઓ આટલું ધ્યાન રાખે, આ તૈયારી દ્વારા મળી શકે છે રાહત

અસ્થમાનાં દર્દીઓ હોળીનાં તહેવારમાં રાખે આટલું ધ્યાન

Holi 2022: જો તમે ગુલાલથી હોળી રમો તો તેમાં કોમિકલ હોતા નથી પણ જો તમે રંગોનો ઉપયોગ કરો છો તો, રંગોમાં રહેલા ટોક્સિક તત્ત્વો તમારા મોં, નાક, કાન વગેરેમાં જવાનો ખતરો રહે છે. આવામાં ખાસ કરીને અસ્થમા (asthma) થી પીડિત લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

વધુ જુઓ ...
  હોળી (Holi 2022) એ નાના બાળકોથી લઈને મોટા સુધી તમામનો પ્રિય તહેવાર કહી શકાય. હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. દરેક વ્યક્તિને એકબીજા પર રંગો ઉડાડવાનુ અને પાણીથી હાળી રમવાનુ ખૂબ ગમતું હોય છે. આવુ કરવાથી હોળી (Holi 2022) ના આનંદની ઉજવણી પણ અનેક ગણી વધી જતી હોય છે. જો કે, મોજ મસ્તી અને આનંદની સાથે હોળીને કારણે કેટલાક લોકોને કેટલીક સ્વાસ્થ સંબંધીત સમસ્યાઓ પણ સતાવતી હોય છે. જો તમે ગુલાલથી હોળી રમો તો તેમાં કોમિકલ હોતા નથી પણ જો તમે રંગોનો ઉપયોગ કરો છો તો, રંગોમાં રહેલા ટોક્સિક તત્ત્વો તમારા મોં, નાક, કાન વગેરેમાં જવાનો ખતરો રહે છે. આવામાં ખાસ કરીને અસ્થમા (asthma) થી પીડિત લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આના કારણે તેમના શ્વાસ લેવામાં પણ તલીફ પડવા લાગતી હોય છે. આજના આર્ટિકલમાં અમે હોળી પર અસ્થમાના દર્દીઓને (tips for asthma patients) ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

  1. ફેસમાસ્ક અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો


  અસ્થમાથી પીડાતા દર્દીઓએ હોળી રમતી વખતે તેમના ચહેરાને માસ્ક અથવા સ્કાર્ફ વડે કવર કરવો જોઈએ. અહીં એ બાબતનુ ધ્યાન રાખવું કે તમારું નાક અને મોંઢુ કવર થઈ જાય અને સાથે જ તેમાં સરળતાથી શ્વાસ પણ લઈ શકાય. આવું કરવાથી રંગના બારીક કણો તમારા શ્વાસમાં જશે નહી અને તમે અસ્થમા અટેકથી બચી શકશો. જો સામાન્ય વ્યક્તિ પણ આવુ કરે છે તો રંગોને કારણે થતી એલર્જી થતી પણ અટકાવી શકાય છે. સાથે જ હાલના કોરોના સમયગાળામાં માસ્ક પહેરવું વધુ હિતાવહ જ ગણી શકાય.

  આ પણ વાંચો-તમારા રસોડમાં હાજર આ 4 વસ્તુઓ ખરતા વાળની સમસ્યા કરશે દૂર, નહીં ખરચવા પડે ખોટાં રૂપિયા

  2. ધુમાડા અને પ્રદૂષણના સંપર્કથી બચો


  જો તમને અસ્થેમેટીક (asthmatic) છો અને તાજેતરમાં જ તમને અસ્થમા અટેક આવ્યો છે તો તમારે વધુ કાળઝી લેવાની જરૂર છે. તમારે માસ્ક તો અચૂક પહેરવું સાથે જ રંગના બારીક કણોથી બચવા માટે ઘરના બારી બારણા બંધ રાખવા જોઈએ. આ સાથે જ પ્રદૂષણથી અને ધૂમાડાથી બચવા માટે તમે એર પ્યૂરિફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી ઘરનુ વાતાવરણ પ્રદૂષણ મુક્ત રહેશે અને તમે અસ્થમા અટેકની શક્યતાને પણ ઘટાડી શકશો. આ સાથે જ હોલીકા દહન (Holi dehen) વખતે ઘરની બહાર જવાનુ ટાળો.

  3. રંગો વડે રમાવાનુ ટાળો


  કેમિકલયુક્ત રંગોથી હોળી રમવામાં આવે તો અસ્થમા દર્દીને અસ્થમા અટેકનો ખતરો વધી જાય છે. લોકો રંગો હવામાં છૂટા ઉછાળતા હોય છે, જે શ્વાસના રોગોથી પીડિત દર્દીઓ માટે સમસ્યા બની શકે છે. રંગોમાં રહેલા કેમિકલ્સ નાકની મદદથી શરીરમાં પ્રવેશી જાય છે. આવું ન થાય તે માટે સમયાંતરે નાક સાફ કરવું જોઈએ. આ સાથે જ કેમિકલ રંગોના સ્થાને હર્બલ રંગો, ગુલાબ પાઉડર, બીટરૂટ પાવડર, ગુલાલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. કૃત્રિમ રંગોને બદલે કુદરતી અને ઓર્ગેનિક રંગોથી હોળી રમવાનો પ્રયાસ કરો.  આ પણ વાંચો-દલિયા Vs ચોખાની ખીચડી: જાણો બંનેમાંથી કઇ ખીચડી છે સૌથી વધુ ફાયદાકારક

  4. ઈન્હેલર હાથવગું રાખો


  હોળી પર કોઈને કોઈ કારણોથી અસ્થમા અટેકનો ખતરો વધી જાય છે એવામાં કોઈ અનિચ્છનિય ઘટનાથી બચવા દર્દીએ ઈન્હેલર પોતાની પાસે જ રાખવું. આ સાથે જ વાયુ પ્રદૂષણ, ધુમાડો, સુગંધ અને એલર્જન જેવા અસ્થમા ટ્રિગરથી દૂર રહો. જો તમે હોળી રમવાનું ટાળી શકતા નથી, તો ઓછામાં ઓછું તમે તમારા ઇન્હેલરને તમારી સાથે રાખો અને અગાઉથી કોઈપણ પરિસ્થિતી માટે તૈયાર રહો.

  5. નિયમિત કસરત


  દરરોજ શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી તમને આદર્શ વજન જાળવવામાં મદદ મળશે. નિયંત્રિત વજનને કારણે લાંબા ગાળામાં અસ્થમાના લક્ષણોમાં ઘટાડો થશે. નિયમિત કસરત તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તમને શરદી અને ફ્લૂનો સામનો કરવામાં મદદ કરશે. અસ્થમાના દર્દીઓએ ઇન્ડોર વર્કઆઉટ શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, હવામાં પ્રદૂષણનુ પ્રમાણ વધુ હોયત્યારે ખાસ ધ્યાન રાખવું.

  6. આલ્કોહોલનુ સેવ ન કરો


  કેટલાક લોકો આલ્કોહોલિક ડ્રિન્ક (alcoholic drinks) સાથે હોળીની ઉજવણી કરતા હોય છે. જો કે અસ્થમાના દર્દીઓએ આલ્કોહોલિક પીણાં લેવાનું ટાળવું જોઈએ. વધુ આલ્કોહોલ અસ્થમા એટેકને નોતરી શકે છે. રેડ વાઇન, વ્હાઇટ વાઇન, સાઇડર અને બીયર જેવા આલ્કોહોલિક ડ્રિન્ક અસ્થમાના લક્ષણોને ટ્રિગર કરવાની વધુ શક્યતા ધરાવે છે. તમે આ હાનિકારક ડ્રિન્કને બદલે ફ્રેશ ફ્રૂટ જ્યુસનુ સેવન કરી શકો છો. આ સાથે જ તમે થંડાઈ પણ ખાઈ શકો છો.

  7. સમયસર દવા લો


  તમારી અસ્થમાની દવાઓ સમયસર લેવી જરૂરી છે, આનાથી તમારા લક્ષણો કાબૂમાં રહેશે અને અટેકનો ખતરો ઘટી જશે. ભલે તમને અસ્થમા અટેકના કોઈ લક્ષણો ન દેખાય તે છતા તમારે આ દવાઓ દરરોજ લેવી જોઈએ. આ તમારી સ્થિતિને નિયંત્રિત રાખવામાં મદદ કરશે અને હોળી રમતી વખતે અસ્થમા અટેક થતો અટકાવશે.

  8. વિટામિન D થી ભરપૂર ખોરાક


  નિયમિત પૌષ્ટિક અને સંતુલિત આહાર લો જે શરીરમાં કોઈ પોષક તત્ત્વોની ઉણપ ન થવા દે અને તમને યોગ્ય રીતે શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. સાથે જ અસ્થમાના લક્ષણો પણ ઘટાડી શકાય. ફોર્ટિફાઇડ દૂધ, નારંગીનો રસ અને ઇંડા જેવા વિટામિન ડી-યુક્ત ખોરાક લેવાથી અસ્થમામાં રાહત મળે છે. અસ્થમામાં તંદુરસ્ત સંતુલિત આહાર મહત્વપૂર્ણ છે. તેથી વિટામિન A, B અને E યુક્ત ખોરાક લેવાનો પ્રયાસ કરો.

  9. સૂર્યપ્રકાશમાં નીકળો


  અસ્થમાના દર્દીઓ માટે સૂર્યપ્રકાશમાં બેસવું મહત્વપૂર્ણ છે. 20-30 મિનિટ સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં રહેવાથી અસ્થમાના લક્ષણોને ઘટાડી શકાય છે. સાથે જ તમારા ફેફસાં પર કોઈપણ એલર્જનની અસર પણ ઘટે છે. જો કે લાંબા સમય સુધી તડકામાં બેસવુ નહી.
  First published:

  Tags: Asthma, Asthma patients, Health care, Health Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन