કાચા બટાકાનું ફેશિયલ આપશે 3000 રૂપિયાનાં ફેશિયલ કરતાં વધુ ગ્લો

કાચા બટાકાનું ફેશિયલ આપશે સુંદર ચમકતી ત્વચા

તમારે અચાનક જ કોઇ પાર્ટીમાં જવાનું થાય તો જો તમે ત્રણ ચાર કલાક પહેલાં આ ઉપાય અજમાવી જોશો તો પણ તમારા ચહેરા પર ચમક જોવા મળશે. અને આ માટે તમારે એકપણ રૂપિયાનો વધારાનો ખર્ચો નહીં કરવો પડે.

  • Share this:
    લાઇફસ્ટાઇલ ડેસ્ક: જો ઘરમાં કોઇ નિકટનાં લગ્ન હોય કે પછી તમારા પોતાનાં લગ્ન ટૂંક સમયમાં હોય તો તમે બજારમાં મોંઘા મોંઘા ફેશિયલ ટ્રાય કરવાની જગ્યાએ ઘરે જ કાચા બટાકાનું ફેશિયલ ટ્રાય કરો. ચહેરા પર કોઇ મોંઘાદાટ ફેશિયલ કરાવ્યું હોય તેવો નિખાર આવશે ઉપરાંત તે કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહીં કરે. એટલું જ નહીં આ ફેશિયલ તમારે ઘરમાં જ કોઇપણ પ્રકારનાં વધારાનાં ખર્ચા વગર જ થઇ જશે.

    આ માટે આપને શેની શેની જરૂ પડશે તે નોંધી લો.
    સામગ્રી
    2 કાચા બટાકા
    1 ચમચી ગુલાબજળ
    1 ચમચી ચોખાનો લોટ
    1 ચમચી એલોવેરા જેલ
    1 ચમચી ચંદનનો પાવડર

    ક્લિઝિંગ- બટાકાની છાલ કાઢી તેને બરાબર છીણી લો.પછી તેને ગરણીથી એક વાટકીમાં તેનો રસ ગાળી લો તેમાં 1 ચમચી ગુલાબ જળ મિક્સ કરો. અને રૂની મદદથી આ મિશ્રણથી તમારો ચહેરો ક્લિન કરો.

    આ પણ વાંચો-કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    સક્રબિંગ- હવે એક વાટકીમાં બે ચમચી ચોખાનો લોટ લો અને તેમાં બે ચમચી બટાકાનો રસ મેળવો.. આ મિશ્રણને ચહેરા પર રગળો અને સ્ક્રબ કરો. અને ચહેરો સાદા પાણીથી ધોઇ લો.

    મસાજ ક્રીમ- એલોવેરા જેલમાં બટેકાનો રસ મિક્સ કરો. આ મિશ્રણથી 5-7 મિનિટ સુધી ચહેરા અને ગરદનનાં ભાગ પર મસાજ કરો. બાદમાં ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો

    ફેસ પેક- એક વાટકીમાં કાચા બટાકાની પેસ્ટ, કાચુ દૂધ અને ચંદન પાવડર ઉમેરીને મિશ્રણ બનાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને બાદમાં તે સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ નાંખો. બાદમાં ચહેરા પર તમારું રૂટીન મોઇશ્ચ્યુરાઇઝર ક્રીમ લગાવી લો.

    આનાંથી તમને ઇન્સ્ટંટ ગ્લો મળશે. એટલું જ નહીં જો તમારે અચાનક જ કોઇ પાર્ટીમાં જવાનું થાય તો જો તમે ત્રણ ચાર કલાક પહેલાં આ ઉપાય અજમાવી જોશો તો પણ તમારા ચહેરા પર ચમક જોવા મળશે. અને આ માટે તમારે એકપણ રૂપિયાનો વધારાનો ખર્ચો નહીં કરવો પડે.
    Published by:Margi Pandya
    First published: