Home /News /lifestyle /

Potato Beauty Tips: બટાકામાં છુપાયા છે સુંદરતાના રાઝ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Potato Beauty Tips: બટાકામાં છુપાયા છે સુંદરતાના રાઝ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

બટાકામાં છુપાયા છે સુંદરતાના રાઝ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

જો તમારા ચહેરા પર દાગ ધબ્બા દેખાવા લાગ્યા છે અને ચહેરા પર એજિંગ (વૃદ્ધત્વ) ના લક્ષણો દેખાવા લાગ્યા હોય તો બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે. બટાકાની મદદથી તમે તમારી સ્કીનને ડાઘ રહિત અને યુવાન રાખી શકો છો. ચાલો જાણીએ કે બટાકાનો ઉપયોગ ત્વચાની સંભાળમાં (Skin Care) કેવી રીતે કરી શકાય છે.

વધુ જુઓ ...
    સ્કીન કેર (Skin Care Tips) માટે આપણે ઘણી પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવીએ છીએ. અને જો આપણે ત્વચાની સુંદરતાની વાત કરીએ તો તેમાં બટાકાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. અને બટાકા સામાન્ય રીતે ભારતીય ઘરોમાં સરળતાથી જોવા મળે જ છે.

    સ્કીન કેરમાં પણ બટાકાનો ઉપયોગ કરી શકીએ છીએ. બટાકાનાના રસથી જો ચહેરા પર મસાજ કરવામાં આવે તો ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે. આટલું જ નહીં, જો આપણે બટાકાના રસમાં ઈંડાની સફેદી મિક્સ કરીને ચહેરા પર લગાવીએ તો ત્વચાના છિદ્રો સારા થાય છે અને તમે યુવાન દેખાશો. આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

    આ પણ વાંચો: Dust allergy symptoms: ડસ્ટ એલર્જી થવા પર દેખાય છે આ 8 લક્ષણો, એક્સપર્ટથી જાણો બચવાના ઉપાયો

    જો તમારા ચહેરા પર દાગ ધબ્બા દેખાવા લાગ્યા છે અને ચહેરા પર એજિંગ (વૃદ્ધત્વ) ના લક્ષણો દેખાવા લાગ્યા હોય તો બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે. બટાકાની મદદથી તમે તમારી સ્કીનને ડાઘ રહિત અને યુવાન રાખી શકો છો. ચાલો જાણીએ કે બટાકાનો ઉપયોગ ત્વચાની સંભાળમાં (Skin Care) કેવી રીતે કરી શકાય છે.ફ્રીકલ્સ દૂર કરો

    જો તમારા ચહેરા પર ફ્રીકલ્સના નિશાનો દેખાવા લાગ્યા છે અને તે કાળા ડાઘનું સ્વરૂપ લઈ રહ્યા છે, તો તેને હળવા કરવા માટે, તમારે બટાકાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર રાખવો જોઈએ. આનાથી, હઠીલા ફ્રીકલ્સ તો દૂર થશે જ, સાથે જ ડાર્ક સ્પોટ્સ પણ હળવા થવા લાગશે.

    કરચલીઓ એટલે કે ફાઈન લાઈન્સ એ વૃદ્ધત્વની નિશાની છે. જો કે તેને દૂર કરવા માટે પાર્લરમાં ઘણી મોંઘી ટ્રીટમેન્ટ થતી હોય છે, પરંતુ આ મોંઘી ટ્રીટમેન્ટ દરેકના બજેટમાં હોતી નથી. આવી સ્થિતિમાં, ફાઇન લાઇન્સને દૂર રાખવા માટે, દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર બટાકાનો રસ લગાવો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

    આ પણ વાંચો: જાણો બાળકોને શા માટે થાય છે કબજિયાત? ડાયટમાં આ 4 વસ્તુ શામેલ કરીને દૂર કરો આ સમસ્યા

    બટેટા અને લીંબુનો રસ


    એક બાઉલમાં સરખા પ્રમાણમાં બટેટા લો અને તેનો રસ અને લીંબુનો રસ કાઢીને તેને મિક્સ કરો અને તેને કોટનની મદદથી સ્કીન પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા માટે શ્રેષ્ઠ વિટામિન્સમાંનું એક માનવામાં આવે છે. તમે તેને અઠવાડિયામાં 3 વખત ચહેરા પર લગાવી શકો છો.

    બટાકાનો રસ અને મુલતાની મિટ્ટી ફેસ માસ્ક


    મુલતાની માટી અને બટાકાના રસમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. સુકાયા બાદ ચહેરાનેણ સારી રીતે સાફ કરી લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે. જો તમે પિમ્પલ્સથી પરેશાન છો, તો તમે એક ચપટી હળદર ઉમેરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

    ટોનર તરીકે બટાકાનો રસ


    એક મધ્યમ કદના બટેટૂ લો અને તેનો રસ કાઢો. હવે તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી રાખો. તમે બટાકાના રસનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો. તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો, પરંતુ તેને 2 થી 3 દિવસથી વધુ સમય માટે સ્ટોર કરશો નહીં.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Beauty, Lifestyle

    આગામી સમાચાર