Home /News /lifestyle /

Belly Fat: આ કારણોસર નથી ઘટી રહી તમારા પેટની ચરબી, આજે જ બદલો આવી આદતો

Belly Fat: આ કારણોસર નથી ઘટી રહી તમારા પેટની ચરબી, આજે જ બદલો આવી આદતો

આ સાત બાબતોનું ધ્યાન રાખવાથી ઉતરી જશે પેટની ચરબી. પ્રતિકાત્મક તસવીર

Belly Fat: આજકાલ મોટા ભાગના લોકો વધેલા પેટના કારણે પરેશાન છે. પેટને ઘટાડવા માટે લોકો અનેક ઉપાયો અજમાવે છે. પરંતુ તમામ ઉપાયો કરવા છતાં પેટની ચરબી (Belly Fat) ઘટતી નથી.

Belly Fat: આજકાલ મોટા ભાગના લોકો વધેલા પેટના કારણે પરેશાન છે. પેટને ઘટાડવા માટે લોકો અનેક ઉપાયો અજમાવે છે. પરંતુ તમામ ઉપાયો કરવા છતાં પેટની ચરબી (Belly Fat) ઘટતી નથી. પેટની વધેલી ચરબી અનેક ગંભીર બીમારોઓ (Health Problem)ને નોતરે છે. જેમાં હ્યદય સંબંધિત બીમારીઓ, ટાઇપ-2 ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને કેન્સર થવાની પણ સંભાવના વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમામ પ્રયત્નો કરવા છતાં આખરે તમારા પેટની ચરબી (Causes of Belly Fat) કેમ ઘટતી નથી. આવો જાણીએ તેના કારણો વિશે...

આલ્કોહોલનું વધુ પડતું સેવન

તમે વિચારી પણ ન શકો તેટલી વધુ ઝડપથી આલ્કોહોલની કેલેરી તમારું વજન વધારે છે. 12 ઔંશ રેગ્યુલર બીયરમાં 153 કેલેરી હોય છે. આલ્કોહોલની કેલેરીને બાદ માટે સ્ટોર કરી શકાતી નથી, તેથી શરીરના મેટાબોલિઝમને સૌથી પહેલા આલ્કોહોલ પર ફોકસ કરવું પડે છે. તેનાથી ફેટ બર્નની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે અને વધુ બેલી ફેટ બર્ન થઇ શકતું નથી. દારૂ આંતરડાઓમાં ફેટ એક્યુમૂલેશન અને એક હાઈ બોડી માસ ઇન્ડેક્સને જન્મ આપી શકે છે. જો તમે પેટની ચરબી ઘટાડવા માંગો છો અને તમે આલ્કોહોલનું પણ સેવન કરો છો તો તમારે ચેતી જવું જોઇએ અથવા તો ધીમે-ધીમે આલ્કોહોલનું સેવન બંધ કરવું જોઇએ.

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) અનુસાર, મહિલાઓએ દરરોજ માત્ર 1 ડ્રિંક પીવી જોઇએ, જ્યારે પુરૂષોએ દરરોજ 2 ડ્રિંક પીવી જોઈએ અથવા તો બિલકુલ નહીં. આલ્કોહોલને બદલે પાણી પીવું વધું હિતાવહ છે. જે તમને હાઇડ્રેટ રાખશે.

ટ્રાન્સફેટ છે અનહેલ્થી

શરીર માટે ફેટ મહત્વનું છે. પરંતુ તેનાથી પણ મહત્વની વાત તે કે તમારા શરીર માટે ક્યું ફેટ યોગ્ય છે. દા.ત. ટ્રાન્સફેટ સૌથી અનહેલ્થી ફેટમાંથી એક છે. જે ન માત્ર ચરબી વધારે છે, પરંતુ તમારા સંપૂર્ણ શરીરના વજનને પણ વધારે છે. આ સિવાય તે તમને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, કેન્સર તરફ પણ દોરી જાય છે. ટ્રાન્સફેટ પેકેજ્ડ પ્રોડક્સમાં વધું મળે છે.

આ પણ વાંચો: યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સોઓ વધ્યા, જીમ અને ડાયટિંગ છતાં શા માટે વધી રહ્યા છે કેસ?

તેથી પેટની ચરબી ઘટાડવા માટે તમારે તેવા ફૂડ્સમાં ઘટાડો કરવો જોઇએ. જેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ હોય છે. તેના કરતા હેલ્ધી પ્રોડક્ટ્સ અને વસ્તુઓ જેવી કે ફળ, લીલા શાકભાજીના સેવન પર ધ્યાન આપવું જોઇએ. જેવા તમને ભરપૂર પોષક તત્વો પણ મળી રહેશે.

માસિક આવવા બંધ થવા

વધતી ઉંમરની સાથે શરીરમાં મેટાબોલિક રેટ પણ ઘટવા લાગે છે. જેના કારણે શરીર સરખી રીતે કામ કરી શકતું નથી. મોટા ભાગની મહિલાઓમાં માસિક ધર્મ બંધ થયા બાદ તેમના પેટ પર ચરબી વધવાની શરૂ થઇ જાય છે. હકીકતમાં માસિક ધર્મ બંધ થવાથી હોર્મોનમાં ઘણા પરીવર્તન આવે છે. જેના કારણે મહિલાઓનું વજન વધવા લોગે છે. જેની અસર સૌથી વધુ તેમના પેટ પર પડે છે.

બેઠાડું જીવન

જો તમે રોજીંદા જીવનમાં ઓછી ગતિવિધઓ કરો છો અથવા તો દિવસ દરમિયાન મોટા ભાગનો સમય તમે બેઠાં-બેઠાં પસાર કરો છો, તો તમારા પેટની આસપાસ ચરબીના થર જામી શકવાની સંભાવના સૌથી વધુ રહે છે. ઘણા લોકો પોતાના પેટને ઘટાડવા માટે અનેક પ્રકારની એક્સરસાઇઝ કરે છે, છતાં પણ તેમના પર કોઈ જ અસર થતી નથી.

મેડિસિન એન્ડ સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી રીપોર્ટ અનુસાર જે લોકો હાઇ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરે છે, તેઓ તે લોકોની સરખામણીએ વધુ વજન ઘટાડી શકે છે. જે લોકો ઓછી ઈન્ટેસિટીવાળી કસરતો કરે છે.

આ પણ વાંચો: શિયાળો આવતા જ શરૂ થઈ ગયો વાળમાં ડ્રેન્ડ્રફનો પ્રોબલમ, આ ઘરેલું ઉપચારનો કરો ઉપયોગ

તેથી નિયમિત કસરત અને વ્યાયામ જ તમને સાઇઝ મેઇન્ટેન રાખશે અને તમારી કમરની આસપાસ ફેટના સ્ટોરેજને ઘટાડવામાં મદદરૂપ બનશે. એબ-સેન્ટ્રિક વર્કઆઉટ કરો જે ઘરે કરવી ખૂબ સરળ છે. તમારા માટે એક હેલ્થી રૂટિન નક્કી કરો અને તેમાં એકદમ નિયમિત રહો.

શુગરી ફૂડ્સ અને ડ્રિન્ક

તમારી ખોરાક સંબંધિત આદતો તમારા સ્વાસ્થ્ય અને વજન પર પણ અસર કરે છે. જો તમે વધુ શુગરનું સેવન કરો છો તો તમારા પેટની આસપાસ એક્સ્ટ્રા ચરબી જામી જાય છે. જેથી બીયર ગટ્સ થાય છે. આપણે જાણીએ જ છીએ કે શુગરવાળા ફૂડ્સ અને ડ્રિંક્સ, રિફાઇન્ડ કાર્બ્સને એનર્જી માટે બર્ન કરવા વધુ કઠીન હોય છે, તેથી તે ફેટ સ્વરૂપે જામી જાય છે.

શુગર ક્રેવિંગ રોકવા માટે હેલ્થી કાર્બ્સ, વધુ પાણી પીવુ અને ફળોનું સેવન કરવું. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચો: B'day Spl: 48ની ઉમરે પણ એશ્વર્યા રાય આ રીતે રહે છે ફિટ એન્ડ સુંદર

તણાવ અને ઓછી ઊંઘ લેવી

ઘણા અભ્યાસોમાં આ વાત સાબિત થઇ ચૂકી છે કે તણાવ ને ચિંતાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન થઇ શકે છે, જે તમારા મેટાબોલિઝમને ધીમું પાડે છે. મેટાબોલિઝમ નબળું પડતા જ તમારું વજન ઘટવાનું કે પેટી ચરબી ઘટવાની સંભાવના પણ ઘટી જાય છે.

આ ઉપરાંત ઓછી ઊંઘ પણ તમારા કોર્ટિસોલને વધારી શકે છે. હાઈ કેલેરી વાળા ફૂડ્સ માટે તમારી ક્રેવિંગ વધારે છે. જેનાથી વજન વધે છે, ખાસ કરીને પેટની ચરબી વધે છે.

જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગો છો તો તણાવને દૂર કરવો ખૂબ જરૂરી છે અને દરરોજ 7-8 કલાકની ઊંઘ પણ આવશ્યક છે.

ઓછા ફાઇબરવાળા ખોરાકનું સેવન

ફાઇબર યુક્ત ખોરાક શરીર માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને તમારા પેટની ચરબીને દૂર કરવા અને ફ્લેટ બનાવવા માટે. ઓછા ફાઇબરવાળા ડાયટથી કેલેરી વાળા ખોરાક માટે તમારી ક્રેવિંગ્સ વધુ મજબૂત બનશે અને ભૂખ પર કન્ટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ છે તેથી તમે જરૂરિયાતથી વધુ ખોરાક ખાવ છો. જો તમારા શરીરમાં યોગ્ય માત્રામાં ફાઇબર નથી તો તમને પાચન સંબંધિત સમસ્યા થવાની શક્યતાઓ પણ રહેલી છે.

આ પણ વાંચો: ડિઝિટલ લાઈફ બનતા આંખોને થઈ રહ્યું છે મોટુ નુકશાન, આ ટીપ્સથી આંખો બનશે સ્વસ્થ

તમારી દૈનિકચર્ચા

તમને જાણીને નવાઇ લાગશે પરંતુ તમારી દૈનિકચર્યા પણ તમારા વજનને વધારવા ઘટાડવા પર અસર કરે છે. જ્યારે વાત બેલી ફેટની આવે તો તમારા જીન પણ એક સંભવતઃ કારણ હોઇ શકે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યે છે કે અમુક જીન લેપ્ટિન રીલીઝ અને એક્શનને અસર કરી શકે છે. એક હોર્મોન કે જે વજન મેનેજમેન્ટ અને એપેટાઇટ રેગ્યુલેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

જોકે આ વાતની પુષ્ટિ માટે વધુ રીસર્ચની જરૂરિયાત છે, જેનેટિક્સ તે નક્કી કરે છે કે તમારું શરીર ફેટને ક્યાં જમા કરશે જેનાથી તમારા પેટની ચરબી વધવાની શક્યતા પણ વધી જાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Belly fat, Lifestyle, Lifestyle tips, Lifestyle જીવનશૈલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन