રોગપ્રતિકારક શક્તિ વધારે છે ખસખસ, અહીં જાણો ખસખસના ફાયદા

રોગપ્રતિકારક શક્તિ વધારે છે ખસખસ, અહીં જાણો ખસખસના ફાયદા
ખસખસ

ખસખસનું વૈજ્ઞાનિક નામ પેપેવર સોમ્નિફેરમ છે. વર્ષોથી ખસખસનો ઉપયોગ ઘણી પ્રકારની વાનગીઓ બનાવવા માટે થતો આવ્યો છે.

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  ચૂરમાના લાડુમાં ખસખસનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ગુજરાતી પરિવારે ક્યારેક તો ખસખસ ખાધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે, કેટલાક પરિવારો ખસખસનું શાક પણ બને છે. ખસખસ એક એવું ફૂડ છે જે કોઈપણ વાનગીનો સ્વાદ વધારી દે છે.

  ખસખસ તેલીબિયાંનો એક પ્રકાર છે. જેને અંગ્રેજીમાં પોપી સિડ્સ કહે છે. ખસખસનું વૈજ્ઞાનિક નામ પેપેવર સોમ્નિફેરમ છે. વર્ષોથી ખસખસનો ઉપયોગ ઘણી પ્રકારની વાનગીઓ બનાવવા માટે થતો આવ્યો છે.  ફૂડ એનડીટીવીના અહેવાલ મુજબ, ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં કેલેરી, પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ અને ફોસ્ફરસ તથા આયર્ન જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને અનેક પ્રકારની બિમારીથી બચાવે છે. ખાસ કરીને કબજિયાત જેવી સમસ્યામાં ખસખસ ખૂબ ફાયદાકારક રહે છે. અહીં ખલખસથી થનારા ફાયદાની વિગતો આપવામાં આવી છે.

  ખસખસથી થતા ફાયદા અનેક

  રોગપ્રતિકારક શક્તિ વધારે છે- રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખસખસનું સેવન કરવું હિતાવહ છે. ખસખસમાં રહેલું આયર્ન અને વિટામિન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. જેથી શરીર અનેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનથી બચી જાય છે.

  કબજિયાતમાં રાહત- ખસખાસમાં મોટા પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાત અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

  ઉર્જા આપે છે- ખસખસનાં બીજમાં ઘણાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે શરીરમાં ઓગળી જાય છે અને ઉર્જા આપે છે.

  મોઢાના ચાંદામાં રાહત- ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં મોઢામાં ચાંદા પડી જાય છે. જેની સારવારમાં ખસખસનો ઉપયોગ કરી શકાય છે. ખસખસના બીજ ઠંડા હોય છે. તેનાથી પેટની ગરમીને શાંત થાય છે.

  હાડકાં મજબૂત બનાવે છે- ખસખસ ખાવાથી નબળા હાડકાં મજબૂત બને છે. ખસખસ કેલ્શિયમ, ઝીંક અને કોપર જેવા પોષક તત્વોથી ભરપુર છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

  યાદશક્તિ વધારે છે- ખસખસમાં કેલ્શિયમ, આયર્ન અને કોપરનું ભરપૂર પ્રમાણ હોય છે. આ પોષકતત્ત્વો મગજ માટે જરૂરી છે. ખસખસનું સેવન યાદશક્તિ વધારે છે.
  Published by:News18 Gujarati
  First published:April 05, 2021, 17:55 IST

  ટૉપ ન્યૂઝ