Home /News /lifestyle /Weight loss tips: પોપકોર્નને આ રીતે ખાશો તો જોતજોતામાં ઘટશે વજન, આ ફાયદા વિશે જાણશો તો રહી જશો દંગ

Weight loss tips: પોપકોર્નને આ રીતે ખાશો તો જોતજોતામાં ઘટશે વજન, આ ફાયદા વિશે જાણશો તો રહી જશો દંગ

પોપકોર્નના ફાયદા

Popcorn health benefits : ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને પોપકોર્ન ન ભાવે. મૂવી ટાઇમ પણ પોપકોર્ન વિના અધૂરો લાગે છે. સાથે જ પોપકોર્ન વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

    Benefits Of Popcorn : ફ્રી ટાઇમ હોય કે મૂવી ટાઇમ, પોપકોર્ન દરેક વ્યક્તિને ખાવા ગમે છે. કારણ કે પોપકોર્ન વિના આ દરેક વસ્તુ અધૂરી છે. પરંતુ તેને લગતા ફાયદા વિશે કદાચ જ કોઇને વધુ કંઇ ખ્યાલ હશે. પોપકોર્નથી ઘણા ફાયદા મળે છે. તે અનેક પોષક તત્વોનો ખજાનો છે. તેને એક ખાસ પ્રકારની મકાઇમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને માઇક્રોવેવમાં પણ બનાવવામાં આવે છે. તેમાં ફાયબરની સાથે પોલિનિકલ કંપાઉન્ડ, એન્ટી-ઓક્સિડેંટ, વિટામીન બી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હેલ્થ માટે સૌથી વધુ લાભકારક છે. આ ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત તેનાથી અન્ય ઘણા ફાયદા મળી શકે છે. ચાલો જાણીએ...

    આ પણ વાંચો : Weight loss tips: કલોંજી અને લીંબુમાંથી બનાવો આ પાણી અને પીવો સવારમાં, સડસડાટ ઉતરી જશે વજન

    વજન ઘટાડનામાં ફાયદાકારક છે પોપકોર્ન


    વેબ એમડીના અનુસાર એક હેલ્દી બ્રેકફાસ્ટ માટે પોપકોર્ન માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. ઘણા લોકો પોતાના ટેસ્ટ અનુસાર તેમાં મીઠા, બટર કે પછી અન્ય ટોપિંગનો ઉપયોગ કરે છે. પોપકોર્નમાં કેલોરી ઘણી ઓછી હોય છે. જે અન્ય સ્નેક્સની સરખામણીમાં લગભગ 5 ગણી ઓછી છે. પોપકોર્ન ખાના પછી તરત જ ભૂખનો અહેસાસ નથી થતો. જે કારણથી વ્યક્તિ વારંવાર ખાવાથી બચે છે. આ કારણે વજન ઓછું કરવા માટે પોપકોર્ન મદદ કરી શકે છે. તેમાં ફેટ પણ ઘણું ઓછુ હોય છે અને તેનું નેચરલ ઓઇલ શરીર માટે જરૂરી પણ હોય છે અને હેલ્ધી પણ.

    આ પણ વાંચો : કીટો ઉપમા ખાવાથી વજન ઘટે છે સડસડાટ, આ રીતે ઘરે બનાવો

    પોપકોર્નથી મળતા લાભ


    - પોપકોર્ન હેલ્થ માટે લાભકારક હોઇ શકે છે, સાથે જ તેનાથી ડાયજેશન સિસ્ટમ પણ સારી રહે છે.
    - પોપકોર્નમાં વિટામીન બી, બી 3, બી 6 હોય છે. જેનાથી શરીરમાં એનર્જી જળવાઇ રહે છે.
    -પોપકોર્નથી ડિપ્રેશન ઓછુ કરવામાં મદદ મળી શકે છે.
    -પોપકોર્નથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
    - પોપકોર્ન બનાવવા ખૂબ જ સરળ છે. કોઇ પણ સીઝન હોય પોપકોર્ન દરેક વ્યક્તિના ફેવરેટ હોય છે. તેનાથી વજન તો ઘટે જ છે, સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય ફાયદાનો લાભ પણ લઇ શકાય છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Weight loss, Weight loss tips, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन