Home /News /lifestyle /હીરાબાનું ભાવતુ ભોજન હતુ ખીચડી અને લાપસી, જાણો હેલ્થનું રહસ્ય
હીરાબાનું ભાવતુ ભોજન હતુ ખીચડી અને લાપસી, જાણો હેલ્થનું રહસ્ય
હીરાબા સાદુ જીવન જીવતા હતા.
heera ba health secret: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબા સાદુ જીવન જીવતા હતા. આ સાથે હીરાબાનો ખોરાક પણ બહુ સાદો હતો. હીરાબા મનોબળના બહુ મજબૂત હતા. જો કે હીરાબાનું નિધન થતા અનેક લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
PM Modi Mother Death: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, "શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ...માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, " આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.
હીરાબા 100 વર્ષે પણ સ્વસ્થ હતા. હીરાબા એમના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહેતા હતા. જો કે હીરાબાનું જીવન એકદમ સાદુ અને સરળ હતુ. હીરાબા આટલી ઉંમરે પણ ઘરમાં કોઇ પણ આધાર વગર ચાલતા હતા. મળતી માહિતી અનુસાર હીરાબા એમનું કામ પણ જાતે જ કરતા હતા. આ સાથે મનોબળના મજબૂત સ્ત્રી હતા.
હીરાબાનું હેલ્થ સિક્રેટ
હીરાબાના સ્વાસ્થય રહસ્ય વિશે વાત કરવામાં આવે તો તેઓ સાદો ખોરાક ખાવાનું પસંદ કરતા હતા. હીરાબા ઘરમાં બનાવવામાં આવતો સાદો ખોરાક જ ખાતા હતા. હીરાબાને ખીચડી અને લાપસી ખૂબ પસંદ હતી. આ સાથે હીરાબા ખીચડી, દાળ, ભાત જેવો ખોરાક ખાતા હતા. કહેવાય છે કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના જન્મ દિવસે આવતા ત્યારે ખાસ કરીને લાપસી અને ખાંડથી મોં મીઠું કરાવતા હતા.
પીએમ મોદીના માતા હીરાબેનના નિધન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો. પૂજ્ય હીરાબા ઉદારતા, સાદગી, પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિમાન હતા. હું પ્રાર્થના કરુ છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે, ૐ શાંતિ.
આમ, જો વાત કરવામાં આવે તો સાદો ખોરાક હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે એ આનું સૌથી મોટુ ઉદાહરણ છે. જો કે આજકાલ ફાસ્ટ ફુડનું ચલણ વધતા અનેક લોકો મોટી-મોટી બીમારીઓમાં સપડાઇ રહ્યા છે. પરંતુ સાદો ખોરાક અને સાદુ જીવન હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર