PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે
નરેન્દ્ર મોદી શાકાહારી છે. સિગરેટ, દારૂને તેમણે કદી હાથ નથી લગાવ્યો. સામાન્ય રીતે તે અડધી બાયના કૂર્તા અને પાયજામામાં નજરે પડે છે. પણ મને થાય ત્યારે શૂટબૂટમાં પણ પોતાનો રૂવાબ બતાવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાદા ભોજનનો રાખે છે આગ્રહ, ભોજનની સાથે છાસ ખૂબ પસંદ
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નો આજે 70મો જન્મદિવસ છે. આ ઉંમરે પણ વડાપ્રધાન ખૂબ ફિટ છે. તેમની ફિટનેસનું રહસ્ય યોગ અને તેમનો ખોરાક છે. પીએમ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી અને તેમની પહેલથી જ દર વર્ષે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આજે આપણે પીએમ મોદીના યોગ કે પ્રાણાયામની આદતો વિશે નહીં પરંતુ તેમની ભોજનની આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પીએમ મોદી સાદા ભોજનનો રાખે છે આગ્રહ
પીએમ મોદીનો ખોરાક હંમેશાથી જ સાદો રહ્યો છે. નાનપણથી જ ઘરમાં તંગદીલીના કારણે તેમનું જીવન ઘણું સાદું રહ્યું છે. નાનપણમાં પીએમ મોદીની માતા હીરાબા તેમને નાસ્તામાં ચાની સાથે બાજરાનો રોટલો આપતી રહી. લંચમાં પીએમ મોદીના ઘરે કઢી બનતી હતી અને રાત્રે ભોજનમાં ખીચડી. પીએમ મોદીના ઘર ત્યારે જ શાક ક ઘઉંની રોટલી બનતી હતી જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય. શરૂઆતથી જ સાદા ભોજનને કારણે ક્યારેય પીએમ મોદીને વજન વધવાની સમસ્યા નથી આવી. આ ઉપરાંત પીએમ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા જ્યાં પણ સાદા ભોજનનો આગ્રહ રાખવામાં આવતો હતો.
વર્ષ 1995માં જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી આવ્યા હતા ત્યારે તેમની ખાવા-પીવાની આદતો ઘણી સાધારણ હતી. ગુજરાત પરત ફરતાં તેઓએ પોતાના ડાયટમાં પણ ઘણો ફેરફાર કર્યો. પીએમ મોદીને ચા ઘણી પસંદ છે. તેમ છતાંય તેઓએ રોજ ચા પીવાનું ઘણું ઓછું કરી દીધું છે અને ત્યાં સુધી કે તેઓએ મસાલા ચા પણ ઘણી ઓછી કરી દીધી. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્ર હતા તે સમયે, મંચથી પરત ફર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું ગ્રીન ટીથી ત્રાસી ગયો છું. જો શક્ય હોય તો મારા માટે કિટલીવાળી ચાની વ્યવસ્થા કરી દો.
નરેન્દ્ર મોદીના આગ્રહ પર મસાલા ચાની વ્યવસ્થા કરી દેવામાં આવી પરંતુ એવું ભાગ્યે જ થતું હોય છે જ્યારે તેઓએ કોઈ ચીજ માટે તીવ્ર ઈચ્છા પ્રગટ કરી હોય. મુખ્યમંત્રીનું પદ સંભાળવા દરમિયાન નરેન્દ્ર મોદીએ ખાંડ વગરની ચા પીવાનું શરૂ કરી દીધું જે તેમની આદત બની ગઈ. નરેન્દ્ર મોદી સવારની ચાની સાથે ખાખરો ખાવાનું પસંદ કરે છે. લંચમાં તેઓ રોટલી અને શાક લે છે. છાસ તેમની પસંદનું પીણું છે અને રાત્રે ખાવામાં તેઓ ખીચડી પસંદ કરે છે. ચૂંટણી સમયે પીએમ મોદી રાત્રે ભોજન લેવાનું બંધ કરી દે છે. પીએમ મોદી પોતાના વજનને લઈ પણ ખૂબ સજાગ છે. યોગ અને પ્રાણાયામ ઉપરાંત તેઓ સાઇકલિંગ પણ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર