Janta Curfew: આજે સાંજે પાંચ વાગે તાળી પાડતા પહેલા તેના ફાયદા જાણી લો

News18 Gujarati
Updated: March 22, 2020, 3:25 PM IST
Janta Curfew: આજે સાંજે પાંચ વાગે તાળી પાડતા પહેલા તેના ફાયદા જાણી લો
આજે આપણે તાળી પાડવાનું વૈજ્ઞાનિક કારણ તપાસીએ.

એક્યુપ્રેશનનાં સિદ્ધાંત પ્રમાણે આપણી હથેળીમાં આખા શરીરનાં દબાણ બિંદુ હોય છે.

  • Share this:
ચીનનાં વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ સંક્રમણનો કેર આખા વિશ્વમાં ફેલાયો છે. વિશ્વભરમાં આ વાયરસનાં કારણે આશરે 11 હજાર લોકોના જીવ ગયા છે. જ્યારે લાખોની સંખ્યામાં આ વાયરસને કારણે લોકો સંક્રમિત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. પીએમ મોદીએ તમામ દેશવાસીઓને એક સંદેશ આપ્યો હતો કે કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે તેઓ બારી અથવા દરવાજા પાસે ઉભા રહીને ડોક્ટર, પોલીસ, મીડિયાકર્મી, સફાઈ કામદારો, હોમ ડિલીવરી કરતા લોકોનું પાંચ મિનિટ સુધી અભિવાદન કરે. આ માટે તમામ લોકોએ તાળી વગાડી, થાળી-વેલણ અથવા ઘંટનાદ કરી શકાય છે.

આ અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. ત્યારે આજે આપણે તાળી પાડવાનું વૈજ્ઞાનિક કારણ તપાસીએ.


  • એક્યુપ્રેશનનાં સિદ્ધાંત પ્રમાણે આપણી હથેળીમાં આખા શરીરનાં દબાણ બિંદુ હોય છે. જેને દબાવવાથી જે તે અંગો સુધી લોહી અને ઓકક્સિજનનો પ્રવાહ પહોંચવા લાગે છે, જેનાથી તેને લગતી બીમારીઓ નથી થતી.

  • હથેળીમાં આવેલ આ બધા દબાણ બિંદુઓના દબાવાની સૌથી સરળ અને અસરકારક રીત છે તાળી વગાડવી. જ્યારે આપણે તાળી વગાડીએ છીએ તો હથેળી બધા દબાણ બિંદુઓ દબે છે અને સંબંધિત અંગો સુધી લોહી અને ઓક્સિજન આસાનીથી પહોંચી જાય છે.

  • તાળીમાં ડાબા હાથની હથેળી પર જમણા હાથની ચારેય આંગળીઓને એકીસાથે તેજ દબાણની સાથે આ પ્રકારે મારવામાં આવે છે કે દબાણ પૂરું થાય અને અવાજ સારી આવે. આ પ્રકારે તાળી વગાડવાથી ફેફસા, લીવર, પિત્તાશય, કિડની, નાના આંતરડા અને મોટી આંતરડું તથા જમણા હાથની આંગળીઓને દબાવવાથી સાયનસના દબાણ બિંદુ દબાય છે.
  • તાળી વગાડવાથી કબજિયાત, એસિડિટી, મૂત્ર, સંક્રમણ, લોહીની ખોટ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગોમાં પણ લાભ પહોંચે છે.

  • એક્યુપ્રેશર તજજ્ઞોનાં જણાવ્યાં પ્રમાણે, તાળી વગાડવાથી ડિપ્રેશન, અનિદ્રા, સ્લિપ ડિસ્ક, સ્પોગોલાઈટિસ અને આંખોની નબળાઈ જેવી સમસ્યાઓમાં ઘણો લાભ પહોંચે છે.


આ પણ વાંચો - ત્વચા અને વાળમાં ચમક લાવવા માટે તુલસી છે બેસ્ટ, જાણો પ્રયોગ
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर