પ્લાસ્ટિકનાં કપ આપણા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે?

News18 Gujarati | News18 Gujarati
Updated: August 16, 2019, 4:11 PM IST
પ્લાસ્ટિકનાં કપ આપણા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે?
પ્રતિકાત્મત તસવીર

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

આપે ઘણી વખત પ્લાસ્ટિકનાં કપમાં પાણી, ચા, કોફી, કોલ્ડ્રીન્કસ વગેરે પીધું હશે. સામાન્ય રીતે પાર્ટી કે ફંક્શનમાં તેનો વધારે ઉપયોગ થાય છે. આનું સ્પષ્ટ કારણ છે કે તે મળવામાં આસાન અને સસ્તા હોય છે. પણ આપણે ભુલી જઈએ છીએ કે આ પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. પ્લાસ્ટિકનાં કપમાં પાણી, ચા, કોફી, કોલ્ડ્રીન્કસ વગેરે પીવાથી આપને ઘણીબધી બીમારીઓ લાગુ પડી શકે છે. આ પાછળ કારણ છે તેની બનાવટ દરમિયાન વપરાતા હાનિકારક પદાર્થો. અમેરિકી કેમિકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી 52 પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.

આ પણ વાંચો : જાણો પ્રાણાયમ એટલે શું? તે કઇ રીતે કરવું જોઇએ

પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલા આ પ્લાસ્ટિકનાં કપમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે. જે મારી નાખતું નથી પણ થાઇરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉંમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસિક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે.

પ્લાસ્ટિકનાં કપમાંથી પ્રસરતા ઝેરી રસાયણથી શરીરમાં સ્થુળતા વધે છે.
આ ઉપરાંત સ્ત્રીઓમાં હોર્મોનનું અસંતુલન પેદા થાય છે. આ ઝેરી રસાયણોથી પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતા ઉપર અસર પડે છે.  ઝેરી રસાયણોથી બનેલા પ્લાસ્ટિકનાં કપ ગર્ભવતી મહિલાઓનાં ગર્ભને પણ નુકશાન કરી શકે છે.આ પણ વાંચો : આ રીતે ભોજન કરવાથી પાચનશક્તિ બનશે મજબૂત

પ્લાસ્ટિકનાં કપમાં રહેલા રસાયણોથી ઇન્સ્યુલીન બનાવનાર કોશિકાઓ ઉપર વિપરીત અસર થાય છે. જેનાથી શરીરમાં ગ્લુકોઝનું અસંતુલન થાય છે. પ્લાસ્ટિકનાં કપના વપરાશથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આ ઉપરાંત મસ્તિષ્ક ઉપર હાનિકારક અસરો પડે છે. એવું જોવામાં આવ્યું છે કે જે બાળકો પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે કરે છે તે હાયપર એક્ટીવ થઈ જાય છે. તેમની યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે. પ્લાસ્ટિકનાં કપમાં રહેલા રસાયણો પ્રોસ્ટેટ કેન્સરની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેનાથી પ્રોસ્ટેટનો આકાર વધે છે. આ બધા ખતરાઓથી આપે બચવું જ જોઈએ તેની માટે પ્લાસ્ટિક નાં કપ ને બદલે કાચ ના કપ અથવા અન્ય ધાતુઓ ના કપ ઉપયોગમાં લાવી શકીએ. (M) 9428353623
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading