એકલા ફરવા જવાનું છે પ્લાનિંગ? તો આ 5 વસ્તુઓ ચોક્કસ રાખો સાથે

એકલા ફરવા જવાનું છે પ્લાનિંગ? તો આ 5 વસ્તુઓ ચોક્કસ રાખો સાથે

 • Share this:
  જો તમે ફરવાના શોખીન છો અને તમને એકલા ટ્રાવેલિંગ કરવાનો શોખ છે તો હંમેશા આ પાંચ વસ્તુઓ પોતાની પાસે રાખવી જોઈએ. આ એવી વસ્તુઓ છે કે કોઈપણ સમયે તમને કામ લાગી શકે છે.

  1. ફર્સ્ટએડ કિટ
  ફરવાના પ્લાનિંગ દરમિયાન સૌથી પહેલા તમારી પાસે જે વસ્તુ હોવી જોઈએ તે છે ફર્સ્ટએડ કિટ. તમે કોઈપણ જગ્યાએ જાવ ત્યાં કદાચ તમે પડી ગયા કે બીમાર થઈ ગયા તો તમારી પાસે તેની દવા હોવી જોઈએ કારણ કે તમને નથી ખબર કે જ્યાં ગયા છો ત્યાં સરળતાથી ડોક્ટર મળશે કે નહીં. એટલે તમારે આ એક વસ્તુ તો હંમેશા પોતાની પાસે રાખવી જોઈએ.

  2. ટ્રાવેલિંગ એપ

  આ સાથે તમારે એવી એપ રાખવી જોઈએ કે જે તમને ફરવામાં મદદ કરે. એ જગ્યા પર કઈ સારી હોટલ છે, કઈ રીતે એરપોર્ટ જવું કે અન્ય ફરવાની જગ્યાઓ બધા માટે આ એપ તમને મદદ કરશે.

  3. શૂઝ અને સ્લિપર

  જો તમે ટ્રેકિંગ પર જાવ છો તો તમારે સારી ક્વોલિટી અને સ્પોર્ટ્સ શૂઝ હંમેશા સાથે રાખવા આ ઉપરાંત તમારે આરામદાયક પળો માણવી હોય ત્યાં સ્લિપર્સ પણ પહેરી શકો છો.

  4. પાવર બેંક

  તમારો મોબાઇલ ચાર્જ કરવા માટે પાવર બેંક સાથે રાખવી જોઈએ. મોબાઈલ અત્યારે ઘણો કામનો થઈ ગયો છે ત્યારે તે તો બંધ થવો ન જોઈએ.

  5. લગેજ ડિવાઈસ 

  જો એકલા ફરવાનું પ્લાનિંગ હોય તો તમારે હંમેશા એક વાત ધ્યાન રાખવી કે તમારી પાસે ઓછો સામાન હોય. પરંતુ તમારી પાસે વધારે સામાન હોય તો આ ડિવાઇસ તમારા ઘણાં કામનું છે. જો તમારી બેગ ક્યાંય રહી જાય છે તો તમને એ જાણવામાં મદદ કરે છે કે તે લગેજ ક્યાં છે.
  Published by:News18 Gujarati
  First published:March 29, 2018, 15:08 IST