પાઈનેપલ પૌંઆ, મિઠાઈમાં બનાવાતી ટેસ્ટી વાનગી

 • Share this:
  સવારે નાસ્તામાં પૌંઆ તો સૌ કોઈના ઘરે બનાતા જ હશે. અને પૌંઆ એક એવી વાનગી છે જે એકદમ હળવી અને પચવામાં સરળ રહે છે. તો ચાલો સૌની મનપસંદ વાનગીમાંથી જ એક ટેસ્ટી મિઠાઈ કેવી રીતે બનાવી શકાય...

  પાઈનેપલ પૌંઆ એ મિઠાઈમાં બનાવી શકાય તેવી જ એક ટેસ્ટી વાનગી છે.

  સામગ્રી :-
  1 કપ પૌંઆ
  3 ચમચી ખાંડ
  2 કપ પાણી
  4 ચમચી ઘી
  2 ચમચી
  કાજુ બદામ
  કિસમિસ
  ચપટી એલચી પાવડર

  પાઈનેપલ પૌંઆબનાવવાની રીત :-
  પૌંઆને સાફ કરીને મિક્ષ્ચરમાં અધકચરા ક્રશ કરો. ધ્યાન રાખો કે પૌંઆ લોટ ન થઈ જાય. ત્યારબાદ એક કડાઈમાં થોડું ઘી લઈ ગરમ કરી ને તેમાં પૌંઆ ઉમેરી સહેજ બદામી રંગના થાય તેમ ધીમી આંચ પર શેકી લો.
  પછી બીજી કડાઈમાં ખાંડ અને પાણી લઈને થોડું ઉકાળો. તે ઉકળે એટલે તેમાં એલચી પાવડર અને પાઈનેપલના ટુકડા નાખીને 2 મિનીટ સુધી રહેવા દો. પછી તેમાં પૌંઆ ઉમેરી હલાવો. પૌંઆ બધું પાણી શોષી લે અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી હલાવી સ્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો.

  આ 7 રીતે મટાડી શકાય છે પેટમાં થતો અસહ્ય દુખાવો અને ગેસની તકલીફ
  Published by:Bansari Shah
  First published: