Home /News /lifestyle /

Health Benefits: એક ચપટી હિંગ બ્લડપ્રેશરથી લઇને પાચન સહિતની ઘણી સમસ્યામાં આપે છે રાહત

Health Benefits: એક ચપટી હિંગ બ્લડપ્રેશરથી લઇને પાચન સહિતની ઘણી સમસ્યામાં આપે છે રાહત

એક ચપટી હિંગ ખાવાથી શરીરને થાય છે અઠળક ફાયદાઓ,

Health Benefits:  ભારતીય રસોડામાં અનેક એવા મસાલાઓ(Indian Spices)નો ઉપયોગ કરવામાં આવે છે જેને આયુર્વેદમાં ઔષધિઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ મસાલાઓ પૈકી એક છે હીંગ(Asafoetida). તમે હીંગનો ઉપયોગ રોજીંદી રસોઇમાં કરતા જ હશો.

Health Benefits:  ભારતીય રસોડામાં અનેક એવા મસાલાઓ(Indian Spices)નો ઉપયોગ કરવામાં આવે છે જેને આયુર્વેદમાં ઔષધિઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ મસાલાઓ પૈકી એક છે હીંગ(Asafoetida). તમે હીંગનો ઉપયોગ રોજીંદી રસોઇમાં કરતા જ હશો. પરંતુ તમે તે વાતથી અજાણ હશો કે, તેનો ઉપયોગ માત્ર સ્વાદને વધારવા જ નહીં, પરંતુ તેમાં રહેલા એન્ટી વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણના લીધે કરવામાં આવે છે. આ ગુણ તમને તંદુરસ્ત રાખે (Benefits of Asafoetida) છે. આ સાથે જ તમને ગેસ(Gas), કબજીયાત, અપચો, પથરી(Kidney Stone) અને ડાયાબિટીસ(Diabetes) જેવી એનેક સમસ્યાઓથી રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ આ ચમત્કારિક ઔષધિય મસાલા(Magical Indian Spices)ના અનેક સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ વિશે.

બીપીને રાખશે કન્ટ્રોલમાં

હીંગમાં રહેલા ઔષધિય ગુણો તમારા બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થશે. તે શરીરમાં બ્લડ ક્લોટ બનતા અટકાવે છે અને લોહીને પાતળું કરીને રક્ત સંચારને તંદુરસ્ત રાખે છે. એવામાં સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે અને બીપી પણ કન્ટ્રોલમાં રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારશે

હીંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે ઇમ્યૂનિટીને બૂસ્ટ કરશે. આ સિવાય ત્વચા અને વાળની સમસ્યા માટે પણ રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે.

શ્વાસની સમસ્યા

હીંદમાં રહેલા ગુણ શ્વસન સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. બ્રોન્કાઇટિસ અને અસ્થમા, શરદી અને ખાંસી દૂર કરવા હિંગનું સેવન મહત્વનુ છે.

આ પણ વાંચો: Benefits of Different Colors Rice: શું તમે જોયા છે અલગ-અલગ રંગના ચોખા, જાણો તેના ફાયદા

પાચનતંત્રને રાખશે સ્વસ્થ

જો તમને પાચન સંબંધી એસિડિટી, કબજીયાત, ગેસ કે અપચો કે કોઇ પણ સમસ્યા હોય તો તમને નિયમિત રૂપે હીંગનું સેવન કરવાનુ શરૂ કરી દો. તેનાથી અનેક લાભ મળશે. આ સિવાય હીંગને એક ચમચી પાણીમાં ઘોળીને લગાવવાથી પેટના દુ:ખાવામાં આરામ મળે છે.

વજન ઘટાડવામાં ઉપયોગી

મોટા ભાગાના લોકો વધેલા વજનથી પરેશાન છે. જો તમે પણ આ સમસ્યાથી પિડાઇ રહ્યા છે તો તમારા ડાયટમાં એક ગ્લાસ હીંગનું પાણી સામેલ કરો. તે મેટાબોલિઝમને બૂસ્ટ કરશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હીંગનો પાઉડર નાખો. આ પાણીનું સેવન ખાલી પેટે કરવાથી વધુ ફાયદો થાય છે.

આ પણ વાંચો: Benefits of Betel Nut: શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો

માથાના દુ:ખાવામાં આપશે રાહત

ઘણા લોકોને દરરોજ માથાના દુ:ખાવાની સમસ્યા રહેતી હોય છે. એવામાં હીંગનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. હીંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવાની સમસ્યાથી આરામ આપે છે. આ સાથે જ તે રક્ત વાહિનીઓમાં સોજો ઘટાડે છે. જેના કારણે તમને માથાના દુ:ખાવામાંથી રાહત મળશે.

દાંતના દુ:ખાવા માટે

હીંગમાં દર્દ નિવારક ગુણની સાથે એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. એવામાં તે દાંતના દુ:ખાવામાં ઘણો આરામ આપે છે, તેના માટે તમે હીંગના પાણીને પીવાની સાથે સાથે તેના દ્વારા કોગળાઓ પણ કરી શકો છો.

આ પણ વાંચો:  Benefits of Drinking Water in Glass: શુ તમે પણ પીવો છો કાચના ગ્લાસમાં પાણી, થશે જોરદાર ફાય

કઇ રીતે કરવું સેવન?

તમે રોજ રાત્રે સૂતી વખતે હીંગનું પાણી પીવો. તેના માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચપટી હીંગનો પાઉડર મિક્સ કરો અને પીવો. રોજ હીંગનું પાણી પીવાથી તમને આ તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Asafoetida, Health Benefits, Health care

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन