Home /News /lifestyle /Showering Mistakes: ખીલથી પરેશાન છો? તો નહાવા સાથે જોડાયેલી આ 5 ભૂલો હોઈ શકે છે જવાબદાર

Showering Mistakes: ખીલથી પરેશાન છો? તો નહાવા સાથે જોડાયેલી આ 5 ભૂલો હોઈ શકે છે જવાબદાર

આખો દિવસના થાક પછી ગરમ પાણીથી સ્નાન કરવાથી તમે ફ્રેશ થઈ જાઓ છો. (પ્રતિકાત્મક તસવીર)

ખીલ અને ફોડલીથી બચવા માટે યોગ્ય રીતે ક્લીનઝિંગ કરવું જરૂરી છે, જેનાથી ત્વચા બેક્ટેરિયાથી મુક્ત રહેશે.

    Showering Mistakes: શરીર પર ખીલ કે ફોડલી થવા પાછળ શું કારણ હશે તે સવાલ ઘણા લોકોને સતાવે છે. આમ તો દરેક વ્યક્તિની સ્કિન (Skin) અલગ અલગ હોય છે તેથી તેનું કારણ પણ સમાન હોતું નથી. ખીલ (pimples)થી રાહત મેળવવા તમે ખોરાકમાં ચેન્જ (Changing food habits) લાવી શકો છો, કસરત પણ કરી શકો છો. આવું કરવા છતાં પણ સમસ્યા ચાલુ જ રહે તો અન્ય કારણ જવાબદાર હોય શકે છે.

    ખીલ અને ફોડલીથી બચવા માટે યોગ્ય રીતે ક્લીનઝિંગ કરવું જરૂરી છે, જેનાથી ત્વચા બેક્ટેરિયાથી મુક્ત રહેશે. જો તમે ચહેરો ધોતી વખતે, નહાતી વખતે અને પ્રોડક્ટનો ઉપયોગ કરતી વખતે ભૂલો કરી રહ્યા હશો, તો ખીલ અને ડાઘ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. અહીં આવી ભૂલો અંગે જાણકારી આપવામાં આવી છે.

    ચહેરાને ગરમ પાણીથી ધોવાની ભૂલ


    આખો દિવસના થાક પછી ગરમ પાણીથી સ્નાન કરવાથી તમે ફ્રેશ થઈ જાઓ છો. જો કે, ક્યારેય પણ ગરમ પાણીથી ચહેરો ધોવાની ભૂલ ન કરો. ગરમ પાણી તમારી ત્વચાના કુદરતી તેલને દૂર કરે છે, જેના કારણે ત્વચા શુષ્ક થઈ શકે છે અને ખીલની સમસ્યા થઈ શકે છે. ગરમ પાણી ત્વચાના છિદ્રોને ખુલ્લા રાખે છે, જેનાથી બેક્ટેરિયલ ચેપ વધુ સરળતાથી લાગી જાય છે. તેથી હંમેશા નવશેકું પાણી અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરો.

    પીઠ સાફ ન કરવાની ભૂલ


    તમારી પીઠ પર ખીલ કે ફોડલીઓ અવારનવાર થઈ જતી હોય તો તેનો અર્થ એ છે કે પરસેવો અને ખોડો તમારી પીઠની ત્વચાને ચેપનો શિકાર બનાવી રહ્યા છે. તેથી નહાતી વખતે પીઠને સારી રીતે સાફ કરો.

    શું તમને પીરિયડ્સ પહેલા થાય છે સ્તનમાં દુખાવો? જાણો શું કહે છે તજજ્ઞો

    ચહેરા પર બોડી સોપનું ઉપયોગ કરવાની ભૂલ


    ઘણા લોકો ચહેરા અને બોડી માટે અલગ અલગ ક્લીન્ઝરનો ઉપયોગ કરતા નથી. યાદ રાખો કે, ચહેરાની ત્વચા શરીર કરતા ઘણી નરમ હોય છે અને તેથી તેને વિશેષ કાળજીની જરૂર પડે છે. ચહેરા પર બોડી સોપના ઉપયોગથી ખીલ થઈ શકે છે.

    ઊંઘની સમસ્યાથી પીડાવ છો? યોગ અને મેડિટેશનની આ ટેક્નિકથી આવશે મીઠી નિંદ્રા

    ચહેરો ધોવામાં ભૂલ


    નહાતી વખતે ચહેરો છેલ્લે ધોવો જોઈએ. છેલ્લે ચહેરો ધોવાથી ચહેરા પરથી શેમ્પૂ અને કંડીશનર પણ સાફ થઈ જાય છે. જેથી નહાયા પછી જ ચહેરો ધોવો હિતાવહ છે.

    યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝિંગ ન કરવું


    ક્લીન્ઝર અને નહાવાના સાબુથી ત્વચામાંથી મોઇશ્ચર જતું રહે છે, તેથી નહાયા પછી અને મોં ધોયા પછી સારું મોઇશ્ચરાઇઝર લગાવો. તેનાથી તમારી ત્વચાને યોગ્ય હાઇડ્રેશન મળશે.
    First published:

    Tags: Beauty Tips, Lifestyle, Pimples

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन