Home /News /lifestyle /કેમિકલથી નહીં..આ રીતે 1 દિવસમાં પરુ વાળા ખીલમાંથી છૂટકારો મેળવો, ઘરે બનાવો આ પેસ્ટ

કેમિકલથી નહીં..આ રીતે 1 દિવસમાં પરુ વાળા ખીલમાંથી છૂટકારો મેળવો, ઘરે બનાવો આ પેસ્ટ

આ પેસ્ટ અસરકારક છે.

Skin care: અનેક લોકોના ફેસ પર ખીલ થતા હોય છે. આ ખીલ તમારા ફેસની ચાડી ખાય છે. આમ, વાત કરવામાં આવે તો અનેક લોકોને પરુ વાળા ખીલ થતા હોય છે. આ ખીલ પર તમે પ્રોપર રીતે મેક અપ પણ કરી શકતા નથી.

Skin care: અનેક લોકોના ફેસ પર ખીલ થતા હોય છે. ખીલમાં પણ અનેક પ્રકારના ટાઇપ્સ હોય છે. ખીલમાં ખાસ કરીને અનેક લોકોને પરુ વાળા ખીલ થતા હોય છે. આ ખીલ દેખાવમાં ખૂબ ગંદા લાગે છે. પરુ વાળા ખીલ તમને ઇન્ફેક્શન પણ જલદી કરે છે. પરુ વાળા ખીલને તમે સરળતાથી દૂર કરી શકો છો. આ ખીલ તમે હાથથી ફોડો છો તો અનેક જગ્યાએ એનો ચેપ લાગી શકે છો. તો તમે પણ ઘરે આ કેમિકલ વગરની પેસ્ટ બનાવો અને ફેસ પર લગાવો. પરુ વાળા ખીલમાંથી છૂટકારો મળી જશે.

આ પણ વાંચો:માત્ર 15 દિવસમાં બ્લેકહેડ્સમાંથી છૂટકારો મેળવો

એલોવેરા જેલ, મુલતાની માટી અને મધ


આ એક નેચરલ પેસ્ટ છે, જેને તમે મોં પર લગાવો છો તો પરુ વાળા ખીલમાંથી છૂટકારો મળી જાય છે. પરુ વાળા ખીલ જ્યારે ફેસ પર થાય ત્યારે દેખાવામાં ગંદા લાગે છે અને સાથે તમે પ્રોપર રીતે મેક અપ પણ કરી શકતા નથી.

આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મુલતાની માટી અને એલોવેરા જેલ લો. પછી આમાં મધ નાખો અને આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને મોં પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી મોં ધોઇ લો.

આ પણ વાંચો:જાણો દૂધ કાચુ પીવુ જોઇએ કે ગરમ?

આ પેસ્ટ લગાવતા પહેલા સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે આ પેસ્ટ લગાવો ત્યારે ખાસ કરીને મોંને પહેલા ચોખ્ખા પાણીથી ધોઇ લો. પછી કોટનના કપડાથી ફેસ લૂછી લો. હવે ફેસ પર આ પેસ્ટ લગાવો અને નક્કી કરેલા સમય મુજબ લગાવી રાખો.



આ પેસ્ટ તમને પરુ વાળા ખીલમાંથી એક જ દિવસમાં છૂટકારો અપાવે છે. આ સાથે જ એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે આ ખીલને વારંવાર હાથ લગાવવાનો નથી. વારંવાર હાથ અડાડવાથી સ્કિન ઇન્ફેક્શન થાય છે. આ પેસ્ટ તમે ફેસ પર અઠવાડિયામાં એક વાર સ્કિન પર ગ્લો લાવવા માટે પણ લગાવી શકો છો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life Style News, Pimples

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો