Home /News /lifestyle /કબૂતરના મળથી ફેલાઇ શકે છે આ ભયંકર બીમારીઓ, બાલ્કની અને ઘરની આસપાસ ફરતા હોય તો સાવધાન

કબૂતરના મળથી ફેલાઇ શકે છે આ ભયંકર બીમારીઓ, બાલ્કની અને ઘરની આસપાસ ફરતા હોય તો સાવધાન

કબૂતરના મળથી અનેક બીમારીઓ ફેલાઇ શકે છે.

Pigeon feces health risks: કબૂતરનું મળ માત્ર વાતાવરણ માટે જ નહીં, પરંતુ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આમ, કબૂતરનું મળ સાફ કરો ત્યારે ખાસ કરીને અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

Pigeon feces health risks: દિલ્હી અને આસપાસના શહેરોમાં કબૂતરની બહુ બધી સંખ્યા જોવા મળશે. જો કે વધતી આ સંખ્યા અનેક રીતે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. indiatv અનુસાર વેટરનરી કોલેજ (હસન) માં વેટરનરી માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. કેએમ ચંદ્રશેખરનું કહેવું છે કે કબૂતરના મળથી બીમારીઓના ટ્રાન્સમિશનનો અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ કર્ણાટકના પશુ ચિકિત્સા, પશુ અને મતસ્ય વિશ્વવિદ્યાલયમાં માનવ સ્વાસ્થ્ય પર કબૂતરના મળના હાનિકારક પ્રભાવો વિશે સંશોધન કરી રહ્યા છે. આટલું જ નહીં, આમને લોકોને શિક્ષિત કરવા માટે જાગરુકતા અભિયાન પણ ચલાવ્યુ છે.



કબૂતર ફેલાઇ શકે છે અનેક મોટી બીમારીઓ


પ્રોફેસર ડો.કેએમ ચંદ્રશેખરનું કહેવુ છે કે કબૂતર એના મળમાં અનેક સૂક્ષ્મજીવો, ટિક અને પિસ્સુ લઇને આવે છે જે સંભવિત રૂપથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાવે છે. જંગલી પક્ષી સામાન્ય રીતે પાલતુ પક્ષીઓની તુલનામાં વધારે બીમારીઓ ફેલાવ છે, કારણકે પાળતુ પક્ષિઓની પ્રણાલી રોગો સામે લડવાની તાકાત વધારે હોય છે. જે લોકો કબૂતરના મળના સંપર્કમાં આવે છે તેઓ અનેક બીમારીઓમાં સપડાઇ શકે છે.

કબૂતરનું મળ શું હોય છે?


કબૂતરનું બીટ નાના કાચની જેવું દેખાય છે અને સફેદ-ભૂરા રંગનું હોય છે. આમ, જો ગોબર ઢીલુ અને ભીનુ છે તો આ વાતનો તમને સંકેત આપે છે કે પક્ષી તણાવગ્રસ્ત તેમજ અસ્વસ્થ છે. કબૂતર જેવા પક્ષી યુરિયા અને એમોનિયા વગર યુરિક એસિડના રૂપમાં નાઇટ્રોજનનો કચરો ઉત્સર્જન કરે છે કારણકે એ યુરિકોટેલિક હોય છે. કબૂતરનું બીટ ફંગલ બીમારીઓ વધારવાનું કામ કરે છે. એમોનિયાની ઉપસ્થિતિથી શ્વસન સંબંધીત સમસ્યાઓ અને બળતરા થાય છે.

આ બીમારીઓનું કારણ


સંશોધન પરથી એ વાતની જાણ થઇ છે કે કબૂતરના બીટથી 60 થી વઘારે પ્રકારની બીમારીઓ ફેલાઇ શકે છે. આ બર્ડ ફ્લૂ સિવાય હિસ્ટોપ્લાસ્મોસિસ અને ક્રિપ્ટોકોકોસિસ જેવા જીવાણુ રોગ, સાઇટાકોસિસ ફેલાવી શકે છે. શ્વાસ લેતા સમયે ફેફસા અને એની આસપાસના અંગો પ્રભાવિત કરે છે. આ સાથે જ તાવ, નિમોનિયા તેમજ ઇન્ફ્લૂએન્ઝાનું કારણ બની શકે છે.

આ રીતે બચો


કબૂતરની બીટની સફાઇ કરતી વખતે ચંપલના કવર, ડિસ્પોજેબલ વસ્તુ તેમજ ફિલ્ટર માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જે 0.3 માઇક્રોનના નાના કણોને ફસાવી શકે છે. એક વાર મળ સાફ થઇ જાય પછી એને સિલ બંધ બેગમાં ભરો અને પછી ડિસ્પોઝ કરો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Home, Life Style News, Pigeon

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો