Diabetes in pets: પાલતુ જાનવરોને પણ થઈ શકે છે ડાયાબિટીસ. આ વાત સાંભળીને આશ્ચર્ય થશે. પણ આ વાત સત્ય છે. નિષ્ણાંતો પણ પાલતુ જાનવરોમાં જોવા મળતા રોગો અંગે સમયાંતરે ચેતવણી આપતા રહે છે. વિવિધ રોગોના કારણે પાલતુ પશુ પક્ષીઓને જાળવણીમાં તકેદારી રાખવી જરૂરી બની જાય છે.
આ અંગે દિલ્હીમાં પશુઓના ડોકટર અનિલ સૂદે આ અંગે Tv 9ને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પાળતુ જાનવરોને મનુષ્યોની જેમ મિર્ગીના દોરાની જેમ અન્ય બિમારી પણ થઈ શકે છે. પાળતુ જાનવરોને પણ ડાયાબિટીસ થઈ શકે છે.’
જે પ્રકારે માણસોમાં લક્ષણો જોવા મળે છે, જાનવરોમાં પણ તે જ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેમ કે, વારંવાર પેશાબ કરવા જવું, વધુ માત્રામાં પાણી પીવું. જે લોકોના ઘરે પાળતુ જાનવર હશે તે લોકો પાળતુ જાનવરોમાં આ પ્રકારના ફેરફારને નોટિસ કરતા હશે. માણસોની જેમ પાળતુ જાનવરોને પણ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે.
જે લોકો પાળતુ જાનવરોને રાખે છે તેમણે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે પાળતુ જાનવરોને મિઠાઈ ના ખવડાવવી જોઈએ. ડો. સૂદ જણાવે છે કે, પાળતુ જાનવરોને ડાયાબિટીસ થાય છે તો, તેમનું ઝડપથી વજન ઘટવા લાગે છે. મોટાભાગના મામલાઓમાં જ્યારે પાળતુ જાનવર અમારી પાસે આવે છે, ત્યારે તેમનું સુગર લેવલ ખૂબ જ વધુ 800 mg/dl હોય છે. અનેક પાળતુ જાનવરોનું સુગર લેવલ 400-600 mg/dlની લિમિટની અંદર હોય છે.
પાંચ વર્ષથી વધુ ઉંમર ધરાવતા પાળતુ જાનવરોની દર ત્રણ મહિને તપાસ કરાવવી જોઈએ. ડો. સૂદ જણાવે છે કે, પાળતુ જાનવરોને માત્ર કૃમિનાશક દવા (deworming tablets) કે રસી આપવી જરૂરી નથી. લગભગ તમામ પશુના ડોકટર કોઈપણ પ્રકારના લક્ષણની તપાસ કરવા માટે શારીરિક તપાસ કરે છે. આ તપાસમાં પાળતુ જાનવરને મોતિયો અથવા દિલનો આકાર વધેલો હોય તો તે તપાસમાં ખબર પડી જાય છે. પાળતું જાનવરોને સ્પ્લેનોમેગાલી અને હેપેટોમેગાલી બિમારી થવી તે સામાન્ય વાત છે
આ પણ વાંચો: શું તમે જાણો છો તમારી સ્માઈલ કેટલી પાવરફુલ છે?
માણસોની જેમ પાળતુ જાનવરોને પણ પ્લીહા (સ્પ્લેનોમેગાલી) અને વધતા લીવરની બિમારી (હેપેટોમેગાલી) થઈ શકે છે. જાનવરોને આ બિમારી થાય તો તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. પાળતુ જાનવરને હિપેટાઈટિસ જેવી અનેક વાયરલ બિમારીઓ થઈ શકે છે. જાનવરોનું વેક્સીનેશન કરાવીને તેમને આ બિમારીથી બચાવી શકાય છે. જાનવરોને કેટલીક મહત્વની રસી આપવી જરૂરી છે, જેનાથી તેમને આ પ્રકારની બિમારીઓથી બચાવી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર