Home /News /lifestyle /પિરીયડ્સમાં થાવો ત્યારે પહેલાં 3 દિવસ કરો આ કામ, દુખાવો નહીં થાય અને હિરોઇન જેવા રિલેક્સ રહેશો
પિરીયડ્સમાં થાવો ત્યારે પહેલાં 3 દિવસ કરો આ કામ, દુખાવો નહીં થાય અને હિરોઇન જેવા રિલેક્સ રહેશો
આરામ કરવાથી ફાયદો થાય છે.
Periods problems: ઘણી છોકરીઓને પિરીયડ્સ સમયે અતિશય દુખાવો થતો હોય છે. આ સાથે જ અનેક છોકરીઓને વધારે બ્લિડિંગ થવાની સમસ્યા રહેતી હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તમને પિરીયડ્સ સમયે આરામ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ દર મહિને પિરીયડ્સમાં થતી હોય છે. આ એક એવી સમસ્યા છે જેમાં કોઇની પેઇન થાય છે તો કોઇનો મુડ ખરાબ થાય છે. આ સમયમાં છોકરીઓને નાની-મોટી સમસ્યાઓ થતી રહેતી હોય છે. જો કે પિરીયડ્સ સમયે છોકરીઓને શરીરને આરામ આપવો ખૂબ જરૂરી છે. જો તમે આ સમયે શરીરને આરામ આપો છો તો તમે અનેક સમસ્યાઓમાંથી બચી શકો છો. આમ, જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે પિરીયડ્સના લગભગ 10 દિવસ પહેલાં શરીરમાં હોર્મોન્સ ચેન્જીસ થવા લાગે છે. હોર્મોનલ ચેન્જીસ થવાને કારણે સ્વભાવથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ફેરફાર થાય છે. તો જાણો આ સમયે ખાસ શું ધ્યાન રાખશો.
જ્યારે પણ તમે પિરીયડ્સમાં થાવો છો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં શરૂઆતના ત્રણ દિવસ તમે આરામ કરો. આરામ કરવાથી તમારી અનેક સમસ્યાઓ આપોઆપ જ દૂર થઇ જાય છે. આ સાથે જ તમને દુખાવામાં પણ થોડી રાહત થાય છે. આ દિવસોમાં તમે વઘારે કામ કરો છો તો શરીર થાકી જાય અને સાથે તમે રિલેક્સ રહેતા નથી.
પિરીયડ્સ સમયે તમને બહુ દુખાવો થાય છે તો તમે મોંમા લવિંગ તેમજ તજ રાખી શકો છો. તજ રાખવાથી દુખાવામાંથી તમને આરામ મળે છે. આ સાથે જ તમે રિલેક્સ રહો છો.
ઘણી છોકરીઓને પિરીયડ્સના ત્રણથી ચાર દિવસ પહેલાં જ દુખાવો થતો હોય છે. જો તમને પણ આવું થાય છે તો તમે સૌથી પહેલાં રોજ બપોરે જમ્યા પછી અજમો અને મીઠું ફાકી લો, નહીં તો તમે અજમાને પાણીમાં નાંખો અને આ પાણીને ઉકાળી લો. ત્યારબાદ આ હુંફાળુ પાણી તમે પી લો. આમ કરવાથી તમને દુખાવામાંથી રાહત મળે છે.
પિરીયડ્સ સમયે તમને હાથ-પગ અને કમર બહુ દુખે છે અને તમે દુખાવાની દવા એટલે કે પેન કિલર લો છો તો સૌથી પહેલાં આ બંધ કરી દો. આના કરતા તમે કોઇ ટ્યૂબ તેમજ ક્રીમ લગાવો. આમ કરવાથી તમને આરામ મળશે. પેન કિલર સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. આ સાથે જ તમે ગરમ પાણીનો શેક કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર