પીરિયડ્સની તકલીફથી છૂટકારો અપાવવા આ ચીજ કારગર!

News18 Gujarati
Updated: April 18, 2019, 7:04 PM IST
પીરિયડ્સની તકલીફથી છૂટકારો અપાવવા આ ચીજ કારગર!
News18 Gujarati
Updated: April 18, 2019, 7:04 PM IST
મહિલાઓમાં પીરિયડ્સમાં તકલીફો સામાન્ય છે. ઘણી મહિલાઓ આ સમસ્યાથી રાહત માટે દવાઓ લે છે. જે આગળ જતા નુક્સાન કરે છે. પરંતુ પીરિયડ્સની તકલીફમાં ખાન-પાનમાં થોડા બદલાવ કરીને છૂટકારો મેળવી શકો છો. અળસીના બીજ હંમેશા મહિલાઓને પીરિયડ્સની તકલીફ દૂર કરવા કારગર સાબિત થાય છે. અળસીના 2 પ્રકાર છે- પીળા રંગના અને ભૂરા રંગના. તેમાં રહેલા પોષકતત્વો કેવી રીતે પીરિયડ્સના દુખાવાથી છૂટકારો મેળવવા ઉપયોગી છે તે જાણીએ.

આ રીતે ફાયદાકારક છે:
ઉંમર મુજબ લોકોમાં હોર્મોનલ પરિવર્તન આવે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં. ફ્લૅક્સીડનું સેવન હોર્મોનલ સંતુલન જાળવે છે. જે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મન વધારે છે તેમને ઓછું કરે છે. અને ઓછા એસ્ટ્રોજન સ્તરને વધારવા માટે મદદરૂપ થાય છે. 45 વર્ષ પછી સ્ત્રીઓમાં મેનોપોઝના લક્ષણો દેખાય છે. તેમાં રાત્રે સૂતા સમયે પરસેવો આવવો, ગભરામણ થવી વગેરે મુશ્કેલીઓ શામેલ છે. આ સમસ્યાઓમાં અળસી ફાયદાકારક છે. પી.એમ.એસ. (માથાનો દુખાવો, ગભરાટ અને મૂડ સ્વીંગની સમસ્યા) અને અનિયમિત પીરિયડ્સની તકલીફ પણ અળસી દૂર કરે છે. જે સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન 'હેવી બ્લીડિંગ' થાય છે, તેને નિયંત્રિત કરે છે.

ગર્લફ્રેન્ડનો સ્વભાવ કેવો છે? ઊંઘવાની આદત પરથી જાણી લો

આવો જાણીએ અળસી ખાવાના અન્ય ફાયદા
-અળસીમાં રહેલા ફાઈબર વજન ઘટાડે છે.
-કબજિયાતથી છૂટકારો મળે છે
-વાળ અને સ્કિનને ચમકદાર બનાવે છે
-શરીરમાંથી વધારાની ચરબી બાળે છે
-ગળ્યું ખાવાની ઈચ્છા ઘટાડે છે
-ઓમેગા 3 અને એમીનો એસિડ લોહીની તકલીફ દૂર થાય
-કાર્ડિયોવાસ્કુલર બીમારીઓ સામે રક્ષણ આપે છે
-ઘણાં કેન્સરો અને ફેફસાંની તકલીફોથી રક્ષણ આપે છે
-એજિંગ પ્રક્રિયા ધીમી કરે છે
-પાચનક્રિયા મજબૂત બનાવે છે
-ટ્યૂમરનો ખતરો પણ ઓછો રહે છે
First published: April 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...