બાળકો સાથે પીરિયડ્સ વિશેની વાત કરવા માટે યોગ્ય ઉંમર કઈ છે?

માતાઓ ઘણી વાર તેમની દીકરીઓને પીરિયડ્સ વિશે જ કહેતા હોય છે. જ્યારે દીકરાને કહેવું પણ એટલું જ મહત્ત્વનું છે

માતાઓ ઘણી વાર તેમની દીકરીઓને પીરિયડ્સ વિશે જ કહેતા હોય છે. જ્યારે દીકરાને કહેવું પણ એટલું જ મહત્ત્વનું છે

 • Share this:
  એક સમય હતો, જ્યારે ટીવીમાં પીરિયડ્સમાં વપરાતા પેડ્સની જાહેરાતો આવતી ત્યારે આપણે વિચારતા હતા કે આ વૃદ્ધ લોકોના ડાયપર છે. જ્યારે આ વાત આપણે માતાપિતા સમક્ષ મૂકતા, તો તેઓ આપણા આ સવાલને ટાળી નાખતા. તેમ છતાં, આપણે ઘરમાં કાળી થેલીમાં મૂકેલા પેડ્ નું રહસ્ય જાણવા ઉત્સુક રહેતા. આપણી મમ્મીઓને લાગતું કે બાળકોને આ વિશે જણાવવાથી તે ઉંમર કરતા વધુ મોટા થઈ જશે. અને આપણે પણ રમત-રમતમાં આ વાતને યાદ નહોતા રાખી શકતા.

  પરંતુ આજકાલના બાળકો થોડા અલગ જ છે. તેઓ જલદી સમજદાર અને મોટા થઈ રહ્યા છે. ઈન્ટરનેટ અને મોબાઈલે તેમને નાની ઉંમરમાં જાણકાર બનાવી દીધા છે. એવામાં લાગે છે કે મા-બાપે આ વાતો તેમની સાથે જાતે જ કરવી જોઈએ.

  અચકાશો નહીં, જાતે જ પહેલ કરો
  તમારે અચકાવાની જરૂર નથી, કારણ કે તે આપણું જ બાળક છે. તેને તેના શરીરમાં આવતા બદલાવો અને પરિવર્તન વિશે જાણ હોવી જોઈએ, એ પણ સમયથી પહેલાં. ત્યારે જ તે આ પરિવર્તન માટે તૈયાર રહેશે.

  પીરિયડ્સ વિશે જણાવવા માટે બાળકોની યોગ્ય ઉંમર કઈ છે?
  હવે તે નિર્ભર કરે છે, પરંતુ તે અનુસાર 10 વર્ષની ઉંમર યોગ્ય છે.

  છોકરા અને છોકરી બંનેને સાથે જણાવો
  માતાઓ ઘણી વાર પોતાની દીકરીઓને પીરિયડ્સ વિશે જ કહેતા હોય છે. જ્યારે દીકરાને જણાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, તેનાથી તેમની સંવેદનશીલતામાં વધારો કરે છે.
  Published by:Bansari Shah
  First published: