Home /News /lifestyle /પિરીયડ્સ દરમિયાન ચોકલેટ શા માટે ખાવી જોઇએ? જાણો ફૂડ ક્રેવિંગના કારણો
પિરીયડ્સ દરમિયાન ચોકલેટ શા માટે ખાવી જોઇએ? જાણો ફૂડ ક્રેવિંગના કારણો
ચોકલેટ ખાવાથી હેલ્થને ફાયદા થાય છે.
Chocolate during periods: પિરીયડ્સ દરમિયાન અનેક મહિલાઓ દુખાવાની સમસ્યાથી કંટાળી જાય છે. આ દરમિયાન કેટલાક ફૂડ્સ એવા હોય છે જે તમે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પિરીયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક છોકરીઓ દર મહિને પિરીયડ્સમાં થતી હોય છે. પિરીયડ્સમાં થવાને કારણે અનેક વસ્તુઓ ખાવાનું મન થતુ હોય છે. આ સાથે જ અનેક લોકોને દુખાવો વઘારે થતો હોય છે તો ઘણી છોકરીઓને બ્લીડિંગની સમસ્યા વધારે રહેતી હોય છે. આ સમય એક એવો છે જેમાં કોઇને ગુસ્સો વઘારે આવે છે તો કોઇનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે. indiatvnews પરથી એનસીબીઆઇના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ઘણી સ્ત્રીઓને ખાસ કરીને ચોકલેટ, કેક અને મીઠાઇઓ જેવી વસ્તુઓ ખાવાનું મન વઘારે થાય છે. પિરીયડ્સ દરમિયાન હોર્મોન્સમાં અનેક પ્રકારના ચેન્જીસ થતા હોય છે. ઘણી વાર આ અત્યંત પીડાદાયક બની રહે છે. આ સમયે ફૂડ પણ મહત્વનો ભાગ ભજવે છે.
પિરીયડ્સ દરમિયાન મહિલાઓને ચોકલેટ ખાવાની ઇચ્છા વધારે થતી હોય છે. ખાસ કરીને ડાર્ક ચોકલેટ પિરીયડ્સમાં થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ પાછળનું કારણ એ છે કે ડાર્ક ચોકલેટમાં કોકો બીન્સ હોય છે જે ફ્લેવોનોઇડ્સનો બેસ્ટ સ્ત્રોત છે. આ સાથે જ આમાં એન્ટી ઓક્સિડન્ટ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. આમ, ડાર્ક ચોકલેટ પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી આરામ અપાવવાનું કામ કરે છે.
ચોકલેટ અને પિરીયડ્સ
શરીરમાં થતા હોર્મોનલ ચેન્જીસ તમને એવા ખોરાકની ઇચ્છા કરાવે છે જેનાથી તમને આરામ મળે છે. આ માટે મોટાભાગની મહિલાઓ પિરીયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાની ઇચ્છા વધારે થતી હોય છે. NCBI દ્રારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર કોલેજમાં 28.9 ટકા છોકરીઓને પિરીયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાની ઇચ્છાને વ્યક્ત કરી હતી, જે સામાન્ય રીતે ચાર દિવસ પહેલાંથી થાય છે અને માસિક સ્ત્રાવના સમય સુધી ચાલે છે.
ડાર્ક ચોકલેટ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે આ વાત દરેક લોકો જાણતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો ડાર્ક ચોકલેટમાં વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં હોય છે જે પિરીયડ્સ સમયે થતા દુખાવાને ઓછો કરે છે.
NCBI અનુસાર ચોકલેટનું સેવન મુડને સુધારે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પિરીયડ્સ દરમિયાન ઘણી છોકરીઓને મુડ રહેતો નથી એવામાં તમે ડાર્ક ચોકલેટ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે.પિરીયડ્સ ખાસ કરીને તણાવપૂર્વક રહી શકે છે, એવામાં તમે દુખાવામાંથી રાહત મેળવવા, સ્ટ્રેસ ફ્રી રહેવા ડાર્ક ચોકલેટ ખાઓ છો તો હેલ્થને અનેક ફાયદા થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર