જીવનશૈલીમાં આવો નાનકડો ફેરફાર મોટી મોટી બીમારીને આપશે મહાત

આકસ્મિક બીમારીઓને બાદ કરતા લગભગ તમામ બીમારીઓ જીવનશૈલીમાં સુધાર લાવતા ઠીક થઈ જાય છે.

આકસ્મિક બીમારીઓને બાદ કરતા લગભગ તમામ બીમારીઓ જીવનશૈલીમાં સુધાર લાવતા ઠીક થઈ જાય છે.

 • Share this:
  અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

  સૌ કોઈ પેથીનાં જાણકાર એક વાત ઉપર સમાન રૂપે સહમત થાય છે. સૌ કોઈ કહે છે ઉચિત અને સાત્વિક જીવન શૈલીથી સ્વાસ્થ્ય બને છે તેમજ સ્વાસ્થ્ય સુધાર થાય છે. આ વિરુદ્ધ અનુચિત અને તામસિક- ખોટી જીવન શૈલીથી સ્વાસ્થ્ય બગડે છે અને લાંબા ગાળે અનેક બીમારીઓ ઘેરી વળે છે. આકસ્મિક બીમારીઓને બાદ કરતા લગભગ તમામ બીમારીઓ જીવનશૈલીમાં સુધાર લાવતા ઠીક થઈ જાય છે.

  ખાનપાનનો સીધો સંબંધ સ્વાસ્થ્ય ઉપર

  જીવન શૈલીમાં બદલાવ લાવવા રોજિંદા ખાનપાન, દિનચર્યા, રહન-સહન, સામાજિક વ્યવહાર અને કામ કરવાની પધ્ધતિમાં બદલાવ લાવવાની જરુર રહે છે. આ બધામાં રોજિંદા ખાનપાનમાં બદલાવ લાવવાની ખાસ જરૂરત છે. આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેનો આપણા સ્વાસ્થ્ય ઉપર સીધો જ પ્રભાવ પડે છે. એટલે જરૂરી છે કે આપણું ખાન પાન સારૂ રહે. સ્વાસ્થ્ય વર્ધક રહે.

  આપણે જ્યાં રહેતા હોઈએ તે પ્રદેશનાં મોસમી શાકભાજી, ફળ, ધાન્ય,‌ કઠોળ, ગાયનું શુદ્ધ દુધ અને દુધની બનાવટો સાત્વિક આહારમાં ગણી શકાય. આનાથી વિપરીત જે છે તેને તામસિક ગણી શકાય.

  આ પણ જુઓ : તૂટતા અને ખરતા વાળ તેમજ સૌંદર્યના નીખાર માટે આ પાનનો ઉપયોગ કરો

  સમયસર ભોજન લેવું

  ખાનપાન ઉપરાંત દિનચર્યા પણ અગત્યનો ભાગ ભજવે છે. સમયસર સુઈ જવું, સમયસર ઉઠવું, નિત્ય ક્રિયા કરવી અને સમયસર ભોજન કરવું આ પણ સારા સ્વાસ્થ્ય મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. સવારે વહેલા ઉઠવું અને રાત્રે જલદી સુઈ જવાની આદત પાડવાથી જીવનનાં 50 ટકા રોગ તો એમ જ દૂર થઈ જાય છે. શાંતી સહજ થઈ જાય છે. પણ યાદ રહે 6થી 8 કલાકની ઉંઘ થવી જરૂરી છે.

  આ ઉપરાંત સમયસર જલપાન, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન પણ કરી લેવું જોઈએ. રાત્રિ ભોજન અને સુવાના સમય વચ્ચે બે કલાકનો સમયગાળો રિક્ત રાખવો જોઈએ.


  રહન-સહનની અંતર્ગત આપણો પહેરવેશ, ઘરનું વાતાવરણ, આસ-પડોશ નું વાતાવરણ વગેરે આવે છે. આપણે એવા લોકોની વચ્ચે રહેવું જોઈએ કે જેનાથી આપણને વધુ સારું જીવન જીવી શકીએ તેની માટે પ્રેરણા મળે.

  આપણો પહેરવેશ મોસમ અને સમાજની પરંપરા આધારિત હોવો જોઈએ. ઘરનું અને આસ-પડોશનું વાતાવરણ શાંતિ, આનંદ અને ઉષ્મા ભરેલું હોવું જોઈએ.

  ગરમીમાં થોડી ગરમી સહન કરો

  આ ઉપરાંત અગત્યની વાત કે આપણે ગરમીમાં થોડી ગરમી સહન કરવી જોઈએ. શિયાળામાં થોડી ઠંડી સહન કરવી જોઈએ અને ચોમાસામાં થોડું વરસાદમાં ભીંજાવું પણ જોઈએ. વધુ પડતા હીટર, એસી, કુલર વગેરે ના ઉપાયો ટાળવા જોઈએ. દિવસમાં એકવાર વૃક્ષો હરિયાળી નજીકમાં ટહેલવા પણ જવું જોઈએ.

  આ પણ વાંચો : ગૅસની તકલીફ અને પેટનો દુખાવો મટાડવા માટે અક્સીર છે ઉપાય

  થોડું ચાલવાની આદત સારી

  આપણે થોડું ચાલવાની આદત પણ કેળવવી જોઈએ. ઘરની નજીકના ના કાર્ય માટે ચાલતા જવા-આવવાનુ પસંદ કરવું જોઈએ. વધુ પડતાં વાહનોનો ઉપયોગ કરવો તે હિતાવહ નથી. બિનજરૂરી લિફ્ટ નો ઉપયોગ ત્યાગવો જોઈએ, તેને બદલે એક કે બે માળ ઉપર જ જવું હોય તો દાદરા ચડીને ઉપર જવું જોઈએ.

  સામાજિક વ્યવહાર પણ સ્વાસ્થ્ય ઉપર સારી એવી અસર પાડે છે. પરિવારમાં, આસ-પાડોશ માં ઉચિત વ્યવહાર કરવો,‌ સૌ નાં સુખ - દુઃખમાં માં ભાગીદાર બનવું, સૌની પ્રસન્નતા નાં કારણ બનવું, થોડુ જતું કરવું, માફ કરવું વગેરે ગુણોને આત્મસાત કરવા ખુબ જરૂરી છે. બની શકે તો કોઈ સામાજિક કાર્યમાં તન-મન-ધનથી જોડાવું જોઈએ, તે અન્ય ના કલ્યાણ કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે અસર કરે છે.

  આ ઉપરાંત પોતાની કામ કરવાની પદ્ધતિ ખૂબ સહજ, સરળ અને લોકોપયોગી હોવી જોઈએ. અન્ય ને તકલીફકર્તા નહીં પણ સમષ્ટિને લાભદાયી હોવી જોઈએ.

  આ રીતે આપણી જીવનશૈલીમાં નાના-મોટા બદલાવ લાવીને પણ પોતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ છીએ, તદુપરાંત આવનાર રોગોને પોતાનાથી ઘણા દૂર રાખી શકીએ છીએ.
  Published by:Kaushal Pancholi
  First published: