પ્રશ્ન-ડોક્ટર સાહેબ, હું 26 વર્ષીય પરણિત યુવતિ છું. મને બે વર્ષના દામ્પત્ય જીવનમાં બાળક ન થવાથી બહુ જ બેચેની થાય છે. માસિક સમયસર 26-27 દિવસે આવે છે. ગર્ભધારણ કરવા માટે કયા દિવસે સમાગમ કરવો જોઇએ? મહેરબાની કરીને જલ્દી જવાબ આપવા વિનંતી.
ઉકેલ- સૌ પ્રથમ તમે પતિ-પત્ની નિષ્ણાત ડોક્ટર પાસે ચેક-અપ કરાવીલો. ચાર-પાંચ દિવસ સુધી જાતિય સંબંધથી દુર રહીને સારી લેબોરેટરીમાં પતિના વિર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઇ ખામી ના હોય તો પછી આપની તપાસ કરાવી લો. જો આપ બન્ને ના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસો એ સંબંધ રાખો.
આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી તેરમાં દિવસ થી સોળમાં દિવસમાં દરરોજ સંબંધ રાખો કારણ કે આ દિવસોમાં તમારુ સ્ત્રીબિજ છુટું પડશે અને જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુંનું મિલન થશે તો બાળક રહેશે. ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો. પરંતું જો આમાં સફળ ના થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે. અને તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વિર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધે મૂકી શકાય છે. આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વ્યંધ્યત્વની સારવાર શકય છે. પરંતુ ધીરજ રાખવી જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર