Home /News /lifestyle /તમારું બાળક Peppa Pig જોવે છે? તો માતા-પિતા થઈ જાઓ સાવધાન, નહીં તો આવી શકે છે મુશ્કેલીઓ
તમારું બાળક Peppa Pig જોવે છે? તો માતા-પિતા થઈ જાઓ સાવધાન, નહીં તો આવી શકે છે મુશ્કેલીઓ
પેપા પીગ ફાઈલ તસવીર
Parenting tips: પેપ્પા પિગ એક (Peppa Pig ) એવું કાર્ટૂન પાત્ર (Cartoon Characters) છે જે આજકાલ બાળકોના દિલ અને દિમાગ પર રાજ કરે છે. નિષ્ણાતોના મતે, પેપ્પા બાળકોને ગમે છે, પરંતુ તે તેમને શેતાન (naughtier) બનાવી શકે છે.
Peppa Pig you tube video: બાળકોનુ પ્રિય કાર્ટૂન પાત્ર (Cartoon Character) પેપ્પા પિગ (Peppa Pig)તેમના માટે ખૂબ જ સુંદર હોઈ શકે છે, પરંતુ તે બાળકના વિકાસ માટે સારું નથી. પેરેન્ટિંગ અને વર્તણૂક નિષ્ણાતો (Child behaviourist)નું માનવુ છે કે આવા ટીવી શો તમારા માસુમ બાળકને શેતાન બનાવી શકે છે.
દરેક બાળકને બાળપણમાં કાર્ટૂન જોવાનો ક્રેઝ હોય છે. દરેકનું પોતાનું મનપસંદ કાર્ટૂન પાત્ર હોય છે, જેને તેઓ ખૂબ જ પસંદ પણ કરે છે. પેપ્પા પિગ એક એવું કાર્ટૂન પાત્ર છે જે આજકાલ બાળકોના દિલ અને દિમાગ પર રાજ કરે છે. નિષ્ણાતોના મતે, પેપ્પા બાળકોને ગમે છે, પરંતુ તે તેમને શેતાન બનાવી શકે છે.
માતાપિતા બાળકો માટેના અભ્યાસના વિરામ તરીકે ટીવી પર કાર્ટૂન પ્રોગ્રામ્સ મૂકતા હોય છે. ઉછળતા કૂદતા બાળકો માટે આ એક વિરામ છે, પરંતુ તેમને ખબર નથી કે આ મિનિયન્સ તમારા નાના ચેમ્પિયનને નુકસાન પહોંચાડી રહ્યા છે. પેરેન્ટિંગ અને બિહેવિયર કન્સલ્ટન્ટ સોફી ગિલ્સ (Behavioural Consultant Sophie Giles)ના જણાવ્યા અનુસાર, લોકપ્રિય કાર્ટૂન પાત્ર પેપ્પા પિગ બાળકોમાં નકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપી શકે છે.
પેપ્પા બાળકોને તોફાની કેવી રીતે બનાવે છે? બિહેવિયર કન્સલ્ટન્ટ સોફી ગિલ્સ (Behavioural Consultant Sophie Giles)આ વિશે વાત કરતા કહે છે કે, ઉદાહરણ તરીકે, 7 વર્ષના કાર્ટૂન પાત્ર પેપ્પા પિગને તેના ડેડી પિગ સાથે જે રીતે વાત કરતા બતાવવામાં આવ્યા છે તે નાના બાળકોને ગમે છે. પેપ્પા પિગની રક્ષણાત્મક રીત પેપ્પા સાથે વાત કરવાની રીત ખૂબ સારી છે, પરંતુ જે સંવાદો લખવામાં આવે છે અને બોલવામાં આવે છે તે બાળકોને સારી રીતે શીખવતા નથી.
આ કાર્ટૂન પાત્રોથી સાવચેત સોફીએ એમ પણ કહ્યું છે કે, માતાપિતાએ બાળકોને જોવા માટે કોઈ પણ પ્રોગ્રામ આપતા પહેલા તેઓએ જોવું જોઈએ, પછી લાંબી શ્રેણી જોવા આપવી જોઈએ. પેપ્પા પિગ (Peppa Pig), પો પેટ્રોલ (Paw Patrol), બ્લુઈ (Bluey),ફાયરમેન સેમ (Fireman Sam) અને લીટલ પ્રિંસેસ (Little Princess)જેવા કાર્ટૂન પાત્રોના સંવાદો પણ બાળકોની માનસિકતાને અસર કરે છે. તેથી બાળકોને કાર્ટૂન શો બતાવતા પહેલા જાતે જોઈ ખાતરી કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર